Home » National News » Desh » જબલપુરનો સની રજક આઇઆઇએમ અમદાવાદ માટે સિલેક્ટ | Father is 10th fail mother never went to school Son Selected for IIM Ahmedabad

પિતા દસમું ફેઇલ, મા શાળાએ જ નથી ગઇ , દીકરો IIM અમદાવાદ માટે થયો સિલેક્ટ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:55 PM

પિતાએ હંમેશાં સપનું જોયું હતું કે દીકરાને દસમા ધોરણ સુધી ભણાવવો છે, પણ દીકરો પહોંચી ગયો IIM સુધી

 • જબલપુરનો સની રજક આઇઆઇએમ અમદાવાદ માટે સિલેક્ટ | Father is 10th fail mother never went to school Son Selected for IIM Ahmedabad
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  જબલપુરની સની રજકનું અમદાવાદ IIM માટે થયું સિલેક્શન. (ફેસબુક પ્રોફાઇલ પરથી લીધેલ ફોટો)

  જબલપુર: પપ્પા છે દસમું ધોરણ ફેઇલ અને માતા તો ક્યારેય સ્કૂલે જ નથી ગઇ, પરંતુ આ મા-બાપનો દીકરો સની રજક દેશની ટોચની કોલેજમાં શિક્ષણ લઇ રહ્યો છે. પિતાએ હંમેશાં સપનું જોયું હતું કે દીકરાને દસમા ધોરણ સુધી ભણાવવો છે, પરંતુ કદાચ દીકરાના નસીબમાં તેનાથી પણ વધુ ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવાનું લખ્યું હતું. આ જ કારણ છે કે આજે તેમનો દીકરો ટ્રિપલ આઇટીડીએમથી એન્જિનિયરિંગ કરી રહ્યો છે અને કેટ (CAT)ની પરીક્ષામાં દેશમાંથી ચૂંટાયેલા કુલ 300 વિદ્યાર્થીઓમાં તે પણ સામેલ છે. IIM બેંગલુરૂ અને અમદાવાદ માટે સિલેક્ટ થયેલા સનીએ પોતાની અત્યાર સુધીની જર્નીને બધા સાથે શેર કરી છે. સનીએ જણાવ્યું કે કેવી પારિવારિક સમસ્યાઓમાંથી નીકળીને તેણે ઉચ્ચ શિક્ષણ મેળવવાની લાયકાત કેળવી.

  દસમા ધોરણમાં સ્કૂલમાં 93.6% સાથે કર્યું ટોપ

  - સનીના પિતા રાજેશ રજક અને માતા પરમીલા દેવી જમશેદપુરમાં એક નાનકડી લોન્ડ્રી ચલાવે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. સનીના પિતા દસમું ફેઇલ છે અને માતા ક્યારેય શાળાએ ગઇ નથી.

  - સનીએ જણાવ્યું કે પપ્પા મને ફક્ત દસમા ધોરણ સુધી ભણાવવાનું સપનું જોતા હતા, પરંતુ દસમા ધોરણમાં મેં 93.6% હાંસલ કરીને સ્કૂલમાં ટોપ કર્યું, તો મને 11મા અને 12મા ધોરણમાં સ્કોલરશિપ મળી, જેનાથી મારું સ્કૂલનું શિક્ષણ પૂરું થઇ ગયું.
  - JE મેન્સમાં સનીનો ઓલ ઇન્ડિયા રેન્ક 10 હજારની અંદર હતો, જેના કારણે તેને ટ્રિપલ આઇટીડીએમમાં પ્રવેશ મળી ગયો.
  - અહીંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહેલા સનીનું આ છેલ્લું સેમેસ્ટર ચાલી રહ્યું છે.

  IIM બેંગલુરૂ અને IIM અમદાવાદ માટે થયું સિલેક્શન

  - સનીએ દોઢ વર્ષની તૈયારી પછી CATની પરીક્ષા આપી. આ પરીક્ષામાં 2 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ આખા દેશમાંથી પરીક્ષા આપવા બેઠા હતા, જેમાંથી 300 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા. તેમાં સની પણ સામેલ છે.

  - સની IIM બેંગલુરૂ અને IIM અમદાવાદ માટે સિલેક્ટ થઇ ચૂક્યો છે. સનીએ પોતાની સફળતાનો શ્રેય ટાઇમ કોચિંગ તેમજ અભિષેક અગ્રવાલને આપ્યો છે.

  આગળની સ્લાઇડમાં વાંચો, માતા-પિતાને આપવી છે કામમાંથી નિરાંત

 • જબલપુરનો સની રજક આઇઆઇએમ અમદાવાદ માટે સિલેક્ટ | Father is 10th fail mother never went to school Son Selected for IIM Ahmedabad
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સનીએ દસમા ધોરણમાં 93.6% હાંસલ કરીને સ્કૂલમાં ટોપ કર્યું હતું. (ફેસબુક પ્રોફાઇલ પરથી લીધેલ ફોટો)

  માતા-પિતાને આપવી છે કામમાંથી નિરાંત

   

  - સનીએ જણાવ્યું કે મારા માતા-પિતાએ બહુ કપરો સમય જોયો છે. જ્યારે હું મારું પોતાનું કોઇ કામ શરૂ કરીશ અથવા જ્યારે મને જોબ મળી જશે ત્યારે હું મારા માતા-પિતાને તેમની જોબમાંથી ફ્રી કરી દઇશ.

  - માતા-પિતાની લાઇફને સારી બનાવવી એ જ હવે મારું સપનું છે. સનીની નાની બહેન નેહાકુમારી બી.કોમ. કરી રહી છે. 
  - એન્જિનિયરિંગ પછી એમબીએ માર્કેટિંગ અને કન્સલ્ટન્સી કરીને પોતાનું અલગ કામ કરવા માંગે છે. સની એનએસએસ સાથે પણ જોડાયેલા છે, જેનાથી તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. 

 • જબલપુરનો સની રજક આઇઆઇએમ અમદાવાદ માટે સિલેક્ટ | Father is 10th fail mother never went to school Son Selected for IIM Ahmedabad
  JE મેન્સમાં સનીનો ઓલ ઇન્ડિયા રેન્ક 10 હજારની અંદર હતો, જેના કારણે તેને ટ્રિપલ આઇટીડીએમમાં પ્રવેશ મળી ગયો. (ફેસબુક પ્રોફાઇલ પરથી લીધેલ ફોટો)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ