ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Fathe beat daughter she was afraid and jumped from roof of 2 storey house in Alvar

  પિતાએ મારી તો બે માળના મકાનની અગાસી પરથી કૂદી ગઇ દીકરી, વીડિયો વાયરલ

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 02:47 PM IST

  પિતાએ કરેલી ક્રૂરતાપૂર્વકની મારપીટથી ગભરાયેલી 12 વર્ષની દીકરી બે માળના મકાનની અગાસી પરથી નીચે કૂદી ગઇ
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીને મારી રહેલો બાપ.

   નીમરાના (અલવર/રાજસ્થાન): કસ્બાના વિજયબાગમાં પિતાએ કરેલી ક્રૂરતાપૂર્વકની મારપીટથી ગભરાયેલી 12 વર્ષની દીકરી બે માળના મકાનની અગાસી પરથી નીચે કૂદી ગઇ. ઘાયલ હાલતમાં તેને નીમરાનાની સચખંડ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેના બંને પગમાં ફ્રેક્ચર થયું છે. કરોડરજ્જુના હાડકું પણ તૂટી ગયું છે. ગંભીર હાલતમાં તેને જયપુર રિફર કરવામાં આવી છે. છોકરી અગાસી પર કોઇ યુવક સાથે વાત કરી રહી હતી. પિતાને આ વાતની જાણ થઇ તો તેમણે અગાસી પર જ તેને મારવાનું શરૂ કરી દીધું. તે રડતી-રડતી ભાગી અને અગાસી પરથી નીચે કૂદી ગઇ. આ ઘટનાક્રમ પાડોશની અગાસી પરથી વીડિયો બનાવી રહેલા યુવકના મોબાઇલમાં રેકોર્ડ થઇ ગયો. તેણે આ વીડિયોને વાયરલ પણ કરી દીધો.

   બિહારનો રહેવાસી છે છોકરીનો પરિવાર

   છોકરીનો પરિવાર બિહારનો રહેવાસી છે. માતા-પિતા બંને ઔદ્યોગિક કંપનીઓમાં નોકરી કરે છે. બે-ત્રણ વર્ષથી નીમરાનામાં ભાડાના મકાનમાં રહે છે. પોલીસે પિતાને અટકાયતમાં લઇને પૂછપરછ કરી અને રાતે છોડી મૂક્યો. મહત્વની વાત એ રહી કે ઘટના દરમિયાન પોલીસને સૂચના આપવા માટે લોકોએ પોલીસ સ્ટેશને ફોન કર્યો, ત્યાં લેન્ડલાઇન નંબર બંધ હતો. મીડિયાકર્મીઓએ નીમરાનાના એએસપી હિમાંશુનો સંપર્ક કર્યો તો કોલનો જવાબ ન આવ્યો. ઘટનાના ત્રણ કલાક પછી એએસપી સચખંડ હોસ્પિટલ પહોંચ્યા. જ્યારે ઘટનાસ્થળ તેમના કાર્યાલયથી દોઢ કિમી અને હોસ્પિટલ એક કિમી દૂર છે.

   મારપીટનો વીડિયો બનાવી રહ્યો હતો બાજુનો યુવક

   અગાસી પર જ્યારે સંતોષ દીકરીને બેરહેમીથી મારી રહ્યો હતો તો ત્યારે ઘણા પાડોશીઓ ત્યાં ભેગા થઇ ગયા. એક યુવક મારપીટનો વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન છોકરી દોડીને અગાસીમાંથી નીચે કૂદી ગઇ. આ આખો ઘટનાક્રમ વીડિયોમાં કેદ થઇ ગયો. ત્યારબાદ યુવકે આ વીડિયો સોશિયલ મીડિયામાં નાખી દીધો. જેના પર ઘણા લોકોએ આપત્તિજનક કોમેન્ટ્સ પણ કરી છે.

   પોલીસ બોલી- છોકરીએ ડરને કારમે અગાસી પરથી કૂદી જવાની વાત કહી

   નીમરાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે જાણકારી મળવા પર સચખંડ હોસ્પિટલમાં દાખલ થયેલી છોકરીનું નિવેદન લીધું. તેણે જણાવ્યું કે તે અગાસી પર બેસીને તેના મોબાઇલથી પાડોશના યુવક સાથે વાત કરી રહી હતી. મારા પપ્પાને તે વાતની જાણ થઇ ગઇ અને તેનાથી હું ડરી ગઇ અને અગાસી પરથી નીચે કૂદી ગઇ. જે વીડિયો વાયરલ થયો છે તે જોઇને જે પણ કાર્યવાહી થતી હશે, તે કરવામાં આવશે.

   આગળની સ્લાઇડમાં વાંચો, પાડોશીઓએ પહોંચાડી હોસ્પિટલ

  • મારપીટ પછી અગાસી પરથી કૂદી રહેલી દીકરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મારપીટ પછી અગાસી પરથી કૂદી રહેલી દીકરી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Fathe beat daughter she was afraid and jumped from roof of 2 storey house in Alvar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top