ઝારખંડઃ એક જ પરિવારના 6 લોકોના મૃતદેહ મળ્યાં, હત્યા કે આત્મહત્યા?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હઝારીબાગ (ઝારખંડ):  ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં દિલ્હીના બુરાડી કેસ જેવી જ ઘટના સામે આવી છે. રવિવારે સવારે એક જ પરિવારના 6 સભ્યોના મૃતદેહ સંદિગ્ધ હાલતમાં મળી આવ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર દેવાં હેઠળ દબાયેલો હતો અને ઘણો જ પરેશાન હતો. મૃતકમાં બે પુરૂષ, બે મહિલાઓ અને બે બાળકો સામેલ છે. ઘરમાંથી ત્રણ કવર પણ મળ્યાં છે જેના પર તણાવ અને બદનામીના ડરથી જીવ ટૂંકાવ્યું હોવાની વાત લખી છે. હઝારીબાગના સદર પોલીસ સ્ટેશનના ખનાજચી તળાવ પાસે સ્થિત એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાં 6 લોકોનાં મોતથી હાહાકાર થઈ ગયો છે. આ હત્યા છે કે આત્મહત્યા તેની હજુ સુધી પુષ્ટી થઈ નથી.

 

 

એક જ પરિવારનાં 6 લોકોનાં મોત

 

મૃતકની ઓળખ મહાવીર મહેશ્વરી (70), તેમની પત્ની કિરણ દેવી (65), પુત્ર નરેશ અગ્રવાલ (40) તેમની પત્ની પ્રીતિ અગ્રવાલ (38), નરેશનો પુત્ર અમન (10) અને પુત્રી અન્વી (8) તરીકે થઈ છે. 

 

- મહાવીર અને તેમની પત્નીનો મૃતદેહ રૂમમાંથી ફાંસીના માંચડે ટીંગાયેલો મળ્યો. તો પુત્રવધૂનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. અન્વીને ઝેર આપ્યું હોવાની શંકા છે. જ્યારે અમનનું ગળું કાપીને હત્યા કરાઈ છે. 
- નરેશનું શબ એપાર્ટમેન્ટમાં નીચેથી મળ્યું છે. જો કે આટલી ઊંચાઈથી પડવા છતાં તેની લાશ પાસેથી લોહી મળ્યું ન હતું. એવામાં પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એન્ગલથી તપાસ કરી રહી છે.

 

વાંચોઃ બુરાડી ડેથ મિસ્ટ્રી: હવે ખૂલ્યું '5 આત્માઓ'નું રહસ્ય, 'બીડી બાબા'નું કેરેક્ટર પણ આવ્યું સામે

 

નરેશ ડિપ્રેશનમાં હતો, ઈલાજ ચાલી રહ્યો હતો


- પોલીસના જણાવ્યા મુજબ મહાવીરનો આ પરિવાર ઘણાં વર્ષોથી હઝારીબાગમાં રહેતો હતો. અહીં સીડીએમ એપાર્ટમેન્ટના ત્રીજા માળે તેમનો ફ્લેટ છે. તેમના પુત્ર નરેશનો હઝારીબાગમાં ડ્રાઈફ્રુટ્સનો વેપાર કરતા હતા. નરેશ ઘણાં જ ડિપ્રેશનમાં હતા. તેમના કાકાના ભાઈ દેવેશ અગ્રવાલે જણાવ્યું કે તેમનો રાંચીમાં ઈલાજ ચાલી રહ્યો હતો. લગભગ બે મહિના પહેલાં આખો પરિવાર તીર્થયાત્રા પર ગયો હતો. 

 

50 લાખ માર્કેટમાં ફસાયા હતા


- રવિવારે સવારે એપાર્ટમેન્ટમાં નીચે નરેશનો મૃતદેહ મળ્યો તો લોકો ભાગીને તેમના ફ્લેટમાં પહોંચ્યા. દરવાજો ખુલ્લો જ હ તો. અંદર જતાં પાંચ મૃતદેહ વધુ જોવા મળ્યાં. દેવેશે જણાવ્યું કે નરેશના લગભગ 50 લાખ રૂપિયા માર્કેટમાં ફસાયા હતા, જે પરત મળી રહ્યાં ન હતા. તેથી તેના પર ઘણું જ દેવું વધી ગયું હતું. 

ગણિતના ફોર્મૂલાની જેમ લખી સુસાઈડ નોટ

 

 

- પોલીસને એપાર્ટમેન્ટના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી છે. બ્રાઉન કવરમાં લાલ શાહીથી લખ્યું છે કે, "અમનને લટકાવી શકતા ન હતા એટલે તેની હત્યા કરવામાં આવી છે."

- સુસાઈડ નોટમાં નીચે બ્લૂ શાહીથી મોટા અક્ષરોમાં સુસાઈટ નોટ લખ્યું છે અને તેની નીચે લખવામાં આવ્યું છે, "બીમારી+દુકાન બંધ+દુકાનદારોના દેવાં+બદનામી+કરજ= તણાવ (ટેન્શન)= મોત."

 

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો