ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» First time in 54 years in Nagaland, at the highest 5 women in grounds

  નાગાલેન્ડમાં 54 વર્ષમાં પહેલી વાર સૌથી વધુ 5 મહિલા મેદાનમાં

  Ravishankar Ravi, Kohima | Last Modified - Feb 27, 2018, 03:57 AM IST

  નાગાલેન્ડમાં 12 વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ છે પરંતુ આજ સુધી એક પણ મહિલા ધારાસભ્ય બની નથી
  • નાગાલેન્ડમાં 54 વર્ષમાં પહેલી વાર સૌથી વધુ 5 મહિલા મેદાનમાં
   નાગાલેન્ડમાં 54 વર્ષમાં પહેલી વાર સૌથી વધુ 5 મહિલા મેદાનમાં

   કોહિમા: નાગાલેન્ડમાં વિધાનસભાની 60 સીટ છે પરંતુ ભૂતપૂર્વ સીએમ અને એનડીપીપી પ્રમુખ નેફ્યુ રિયોના નિર્વિરોધ ચૂંટાઇ જવાને કારણે 59 સીટ પર જ મંગળવારે મતદાન થશે. કુલ 227 ઉમેદવાર મેદાનમાં છે, તેમનામાં 5 મહિલા છે. ભાજપ અહીં પોતાના સહયોગી નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ) સાથે ગઠબંધન તોડીને એનડીપીપી સાથે હાથ મિલાવ્યા છે. ભાજપ 20 અને એનડીપીપી 40 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે.

   જ્યારે કોંગ્રેસ 18 અને એનપીએફ 58 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં 1964થી માંડીને અત્યાર સુધી વિધાનસભાની 12 ચૂંટણીઓ યોજાઇ છે પરંતુ 54 વર્ષમાં એક પણ મહિલા ચૂંટણી જીતી નથી. જો આ ચૂંટણીઓમાં એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી જીતે છે તો રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર કોઇ મહિલા પ્રતિનિધિ વિધાનસભામાં પહોંચશે. પહેલી વાર સૌથી વધુ 5 મહિલા ચૂંટણી મેદાનમાં છે.

   પાંચે મહિલાઓ કહે છે - તેઓ ઇતિહાસ રચશે


   નોકસેનથી ચૂંટણી લડી રહેલાં એનપીપી ઉમેદવાર માયાંગપુલા ચાંગ કહે છે કે તેઓ ચૂંટણી જીતનાર પ્રથમ મહિલા બનશે. ચિજામીથી ચૂંટણીમાં ઝંપલાવનાર રેખા રોઝ ડુકરૂને કહે છે કે લોકો મને જીતાડશે. અેનડીપીપી ઉમેદવાર કોનયાક કહે છે કે આ વખતે ઇતિહાસ બનશે. ડિમાપુર-3 સીટથી એનપીપી ઉમેદવાર ક્રેનુ અને ત્વેંગશાંગ સતર-2 સીટથી ભાજપના ઉમેદવાર રાખીલા કહે છે કે તેઓ પુરુષો કરતાં વધુ કામ કરીને બતાવશે.

   20 વર્ષ બાદ રાજ્યમાં ચૂંટણીનો બહિષ્કાર


   આશરે બે દાયકા બાદ ફરી નાગાલેન્ડમાં નાગા નેતાઓ, નાગરિક સંગઠનો અને અગ્રણી નાગા આદિવાસી સંગઠન ‘હો-હો’ એ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એનએસસીએન પણ ઇચ્છે છે કે ચૂંટણીઓ ન યોજાય પરંતુ કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધું છે કે ચૂંટણી બંધારણીય કાર્ય છે અને નાગા સમસ્યા ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. મોદીએ પણ ન્યુ નાગાલેન્ડની વાત કહી છે.

   5 ચૂંટણીઓમાં મહિલા ઉમેદવારો

   વર્ષ મહિલાઓ
   2013 2
   2008 4
   2003 3
   1998 0
   1993 1
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: First time in 54 years in Nagaland, at the highest 5 women in grounds
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `