Home » National News » Desh » કમાણીનો 10 ટકા લોકોની મદદ માટે બચત કરે છે આ દંપતિ | Husband and wife deposit 10 percent from their earnings to help people in Haryana

પતિ ચલાવે છે રિક્ષા, પત્ની વેચે છે ચા; કમાણીનો 10 ટકા જમા કરીને શરૂ કર્યું આ કામ

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 04:54 PM

આ દંપતિ જરૂરિયાતમંદોને 500 રૂપિયા સુધીની રકમ તાત્કાલિક ઉધાર આપે છે અને તે પણ કોઈ શરત વગર.

 • કમાણીનો 10 ટકા લોકોની મદદ માટે બચત કરે છે આ દંપતિ | Husband and wife deposit 10 percent from their earnings to help people in Haryana
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  માણસાઈ પર વિશ્વાસ બેસે તે જ તેનો ઉદ્દેશ્ય છે- સુભાષ

  ફતેહાબાદઃ જ્યાં બીજાના દુઃખ દર્દ માટે કોઈ પાસે સમય નથી અને બીજાની પીડા કોઈ સમજી શકતું નથી, એવામાં એક રિક્ષા ચાલક માણસાઈની એક અનોખી બેંક ચલાવી રહ્યાં છે. હરિયાણાની ફતેહાબાદમાં રિક્ષા ચાલક સુભાષ અને ચાની દુકાન ચલાવનારી તેની પત્ની સુમન માણસાઈનું એક અનોખું ઉદાહરણ રજૂ કરી રહ્યાં છે. આ દંપતિ જરૂરિયાતમંદોને 500 રૂપિયા સુધીની રકમ તાત્કાલિક ઉધાર આપે છે અને તે પણ કોઈ શરત વગર. આ નાની અમથી રકમ કેટલાંક લોકો માટે જીવનરક્ષક સાબિત થયા છે તો કેટલાંક માટે જીવન જીવવાની આશા.

  માણસાઈની બેંક તમારી સાથે છે, નિરાશ ન થાવ


  - સુભાષ માત્ર ચાર ધોરણ ભણેલો છે, જ્યારે તેની પત્ની સુમન પણ ખાસ ભણેલી ગણેલી નથી. પરંતુ તેમના વિચાર ભણેલા ગણેલાને પણ માણસાઈના પાઠ ભણાવે છે.
  - ફતેહગઢ જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિલોમીટર દૂર એક નાનકડું ગામ છે ભૂના. ગામની ભાગોળે શહીદ ભગત સિંહ પાર્ક છે. જ્યાં આવેલા એક મોટા ઝાડની નીચે સુમન પોતાની ચાની દુકાન લગાવે છે.
  - થોડીક ઈંટો જોડીને અડધીપડધી દીવાલ અને પાઈપના સહારે પતરાનું છાપરું બનાવ્યું છે. જેમાં લોખંડની એક જાળીનું બનાવેલું એક કાઉન્ટર પણ છે. જેની ઉપર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે, માણસાઈની બેંક. નિરાશ ન થાવ માણસાઈની બેંક તમારી સાથે છે.

  ખંડેર જેવી દુકાન પર બોર્ડ માર્યું જેમાં લખ્યું છે...


  - ઈમરજન્સીમાં 500 રૂપિયા સુધી આર્થિક મદદ, 10 કિલોમીટર સુધી રિક્ષા તેમજ ફ્રી ચાની સુવિધા અહિં 24 કલાક ઉપલબ્ધ છે.
  - આ સેવા પોતાના હકની કમાણી ખાતા લોકો માટે છે. ભિખારીઓ માટે નહીં. આ સેવા લેનાર ઈચ્છે તો આ બેંકને એક વર્ષ સુધી પૈસા પરત કરી શકે છે.
  - આ ઉપરાંત લખાયું છે કે આ બેંક રિક્ષા ચાલકની જ છે, કોઈ સંસ્થા કે સરકારની નહીં. જગતમાં આવ્યાં છીએ જગત માટે, જગતમાં જીવીશું જગત માટે.

  આ દંપતિની ભાવનાને સલામ


  - આ બેંકમાં રોકડ સહાયની સાથે મજબૂર લોકોને રિક્ષામાં બેસાડીને 10 કિલોમીટર સુધી મફતા યાત્રાની સુવિધા પણ આપવામાં આવે છે.
  - આટલું જ નહીં જરૂરિયાતમંદોને 24 કલાક ફ્રી ચા પણ અપાય છે.
  - બાજુમાં જ વાળ કાપવાની દુકાન ચલાવતાં આત્મારામ કહે છે કે બંને પતિ-પત્ની આ રીતે લોકોને દિલથી મદદ કરે છે. ભરપૂર સેવા કરે છે.

  માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ


  - સુભાષે જણાવ્યું કે, "અફીણ વેચવાના એક ખોટા આરોપમાં હિસારની જેલમાં તેને 9 વર્ષ સુધી સજા ભોગવવી પડી. જેલથી બહાર આવ્યાં તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું."
  - સુભાષ રાત દિવસ રિક્ષા ચલાવે છે, જેનાથી 100-150 રૂપિયાની કમાણી થાય છે. લગભગ આટલી જ કમાણી સુમન ચા વેચીને કરે છે.
  - બંને પોતાની કમાણીના 10 ટકા દરરોજ ભેગાં કરે છે. અને આ રકમથી જરૂરિયાતમંદોને મદદ કરે છે.
  - મોટા ભાગના લોકો વ્હેલા મોડા ઉધારની રકમ પરત કરે છે, તો કેટલાંક પાછા નથી આપી શકતા.
  - સુભાષ કહે છે કે માણસાઈ પર વિશ્વાસ બેસે તે જ તેનો ઉદ્દેશ્ય છે. દરેક લોકોએ સમજવું જોઈએ કે જરૂરિયાતમંદોની મદદ કરે, તે જ માણસાઈનું ઉત્તમ ઉદાહરણ છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • કમાણીનો 10 ટકા લોકોની મદદ માટે બચત કરે છે આ દંપતિ | Husband and wife deposit 10 percent from their earnings to help people in Haryana
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ચાની દુકાન પર ઈન્સાનિયત બેંકનું બોર્ડ મારી જરૂરિયાતમંદોને મદદ કરે છે
 • કમાણીનો 10 ટકા લોકોની મદદ માટે બચત કરે છે આ દંપતિ | Husband and wife deposit 10 percent from their earnings to help people in Haryana
  સુભાષ માત્ર ચાર ધોરણ ભણેલો છે, જ્યારે તેની પત્ની સુમન પણ ખાસ ભણેલી ગણેલી નથી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ