મુંબઈ: પટેલ ચેમ્બર્સમાં ભીષણ આગ, બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી થયો

16 ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે, આગ ઓલવવામાં બે ફાયર ફાઈટર કર્મચારી ઘાયલ થયા

divyabhaskar.com | Updated - Jun 09, 2018, 09:10 AM
છઠ્ઠા ફ્લોર પર આગ લાગી હતી
છઠ્ઠા ફ્લોર પર આગ લાગી હતી

દક્ષિણ મુંબઈના ફોર્ટ એરિયામાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો પણ ધરાશાયી થયો હોવાની માહિતી મળી છે.

મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ એરિયામાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ પટેલ ચેમ્બર્સના કોઠારી મેન્શનના છઠ્ઠા ફ્લોર પર લાગી હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો પણ ધરાશાયી થયો હોવાની માહિતી મળી છે. આગ ઓલવવા માટે 16 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભીષણ આગ ઓલવવામાં 2 ફાયર ફાઈટરના કર્મચારીઓ ઘાયલ પણ થયા છે. છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ મુંબઈમાં આગ લાગવાની આ બીજી ઘટના છે.

માનવામાં આવે છે કે, આગ કોઠારી મેન્શન નામની બિલ્ડિંગમાં છઠ્ઠા ફ્લોર પર લાગી હતી. આગના કારણે તેનો અડધો હિસ્સો પણ ધરાશાયી થઈ ગયો છે. રાહતની વાત એ છે કે, જે સમયે આગ લાગી હતી તે સમયે આ ઈમારત ખાલી હતી. તેથી કોઈને જાનહાની થઈ નથી. આગ પટેલ ચેમ્બર્સની અંદર લાગી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પહેલાં આગ લેવલ-3ની હતી અને હવે વધીને તે લેવલ-4ની થઈ ગઈ છે.

આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આગ વધારે ન ફેલાય તે માટે ફાયર ફાઈટરની ટીમ ખૂબ મહેનત કરી રહી છે. થોડા સમય માટે આ રોડ ઉપર અવર-જવર રોકી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે બીએમસીએ આ ઈમારતને પહેલેથી જ જોખમી જાહેર કરી હતી.

આ પહેલાં ગયા શુક્રવારે દક્ષિણ મુંબઈમાં આવેલા ઈન્કમ ટેક્સ વિભાગના સિંધિયા હાઉસમાં પણ ભીષણ આગ લાગી હતી. ઈન્કમ ટેક્સ વિભાગે આ ઓફિસમાં નીરવ મોદી જેવા ઘણાં આર્થિક આરોપીઓના સાથે જોડાયેલા દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. તે સાથે જ કરચોરી સાથે જોડાયેલી પણ ઘણી ફાઈલો અહીં રાખવામાં આવી હતી.

હૈદરાબાદ અને પટનામાં પણ લાગી છે આગ


- દક્ષિણ મુંબઈ સિવાય શુક્રવારે મોડી રાતે હૈદરાબાદમાં પણ એક પેઈન્ટ્સના ગોડાઉનમાં આગ લાગી છે. અહીં પણ આઠ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે અહીં પણ જાનહાનીની હજી સુધી કોઈ માહિતી મળી નથી.
- આ સિવાય પટનાના બિહાર ગંજમાં પણ LPG સિલિન્ડરના ગોડાઉનમાં પણ આગ લાગી છે. 6 ફાયર ફાઈટર અને નેશનલ ડિઝાસ્ટર (NDRF)ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આગળની સ્લાઈડમાં જુઓ ભિષણ આગની અન્ય તસવીરો

પટેલ ચેમ્બર્સના કોઠારી મેન્શનમાં લાગી આગ
પટેલ ચેમ્બર્સના કોઠારી મેન્શનમાં લાગી આગ
આગ લાગી તે સમયે કોઈ બિલ્ડિંગ ન હોવાથી જાન હાની ટળી
આગ લાગી તે સમયે કોઈ બિલ્ડિંગ ન હોવાથી જાન હાની ટળી
આગ ઓલવવામાં ફાયર ફાયટરના બે કર્મચારી ઘાયલ થયા
આગ ઓલવવામાં ફાયર ફાયટરના બે કર્મચારી ઘાયલ થયા
આગ લાગવાના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો છે
આગ લાગવાના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો છે
X
છઠ્ઠા ફ્લોર પર આગ લાગી હતીછઠ્ઠા ફ્લોર પર આગ લાગી હતી
પટેલ ચેમ્બર્સના કોઠારી મેન્શનમાં લાગી આગપટેલ ચેમ્બર્સના કોઠારી મેન્શનમાં લાગી આગ
આગ લાગી તે સમયે કોઈ બિલ્ડિંગ ન હોવાથી જાન હાની ટળીઆગ લાગી તે સમયે કોઈ બિલ્ડિંગ ન હોવાથી જાન હાની ટળી
આગ ઓલવવામાં ફાયર ફાયટરના બે કર્મચારી ઘાયલ થયાઆગ ઓલવવામાં ફાયર ફાયટરના બે કર્મચારી ઘાયલ થયા
આગ લાગવાના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો છેઆગ લાગવાના કારણે બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી થઈ ગયો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App