Home » National News » Desh » Farmer committed suicide when he realised that 25 lakh rs fraud happened to him

4 વર્ષે જાણ થઇ કે છેતરાયો તો લગાવી ફાંસી, 2 પેજની સુસાઇડ નોટમાં વર્ણવી વ્યથા

Divyabhaskar.com | Updated - May 30, 2018, 01:12 PM

25 લાખ રૂપિયાની છેતરપિંડીથી આઘાત પામેલા એક ખેડૂતો ગઇકાલે રાતે આત્મહત્યા કરી લીધી

 • Farmer committed suicide when he realised that 25 lakh rs fraud happened to him
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  25 લાખ રૂપિયા જમા કરી ચૂકેલા ખેડૂતની હિંમતે જવાબ દઇ દીધો.

  રાજનાંદગાંવ (છત્તીસગઢ): 25 લાખ રૂપિયાની છેતરપિંડીથી આઘાત પામેલા એક ખેડૂતો ગઇકાલે રાતે આત્મહત્યા કરી લીધી. દિલ્હીથી ફોનકોલ પર થઇ રહેલી આખી છેતરપિંડીમાં સાત લોકો સામેલ હતા. આ સિલસિલો 4 વર્ષ ચાલ્યો જેમાં અડધો ડઝન ઇન્શ્યોરન્સ કંપનીમાં પૈસા રોકવાના નામ પર રકમ જમા કરાવી રહ્યા હતા.

  ચાર વર્ષ સુધીમાં જમા કર્યા 25 લાખ, એક રૂપિયો પાછો ન મળ્યો

  - ફોન કરનારે જણાવેલી સ્કીમ પર 4 વર્ષ પહેલા નેતરામે 15 લાખ રૂપિયા જમા કર્યા. ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિએ તેને બમણો નફો અપાવવાના નામ પર વધુ રકમ જમા કરવાની વાત કરી.

  - લાલચમાં નેતરામે 10 લાખ રૂપિયાની લોન પણ લીધી અને જણાવેલા ખાતા નંબરોમાં રકમ જમા કરી દીધી. પરંતુ, ચાર વર્ષ વીતી ગયા પછી પણ નેતરામને કશુંપણ પાછું ન મળ્યું. તે પછી તે ફોન કરનારને સતત રૂપિયા પાછા આપી દેવાની વાત કરતો રહ્યો.
  - અઠવાડિયા પહેલા નેતરામે ફરી તેણે જમા કરેલી રકમ પાછા આપવાની આજીજી કરી ત્યારે અલગ-અલગ સાત લોકોએ જાતને ઓફિસર જણાવીને કેટલાક દસ્તાવેજો તૈયાર કરવા માટે દોઢ લાખ રૂપિયાની માંગ કરી.
  - 25 લાખ રૂપિયા જમા કરી ચૂકેલા ખેડૂતની હિંમતે જવાબ દઇ દીધો. તે દોઢ લાખ રૂપિયા ભેગા ન કરી શક્યો તો તે તમામ ફોન નંબર બંધ થઇ ગયા, જેમના કહેવા પર તે રૂપિયા જમા કરતો હતો.
  - ફોન નંબર બંધ થયા બાદ છેતરપિંડની પુષ્ટિ થઇ ગઇ અને ખેડૂતે તેની જાણકારી કોઇને પણ આપ્યા વગર ફાંસી લગાવી લીધી.

  બે પેજની સુસાઇડ નોટ પર સાત જવાબદાર લોકોના નામ

  - નેતરામે પોતાની સુસાઇડ નોટમાં સંબંધીઓ તેમજ બજારમાંથી 10 લાખ રૂપિયા સુધીની લોન લેવાની જાણકારી આપી. આ ઉપરાંત સોસાયટીમાં પણ ફસલના અવેજમાં તેનું દેવું છે.

  - નેતરામે રવિવારની રાતે ઘરેથી નીકળીને ઝાડ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી. આ પહેલા તેણે 2 પેજની સુસાઇડ નોટ લખી છે.
  - તેમાં સાત ઠગોના નામ, તેમના દિલ્હીના એડ્રેસ સહિત તે ખાતા નંબરોની જાણકારી પણ આપી છે જેમાં તેણે રૂપિયા જમા કરાવ્યા હતા.
  - આ ઉપરાંત, જે અડધો ડઝન ઇન્શ્યોરન્સ કંપનીઓમાં નાણા રોકવાના નામ પર છેતરપિંડી કરવામાં આવી છે તેમનો પણ ઉલ્લેખ છે. જોકે, પોલીસે તપાસનો હવાલો આપીને નામનો ખુલાસો હાલ કર્યો નથી.

  આખા વર્ષમાં આવી છેતરપિંડીના 250થી વધુ મામલાઓ સામે આવ્યા

  - ફોનકોલ અને ઓનલાઇન છેતરપિંડીના મામલાઓ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે આ પ્રકારના 250 મામલાઓ આખા જિલ્લામાં નોંધાઇ ચૂક્યા છે.

  - તમામમાં ફોન કરનાર વ્યક્તિએ રકમને બમણી કરી આપવી, નોકરી આપવી અને શેરબજારમાં પૈસા લગાવવાના નામ પર છેતરપિંડી કરી છે.
  - પોલીસે આવા મામલાઓથી લોકોને બચાવવા માટે જાગરૂકતા અભિયાન પણ ચલાવ્યું. તેમ છતાંપણ લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર થઇ રહ્યા છે.

  પોતાની ડિટેઇલ્સ કોઇપણ વેબસાઇટ પર અપલોડ ન કરો

  - ઓનલાઇન અથવા તો ફોન કોલથી ઠગતા લોકોએ મોટી સંખ્યામાં બેરોજગારોને પણ શિકાર બનાવ્યા છે. આ છેતરપિંડી માટે ખાનગી વેબસાઇટ્સના માધ્યમથી વિગતો મેળવવામાં આવે છે.

  - ઘણીવાર નોકરીની લાલચમાં કોઇપણ નકલી વેબસાઇટમાં પણ યુવાનો પોતાની વિગતો અપલોડ કરી નાખે છે. તેમાં આપવામાં આવેલી જાણકારી ઠગો માટે ફાયદાકારક સાબિત થાય છે.

  તમે એલર્ટ રહો, લલચામણી સ્કીમો પાછળ ન ભાગો

  - કોઇપણ ફોનકોલ પર પોતાની બેંક અથવા અન્ય વ્યક્તિગત જાણકારી શેર ન કરો.

  - ફોનકોલ પર મળતી લલચામણી સ્કીમો પર ભરોસો ન કરો.
  - લકી ડ્રૉ અથવા રકમ લગાવવા પર પૈસા બમણા થવાની વાતોમાં ન ફસાઓ.
  - આવા કોલ વારંવાર આવો તો તાત્કાલિક પોલીસને જાણ કરો.
  - ક્યાંય પણ પૈસા રોકતા પહેલા સંપૂર્ણપણે સંબંધિત કંપનીની યોગ્યતા ચકાસી લો.

 • Farmer committed suicide when he realised that 25 lakh rs fraud happened to him
  પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ