તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 વર્ષની દીકરી સાથે ક્યારેક જંગલ-ક્યારેક રસોડામાં રેપ કરતો હતો પિતા, વિરોધમાં ઊભી થઈ મા તો તોડી નાખ્યા પગ, કાઢી મૂકી ઘરની બહાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિયર ગઈ પત્ની તો દીકરીને જબરદસ્તી પિતાએ પોતાની પાસે રોકી - Divya Bhaskar
પિયર ગઈ પત્ની તો દીકરીને જબરદસ્તી પિતાએ પોતાની પાસે રોકી

જયપુર: શહેરમાં એકવાર ફરી સંબંધોને શરમમાં મૂકે એવો મામલો સામે આવ્યો છે. એક હેવાન પિતાએ પોતાની 16 વર્ષની સગીર દીકરીની સાથે ડરાવી-ધમકાવીને વારંવાર તેનો રેપ કર્યો. દીકરી ગર્ભવતી થઈ તો જબરદસ્તી તેનો ગર્ભપાત કરાવી દીધો. એટલું જ નહીં, માએ દીકરીની સાથે થઈ રહેલી જબરદસ્તીનો વિરોધ કર્યો તો હેવાન પિતાએ લાકડીથી મારી-મારીને પગ તોડી નાખ્યા અને ઘરમાંથી કાઢી મૂકી. હિંમત ભેગી કરીને હવે રેપપીડિતાની માએ પતિ વિરુદ્ધ રેપનો મામલો નોંધાવ્યો છે. પોલીસ પિતાને પકડવા માટે ઘરે પહોંચી તો તે ફરાર થઈ ગયો. આરોપી પિતા બિહારનો રહેવાસી છે.

 

માએ ટોક્યો તો પગ તોડીને ઘરમાંથી કાઢી મૂકી 

 

પિતાની નીચ કરતૂતોની જાણ થવા પર માએ ટોકી તો પિતાએ લાકડીથી પગ તોડીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. આજ સુધી પગમાં પટ્ટો બંધાયેલો છે અને હસનપુરામાં પોતાને પિયર આવીને રહેવા લાગી છે. મહિલાના 8 બાળકો છે. ચાર બાળકો પતિની પાસે છોડ્યા અને ચાર પોતાની સાથે પિયર લઈને આવી. ત્યારે રેપની શિકાર દીકરીને જબરદસ્તી પતિએ પોતાની પાસે રોકી લીધી હતી. 

 

માસૂમને જંગલ લઈ જઈને આચરી ક્રૂરતા

 

- પોલીસના જણાવ્યા પ્રમાણે, જમવારામગઢ રોડ સ્થતિ નાઈકી થડી વિસ્તારમાં રહેતી કિશોરી પિતાની ચુંગાલમાંથી છૂટીને પિયરમાં રહેતી મા પાસે પહોંચી.

- પીડિતાના જણાવ્યા પ્રમાણે, પિતા ભાડાના મકાન જોવાના બહાને જંગલમાં લઈ જઈને અથવા તો પછી ઘરે ચા અને દૂધ ગરમ કરવાના બહાને રસોડામાં બોલાવીને રેપ કરતો હતો. કોઇને જણાવવા પર મારી નાખવાની ધમકી આપતો હતો. હું પિતાની કરતૂતોથી પરેશાન થઈને મા પાસે આવી ગઈ. 
- કિશોરીની મા દીકરીની સામાજિક કાર્યકર્તા શબાના ખાન, જ્યોતિ નાયર સહિત અન્ય લોકોની સાથે સોમવારે સાંજે સોડાલા પોલીસ સ્ટેશન પહોંચી. અહીંયાથી તે લોકોને બડી ચોપડ સ્થિત મહિલા પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા. મહિલા પોલીસ સ્ટેશને ચાઈલ્ડ લાઈન હેલ્પલાઈન નંબર આપ્યો અને વાત કરવા માટે કહ્યું. ચાઈલ્ડ લાઈન પર વાત કરવા પર ગવર્મેન્ટ હોસ્ટલની પાસે મળવા માટે કહ્યું. ત્યાં પહોંચ્યા તો દીકરીને પોતાની સાથે ગાંધીનગર બાલિકાગૃહ લઈ ગયા.