ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» નકલી ઈન્સપેક્ટર બની લોકોને છેતરતાં હતા| Fake sub inspector of MP police arrested for thuggery from UP

  નકલી ઈન્સપેક્ટર બનીને કરી સગાઈ, જમીનમાં દાટેલા ધનની લાલચ આપી લોકોને બનાવતો ઉલ્લુ

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 01:49 PM IST

  લગ્નના 10 દિવસ પહેલાં ખુલી ગઈ નકલી ઈન્સપેક્ટરની પોલ, રૂ. 18 લાખ દહેજ પણ ગયું
  • જયપાલ બન્યો નકલી ઈન્સપેક્ટર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપાલ બન્યો નકલી ઈન્સપેક્ટર

   ઝાંસી: ઉત્તર પ્રદેશ પોલીસે ઝાંસીમાંથી MP પોલીસનો ડ્રેસ પહેરેલા એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ત્યારપછી તે વ્યક્તિએ જે ખુલાસા કર્યા તે સાંભળીને અસલી પોલીસને પણ હદ વગરનું આશ્ચર્ય થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ પોતાની જાતને મધ્ય પ્રદેશનો પોલીસ ઈન્સપેક્ટર કહેતો હતો અને જમીનમાં દાટેલા ધનની લાલચ આપીને સીદા-સાદા લોકોને છેતરતો હતો.

   આટલું જ નહીં, આ વ્યક્તિએ નકલી ઈન્સપેક્ટર બનીને ઝાંસીમાં એક એન્જિનિયરની દીકરી સાથે સગાઈ પણ કરી હતી. 10 દિવસ પછી જ તેમના લગ્ન થવાના હતા. પરંતુ તે પહેલાં જ આ વ્યક્તિની બધી પોલ પકડાઈ ગઈ હતી. યુપી પોલીસે જણાવ્યું કે, ગુરુવારે ઝાંસીના સીપરી બજારમાંથી MP પોલીસનો ડ્રેસ પહેરેલા નકલી ઈન્સપેક્ટર અને સાથીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેની પાસેથી નકલી સોનાની 1337 લગડી, એક તમંચો- એક કારતૂસ, બે આધાર કાર્ડ, બે મોબાઈલ, એમપી પોલીસનું નકલી આઈ કાર્ડ અને ઈન્સપેક્ટરનો યુનિફોર્મ મળી આવ્યો છે.

   ઝાંસીના રિજનલ ઓફિસર જિતેનદ્ર પરિહારે જણાવ્યું કે, સિપરી બજાર પોલીસને બુધવારે રાતે અંદાજે 11.30 વાગે ખબરી પાસેથી માહિતી મલીહતી કે શિવાની તિરાહે પાસે મધ્ય પ્રદેશ પોલીસનો યુનિફોર્મ પહેરેલો એક શંકાસ્પદ માણસ તેના સાથી મિત્ર સાથે ફરી રહ્યો હતો.

   સિપરી પોલીસે તે બંનેને રોકી લીધા હતા. યુનિફોર્મ પહેરેલા વ્યક્તિએ પોતાની જાતને એમપી પોલીસનો ઈન્સપેક્ટર ગણાવ્યો હતો. પરંતુ જ્યારે પોલીસે કડક રીતે પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તે, એમપીના શિવપુર જિલ્લામાં રહેતો 23 વર્શનો જયપાલ સિંહ બઘેલ છે.

   બીજા યુવકે તેનું નામ સંતોશ કુશાવાહ જણાવ્યું હતું. પોલીસને બઘેલ પાસેથી મધ્ય પ્રદેશ પોલીસ ઈન્સપેક્ટરનો એક નકલી પરિપત્ર પણ મળ્યો છે. આરોપીઓએ જણાવ્યું કે, તેઓ લોકોને જમીનમાં દટાયેલા ધનની લાલચ આપીને તેમને નકલી સોનુ પકડાવી દેતા હતા. અત્યાર સુધી બંને ઓછામાં ઓછા ડઝન લોકોને ઉલ્લુ બનાવી ચૂક્યા છે.

   નકલી ઈન્સપેક્ટર બનેલા જયપાલે ઝાંસીના પ્રેમનગરમાં રહેતા રેલવેના જૂનિયર એન્જિનિયરની દીકરી સાથે સગાઈ કરી હતી. 21 જૂને તેમના લગ્ન થવાના હતા અને દહેજમાં તેને રૂ. 18 લાખ પણ મળવાના હતા. પરંતુ તે લગ્ન પહેલાં જ પકડાઈ ગયો હતો.

   આ પણ વાંચો: પત્નીએ રાતભર ઈન્સપેક્ટર પતિને કર્યા 35 ફોન, સવારે આ હાલતમાં મળી લાશ

  • જયપાલ સિંહ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપાલ સિંહ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નકલી ઈન્સપેક્ટર બની લોકોને છેતરતાં હતા| Fake sub inspector of MP police arrested for thuggery from UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `