3 દિવસ પછી LoC પર ફાયરિંટ અટક્યું, ઇન્ટરનેશનલ બોર્ડર પર પણ શાંતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ/નવી દિલ્હી: લાઇન ઑફ કંટ્રોલ (LoC) અને ઇન્ટરનેશનલ બોર્ડર (IB) પર ગઇકાલે રાતે શાંતિ રહી. પાકિસ્તાન તરફથી ત્યાં કોઇ ફાયરિંગ ન થયું. બીએસએફના એક પ્રવક્તાએ આ જાણકારી ન્યુઝ એજન્સીને આપી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારથી શનિવાર સુધી પાકિસ્તાને LoC પર ફાયરિંગ કર્યું હતું. તેમાં કુલ 10 લોકોના મોત થયા, જેમાં 6 સામાન્ય લોકો સામેલ હતા. આશરે 50 લોકો ઘાયલ પણ થયા હતા. બીજી બાજુ, પાકિસ્તાન મીડિયાએ આરોપ લગાવ્યો કે ભારતના ફાયરિંગમાં ઘણા સામાન્ય લોકો માર્યા ગયા અને ઘણા મોટા વિસ્તારમાં તબાહી મચી. 

 

રાજૌરી અને પૂંછમાં પણ ફાયરિંગ અટક્યું

 

- બીએસએફ અને પોલીસના ઓફિસરોને જણાવ્યું કે પૂંછ અને રાજૌરી જિલ્લામાં પણ રવિવારે વહેલી સવારે 4 વાગ્યા પછીથી કોઇ ફાયરિંગ નથી થયું. જોકે, અરનિયા સેક્ટરમાં શનિવારે મોડી રાતે ચોક્કસપણે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું હતું અને ભારત તરફથી તેનો તાત્કાલિક જવાબ આપવામાં આવ્યો હતો. 

- બીએસએફના પ્રવક્તાએ કહ્યું- સાંબા અને કઠુઆમાં ઘણી જગ્યાઓએ છૂટક ફાયરિંગ થયું. અરનિયામાં શનિવાર રાત 10 વાગે લગભગ કેટલાક ગોળા આવીને પડ્યા. શાહપુર વિસ્તારમાં જરૂર પાકિસ્તાને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું. ભારતના જવાબ પછી ત્યાં પણ ફાયરિંગ બંધ થઇ ગયું. 

- તાજેતરના ફાયરિંગમાં સૌથી વધુ મુશ્કેલ કામ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાની છે. બીએસએફના બે અને આર્મીના પણ બે જવાન છેલ્લા 3 દિવસોમાં શહીદ થયા છે. 

 

પાકિસ્તાનના 4 સૈનિકો ઠાર

 

- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બીએસએફ અને આર્મીની જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનના 4 સૈનિકો (રેન્જર્સ) માર્યા ગયા. આ ઉપરાંત, ત્યાંની આર્મીના એક પેટ્રોલિયમ ડેપોને પણ નષ્ટ કરી દેવામાં આવ્યું. 

- જાણકારી પ્રમાણે, ઇન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન તરફ લાઉડ સ્પીકરમાંથી એનાઉન્સમેન્ટમાં લોકોને વિસ્તાર છોડીને જવા માટે કહેવામાં આવી રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...