Home » National News » Desh » Father did everything to save daughter from Plastic Anemia Disease in Kota

દીકરીના ઇલાજ માટે ઘર સુદ્ધાં રાખ્યું ગિરવે, અઢી વર્ષે સફળ થઇ પિતાની મહેનત

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 02:46 PM

પ્લાસ્ટિક એનિમિયા (એવી બીમારી જેમાં દર્દીમાં લોહી નથી બનતું)ની શિકાર અનિતાને 24મેના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી

 • Father did everything to save daughter from Plastic Anemia Disease in Kota

  કોટા: દિલ્હી એઇમ્સમાંથી ઇલાજ કરાવીને દીકરી અનિતા પ્રજાપતિ (20) કોટા પાછી ફરી ચૂકી છે. પ્લાસ્ટિક એનિમિયા (એવી બીમારી જેમાં દર્દીમાં લોહી નથી બનતું)ની શિકાર અનિતાને 24મેના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી શનિવારે તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. એઇમ્સના હિમેટોલોદી વિભાગના ડોક્ટરોએ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની જગ્યાએ તેને એક એવી થેરાપી આપી છે, જેનાથી તેનામાં ફરીથી લોહી બનવાની પ્રક્રિયા શરૂ થશે.

  10 દિવસમાં આશરે 5 લાખ રૂપિયાના લાગ્યા 39 ઇન્જેક્શન્સ

  - આ થેરાપી હેઠળ એન્ટિ થાયમોસાઈડ ગ્લોબિલિન ઇન્જેક્શન (એટીજીએમ) લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હતી તે દરમિયાન 10 દિવસમાં તેને આ 39 ઇન્જેક્શન્સ લગાવવામાં આવ્યા, જેની કિંમત 5 લાખ રૂપિયા છે.

  - લોહી ન બનવાના બે કારણો હોય છે- એક તો એ કે બોનમેરો લોહીની કોષિકાઓ જ નથી બનાવતા અને બીજું એ કે લોહીની કોષિકાઓ બને તો છે પરંતુ એન્ટિ બોડી તેને નષ્ટ કરી દે છે.
  - આ થેરાપીથી તે એન્ટિ બોડી ખતમ થઇ જાય છે અને લોહી બનવું શરૂ થઇ જાય છે. હવે અનિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, આ થેરાપીના પરિણામ માટે 2-3 મહિના રાહ જોવી પડશે.

  સરકારી મદદ તેમજ શહેરવાસીઓના સહયોગથી થયો ઇલાજ

  - 'અઢી વર્ષમાં પહેલીવાર શાંતિથી ઊંઘ્યો. ખૂબ હસ્યો અને પેટભરીને જમ્યો.' આટલું કહીને અનિતાના પિતા પ્રહલાદ પ્રજાપતિની આંખો ખુશીથી છલકાઇ ઉઠી.

  - પોતાની દીકરીની જીંદગી બચાવવા માટે પ્રહલાદે શું-શું નથી કર્યું? તેમના આ સંઘર્ષની શરૂઆત જાન્યુઆરી, 2016થી થઇ.
  - જેડીબી કોલેજમાં ભણવા ગઇ ત્યારે અનિતાના પેટમાં દુઃખાવો શરૂ થયો, તેને એક ખાનગી હોસ્પિટલ લઇને ગયા, ત્યાંથી જયપુર રિફર કરી અને તપાસ થઇ તો જાણ થઇ કે તેને પ્લાસ્ટિક એનિમિયા છે.
  - ડોક્ટરોએ જણાવ્યું કે ઇલાજમાં લાખો રૂપિયા જોઇએ. તે સમયે પિતાની પાસે તમામ જમાપૂંજી મળીને એક લાખ રૂપિયા હતા, જે ત્યાં જ ખર્ચાઇ ગયા. કોટા પાછા ફર્યા અને નિરાશ થઇને બેસવાની જગ્યાએ નેતાઓ, ઓફિસરો, સમાજસેવિકાઓના ચક્કર લગાવવા શરૂ કરી દીધા.
  - દીકરીના ઇલાજમાં પોતાનું મકાન ગિરવે મૂકી દીધું. વીજળીનું બિલ એટલું ચડ્યું કે કનેક્શન કપાઇ ગયું. કોટાથી જયપુર અને દિલ્હીના ડઝન ચક્કર લગાવ્યા. આ દરમિયાન સ્ટોન ફેક્ટરીની નોકરી પણ છૂટી ગઇ.
  - વારંવાર અનિતાને બ્લડ તેમજ એસડીપી ચડાવવાની જરૂર પડતી હતી, તેમાં આખા શહેરના રક્તદાતાઓએ સહયોગ આપ્યો. આર્થિક મદદમાં પણ કોટાવાસીઓએ કોઇ કસર નહોતી છોડી.
  - દિલ્હીમાં વારંવાર જવાનો ફાયદો એ થયો કે ભારત સરકારે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના હેઠળ અનિતાના ઇલાજ માટે 7 લાખ રૂપિયા સ્વીકારી લીધા.
  - આ જ પૈસાથી એઇમ્સમાં ઇલાજ શક્ય બન્યો. હવે પિતાને આશા છે કે દીકરી ફરીથી સામાન્ય જીંદગી જીવી શકશે.

  ભાસ્કરે ઉઠાવ્યો અવાજ, શહેરે માની પોતાની દીકરી

  - ભાસ્કરે અનિતાનો મુદ્દો દરેક વખતે ઉઠાવ્યો. પિતાએ જ્યારે પણ આર્થિક મદદની જરૂરિયાત અનુભવી, ભાસ્કરે શહેરવાસીઓની મદદ માંગી. તેની અસર એ થઇ કે અનંતપુરાની અનિતા કોટાની દીકરી બની ગઇ.

  - તેને અત્યાર સુધી 300 યુનિટથી વધુ બ્લડ તેમજ એસડીપી ચડી ચૂકી છે. ક્યારેય રક્તદાતાની અછત નથી આવી. એટલે સુધી કે દિલ્હી જઇને દાખલ થયા તો ત્યાં પણ કોટાથી 3 રક્તદાતા પહોંચી ગયા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ