Home » National News » Latest News » National » First night of Asaram in Jodhpur central jail after verdict

ચુકાદા બાદ આસારામની જેલમાં પહેલી રાતઃ કહ્યું- વ્રત છે, ન લીધું ભોજન

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 12:10 PM

સેન્ટ્રલ જેલના કેદી નંબર 130 એટલે કે આસારામને સજા બાદ ગુરુવારે જેલમાં પહેલો દિવસ ઉપવાસમાં પસાર થયો

 • First night of Asaram in Jodhpur central jail after verdict
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોણા પાંચ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે આસારામ માટે આશ્રમથી જમવાનું ન આવ્યું હોય. (ફાઇલ)

  જોધપુરઃ સેન્ટ્રલ જેલના કેદી નંબર 130 એટલે કે આસારામને સજા બાદ ગુરુવારે જેલમાં પહેલો દિવસ ઉપવાસમાં પસાર થયો. પોણા પાંચ વર્ષમાં આવું પહેલીવાર થયું છે, જ્યારે તેમના માટે આશ્રમથી ખાવાનું નથી આવ્યું. જેલ મેનૂ અનુસાર દૂધીનું શાક, દાળ અને રોટી બનાવવામાં આવી હતી. પરંતુ આસારામે એકાદશીનું વ્રત હોવાનો હવાલો આપી તે ખાવાનો ઈન્કાર કરી દીધો. જેલ નિયમો મુજબ, જે કેદીઓને સજા થઈ જાય છે તેમને જેલનું ભોજન ખાવું પડે છે. વિશેષ પરિસ્થિતિઓમાં જ જેલ કેદીની માંગ પર ઘરનું ખાવાનું મંગાવવાની છૂટ આપી શકે છે. બીજી તરફ, પીડિતાના પિતાએ કહ્યું કે ન્યાય મળ્યા બાદ પરિવાર પાંચ વર્ષમાં પહેલવાર આરામથી ઊંઘી શક્યો.

  કપડા સિલાઈ કરશે શિલ્પી, શરદને નહીં મળે કામ

  - આસારામની સાથે કાવતરામાં સામેલ રહેનારી શિલ્પી કેદી નંબર 76 કપડાની સિલાઈ, બ્યૂટી પાર્લર અને મહેંદી લગાવવાનું શીખી આત્મનિર્ભર બની શકે છે.

  - સેન્ટ્રલ જેલમાં સજા કાપનારા કેદીઓ પાસેથી ફેક્ટરીમાં કામ કરાવવામાં આવે છે પરંતુ હાલમાં અહીં એટલું કામ નથી કે તમામ કેદીઓને અહીં કામ કરાવી શકાય.

  જેલમાં કૂલર બનાવવાની ફેક્ટરી તથા તમામ સંસાધન છે પરંતુ જ્યારે ઓર્ડર આવે છે, ત્યારે જ અહીં કામ થઈ શકે છે. એવામાં આસારામના સેવક શરદચંદ્ર માટે પણ

  હાલ કોઈ નહીં હોય.
  - આસારામ લગભગ પોણા પાંચ વર્ષથી જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ છે. 2 સપ્ટેમ્બર 2013થી જેલના સૌથી સુરક્ષિત વોર્ડ-2 માં બંધ આસારામ રોજ સવારે પૂજા-પાઠ કરે છે. તેના માટે આસારામે બેરકની પાછળ તુલસી તથા કપાકના છોડ વાવ્યા છે. હવે સજા કાપવા દરમિયાન તેને વૃક્ષ-છોડોને પાણી પાવાનું કામ આપી શકાય છે.

  5 વર્ષ બાદ ખુલને હસ્યા પીડિતાના પિતા, આરામથી સૂઈ શક્યા


  - ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દૈનિક ભાસ્કરના પ્રતિનિધિ ગુરુવારે પણ પીડિતાના ઘરે પહોંચ્યા તો પિતાએ કહ્યું- છેલ્લા પાંચ વર્ષમાં એક રાત પણ નિરાંતે સૂવા નથી શક્યો. અનેકવાર ચોંકીને ઊંઘમાંથી બેઠો થઈ જતો. હસવાનું તો જાણે કે જિંદગીમાંથી ખતમ જ થઈ ગયું હતું. કાલ રાતે વર્ષો બાદ નિરાંતની ઊંઘ લઈ શક્યો, આજ પરિવારની ખુશી પરત ફરી તો હસી પણ શકું છું. 4.5 વર્ષોની લાંબી કાયદાકિય જંગમાં જીત બાદ પીડિતાનો પરિવાર હવે સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યો છે.
  - પીડિતાના પિતા અને ભાઈએ ચુકાદાના બીજા જ દિવસે ઓફિસ સંભાળવાનું શરી દીધું છે. દીકરીએ પણ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે.

  આસારામની મુશ્કેલીઓ હજુ પણ ઓછી નથી થઇ, આઇટી ઍક્ટમાં પણ ચાલી રહી છે ટ્રાયલ

  - આસારામની મુશ્કેલીઓ ઓછી નથી થઇ. તેના વિરુદ્ધ આઇટી ઍક્ટમાં પણ મામલો નોંધાયેલો છે. જોકે હાઇકોર્ટે નીચલી કોર્ટમાં તેના કેસની સુનાવણી પર રોક લગાવી રાખી છે. ઉદયમંદિર પોલી સ્ટેશનના તત્કાલીન પોલીસ અધિકારી હરજીરામે 15 નવેમ્બર, 2014ના રોજ એફઆઇઆર નોંધાવી કે આસારામ અને તેના સમર્થકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

  - પોલીસે આ મામલે આસારામ વિરુદ્ધ આઇપીસીની કલમ 353, 355, 384, 117, 189, 120 તેમજ 66એ આઇટી ઍક્ટમાં કેસ નોંધીને જોધપુર મહાનગર મેજિસ્ટ્રેટ સંખ્યા ત્રણની કોર્ટમાં ચલણ રજૂ કરી દીધું, પરંતુ કોર્ટે આઇપીસીની કલમ 384 તેમજ આઇટી ઍક્ટની કલમ 66એ ને હટાવી દીધી છે.

  આસારામ કહેતો હતો- મારા જેવા બ્રહ્મજ્ઞાનીઓ માટે દુષ્કર્મ કોઇ પાપ નથી

  - દુષ્કર્મના મામલે આજીવન કારાવાસની સજા મેળવનાર આસારામ કહેતો હતો કે છોકરીઓનું યૌનશોષણ કરવું તેના જેવા બ્રહ્મજ્ઞાનીઓ માટે પાપ નથી. ટ્રાયલ દરમિયાન અભિયોજન પક્ષના એક સાક્ષીએ પોતાના નિવેદનમાં આ વાત કહી હતી.

  - જોધપુર સ્થિત ટ્રાયલ કોર્ટના ફેંસલા પ્રમાણે આસારામના નજીક રહેલા રાહુલ કે સચ્ચરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે 2003માં આસારામને અનેક આશ્રમોમાં છોકરીઓનું યૌનશોષણ કરતા જોયા હતા. તેણે એક દિવસ પૂછ્યું કે તમે આવું કેમ કરો છો? તેના પર આસારામે કહ્યું, 'બ્રહ્મજ્ઞાનીને આ બધું કરવાથી પાપ ન લાગે.'
  - આસારામ દ્વારા છોકરીઓનું યૌનશોષણ કરવા સંબંધિત મામલામાં નિવેદન આપ્યા પછી પણ સચ્ચર પર હુમલો થયો હતો.

 • First night of Asaram in Jodhpur central jail after verdict
  એસસી-એસટી કોર્ટના પીઠાસીન અધિકારી મધૂસૂદન શર્માની સુરક્ષા વધારવામાં આવી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ