તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fear Of Black Color That In One BJP Programme Women Underwears Were Checked At Bhilai

કાળા રંગનો આ કેવો ડર: અમિત શાહના કાર્યક્રમમાં મહિલાઓ-યુવતીઓના અંડરગાર્મેન્ટ સુદ્ધાં થયા ચેક, ઉતારવું પડ્યું બ્લેક લેગિન્સ, ચૂંદડી અને દુપટ્ટો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા મહાસંમેલનમાં ચેકિંગના નામ પર મહિલાઓ અને યુવતીઓના અંડરગાર્મેન્ટ્સ ચેક કરવામાં આવ્યા. - Divya Bhaskar
મહિલા મહાસંમેલનમાં ચેકિંગના નામ પર મહિલાઓ અને યુવતીઓના અંડરગાર્મેન્ટ્સ ચેક કરવામાં આવ્યા.

દુર્ગ/ભિલાઈ: ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના એક દિવસીય પ્રવાસ પર ચરૌદામાં આયોજિત મહિલા મહાસંમેલનમાં ચેકિંગના નામ પર મહિલાઓ અને યુવતીઓના અંડરગાર્મેન્ટ્સ ચેક કરવામાં આવ્યા. ઘણી યુવતીઓએ બ્લેક લેગિન્સ ઉતારવું પડ્યું. કાળી સાડી, ચૂંદડી કે દુપટ્ટો પહેરીને ગયેલી મહિલા અને યુવતીઓએ પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. 

 

હવે ચગી રહ્યો છે આ મામલો

 

1. છત્તીસગઢ કોંગ્રેસની નેતા કિરણમયી નાયકે કહ્યું કે અત્યાર સુધી તો યુવકોના મોજા અને બેલ્ટ ઉતરાવવામાં આવી રહ્યા હતા. હવે સરકાર કેટલા ઘટિયા સ્તર પર નીચે ઉતરી ગઈ છે કે મહિલાઓના અંડરગાર્મેન્ટ સુદ્ધાં ચેક કરાવી રહી છે. 

2. એક તરફ બીજેપી મહિલા સંમેલન કરીને તેમની ગરિમા અને સન્માનની રક્ષા કરવાની વાત કરે છે, જ્યારે બીજી બાજુ તેમના અંડરગાર્મેન્ટ ચેક કરાવીને તેમને શરમજનર પરિસ્થિતિમાં પણ મૂકી રહી છે. કિરણમયી નાયકે આશંકા દર્શાવી કે જે મહિલાઓના અંડરગાર્મેન્ટ ચેક કરવામાં આવ્યા તેની વીડિયો ક્લિપિંગ પણ બનાવવામાં આવી હશે. તેમને બ્લેકમેલ પણ કરવામાં આવી શકે છે. 
3. કોંગ્રેસ આખા રાજ્યમાં બીજેપીના નેતાઓને કાળો ઝંડો બતાવી રહી છે. તેનાથી બીજેપીના કાર્યક્રમોમાં સુરક્ષાના નામ પર આ કવાયતો કરવામાં આવી રહી છે. 
4. ભિલાઈમાં શનિવારે આમ આદમી પાર્ટીએ બેનર લઈને પ્રદર્શન કર્યું. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે એક મહિલા સાંસદની ઉપસ્થિતિમાં આ કૃત્ય થયું છે. તેની તપાસ થવી જોઇએ કે આખરે કોના આદેશથી મહિલાઓ સાથે આ પ્રકારનું ચેકિંગ થયું.