Divya Bhaskar

Home » National News » Latest News » National » Fiance Minister Arun Jaitley target on Rahul Gandhi over Rafale deal

રાફેલ પર જેટલીનો પલટવાર, કહ્યું- આ મુદ્દે ચર્ચા પ્રાઇમરી સ્કૂલ જેવી, રાહુલમાં સમજ નથી

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 03:06 PM

રાફેલ ડીલને લઈને લગાવવામાં આવેલાં આરોપોને અરૂણ જેટલીએ કિંડરગાર્ટન કે પ્રાઇમરી સ્કૂલના બાળક જેવી ચર્ચા ગણાવી.

  • Fiance Minister Arun Jaitley target on Rahul Gandhi over Rafale deal
    નાણા મંત્રી અરૂણ જેટલીએ રાફેલના મુદ્દે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધાં

    નવી દિલ્હીઃ નાણા મંત્રી અરૂણ જેટલીએ રાફેલના મુદ્દે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધાં છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલાં ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રીએ રાહુલ ગાંધીના તમામ આરોપો પર વળતો હુમલો કરતાં કહ્યું કે કોંગ્રેસે રાફેલની કિંમતને લઈને જે તથ્યો સામે રાખ્યાં છે, તે તમામ ખોટાં છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ 2007 રાફેલ પ્રસ્તાવના સંબંધે પોતે અલગ અલગ ભાષણોમાં 7 અલગ અલગ કિંમતોનો ઉલ્લેખ કર્યો છે.

    જેટલીએ રાફેલ પરની ચર્ચા પ્રાઇમરી સ્કૂલના બાળક જેવી ગણાવી

    - રાફેલ ડીલને લઈને લગાવવામાં આવેલાં આરોપોને કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ કિંડરગાર્ટન કે પ્રાઇમરી સ્કૂલના બાળક જેવી ચર્ચા ગણાવી છે.
    - અરૂણ જેટલીએ કહ્યું કે, "મેં 500 કંઈક આપી રહ્યો હતો, તમે 1600 કંઈક આપ્યાં. આવો તર્ક આપવામાં આવી રહ્યો છે જે દેખાડે છે કે રાહુલ ગાંધીમાં કેટલી ઓછી સમજ છે."
    - અરૂણ જેટલીએ કહ્યું કે, "2015થી 2016 સુધી રાફેલની કિંમતને લઈને વાતચીત કરવામાં આવી અને કરન્સી વેરિએશનની સાથે અંતતઃ 2016માં તેને એક્ઝીક્યુટ કરાઈ. આ રીતે એરક્રાફ્ટની કિંમત 9 ટકા સસ્તી થઈ ગઈ. શું કોંગ્રેસ આ વાતથી અવગત છે?"
    - અરૂણ જેટલીએ રાફેલ મુદ્દે અરૂણ શૌરી, યશવંત સિન્હાની નિંદાઓને લઈને કહ્યું કે, "NDAમાં વિશેષ રૂપથી ભાજપમાં અમારી મુશ્કેલી રહી છે કે અમારી પાસે કરિયર રાષ્ટ્રવાદીઓના ફેર શેર રહ્યાં. તેઓ અમારી સાથે ત્યાં સુધી રાષ્ટ્રવાદી છે જ્યાં સુધી કે તેમના પોતાના કરિયર મુજબ થાય. હું તેમની પાસેથી વધુ વિશ્વસનિયતાની આશા નથી રાખતો."

    બ્લોગ લખી નાણા મંત્રીએ કર્યાં 15 સવાલ

    - આ ઉપરાંત બુધવારે અરૂણ જેટલીએ બ્લોગ લખી કોંગ્રેસ પર હુમલો કર્યો છે અને રાહુલ ગાંધીને 15 સવાલ પૂછ્યાં છે.
    - જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ આધાર વગર સરકાર સામે આ ડીલને લઈને નિશાન સાધે છે.
    - તેઓએ લખ્યું કે એક રાષ્ટ્રીય પાર્ટી પાસે એવાં પ્રકારની આશા લગાવવામાં આવે છે કે કોઈપણ આરોપ લગાડતાં પહેલાં તેઓ તથ્યોની તપાસ કરે.
    - જેટલીએ લખ્યું કે UPAએ આ ડીલમાં લગભગ એક દશકા જેટલું મોડુ કર્યું, જેની સીધી અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પડી.
    - અરૂણ જેટલીએ કહ્યું કે અત્યારસુધી આ ડીલના ભાવ પર જે કંઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કહે છે, તે બધું જ ખોટું છે. આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવીને કોંગ્રેસ પાર્ટી માત્ર ડીલને ટાળવા માગે છે જેની અસર ભારતની સુરક્ષા પર પડી શકે છે.
    - અરૂણ જેટલીએ પોતાના બ્લોગમાં કોંગ્રેસ પાર્ટીને લગભગ 15 સવાલ પૂછ્યાં. તેઓએ કહ્યું કે UPA સરકાર પૂરી રીતે નિર્ણય લેવામાં અસમર્થ હતી અને તેથી જ આટલી મહત્વપૂર્ણ ડીલ લગભગ એક દશકા સુધી ટળતી રહી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending