તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનમાં ડાન્સ દરમિયાન થતું હતું ફાયરિંગ, ના પાડતા લઈ લીધો બાળકનો જીવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરા: જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે ઘણાં જાનૈયાઓ દારૂના નશામાં ઝૂમી રહ્યા હતા. જાનૈયાઓ દેખાડો કરવા માટે બંદૂકથી ઘડી ઘડી ફાયરિંગ પણ કરી રહ્યા હતા. ફાયરિંગથી જાનમાં સામેલ 15 વર્ષના છોકરા રાઘવેન્દ્રને ડર લાગતો હતો. તેથી તેણે ફાયરિગં કરતા લોકોને તેવું ન કરવા આજીજી કરી હતી. તેના કારણે વરરાજાના જીજા ગુસ્સે થઈ ગયા અને તેણે રાઘવેન્દ્રને જ ગોળી મારી દીધી હતી. પરિણામે બાળકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના સોમવારે મોડી રાતે આરા જિલ્લાની છે. 

 

જાનૈયાઓ મસ્તીમાં કરતા હતા ફાયરિંગ, બાળક ડરના કારણે કરતો હતો રિક્વેસ્ટ


- મૃતક ગામમાં રહેતા જિતેન્દ્ર સિંહનો દીકરો હતો. જિતેન્દ્ર સિંહે હત્યાનો આરોપ વરરાજાના જીજાજી ઉપર લગાવ્યો છે. પવન કુમાર સિંહના લગ્ન કૃષ્ણા સિંહની દીકરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા. ડાન્સ માટે બહારથી છોકરીઓ બોલાવવામાં આવી હતી. આ જાનમાં જિતેન્દ્ર સિંહનો દીકરો રાઘવેન્દ્ર પણ સામેલ થયો હતો. તે ખુરશીમાં બેસીને ડાન્સ જોતો હતો.
- આ દરમિયાન મસ્તીમાં અમુક લોકો ફાયરિંગ કરી રહ્યા હતા. બાળક ડરના કારણે બાકી બધાને ફાયરિંગ કરવાની ના પાડી રહ્યો હતો. ત્યારે જ વરરાજાના જીજા દ્વારા ચલાવવામાં આવેલી એક ગોળી રાઘવેન્દ્રને ગળામાં વાગી અને તે લોહી લુહાણ થઈને ત્યાં જ મૃત્યુ પામ્યો હતો.
- ત્યારપછી ઘટના સ્થળે દોડા-દોડી થઈ ગઈ હતી. જાનમાં સામેલ અમુક લોકો રાઘવેન્દ્રને લઈને હોસ્પિટલ ભાગ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારપછી સારવાર માટે લઈને આવેલા લોકો પણ રાઘવેન્દ્રનો મૃતદેહ ત્યાં જ મુકીને ભાગી ગયા હતા.
- રાઘવેન્દ્રના પિતાને ફોન પર તેના મૃત્યુની વાત કરવામાં આવી હતી. તેમણે પોલીસને કહ્યું હતું કે, મારા દીકરાની હત્યા જયપ્રકાશ સિંહના મોટા જમાઈએ કરી છે.
- પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંઘાવી છે. 

 

આ પણ વાંચો: પત્નીએ કરાવી દીધી કોન્સ્ટેબલ પતિની હત્યા, દીકરીને અપાવવા માંગતી'તી રહેમની નોકરી