ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Fake IAS demanded 4 crores worth dowry and other gifts from brides father at Agra

  નકલી 'IAS'એ રાખી ડિમાન્ડ, લગ્ન કરવા હોય તો આપવું પડશે 4 કરોડનું દહેજ

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 12:37 PM IST

  યુવક સાથે વાત કરવા પર તેણે કહ્યું હતું કે તે આઇએએસ છે અને દિલ્હીમાં OSD તરીકે પોસ્ટેડ છે
  • યુવકે લગ્ન કરવા માટે યુવતીના પિતા પાસેથી 4 કરોડ રૂપિયા દહેજ માંગ્યું હતું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવકે લગ્ન કરવા માટે યુવતીના પિતા પાસેથી 4 કરોડ રૂપિયા દહેજ માંગ્યું હતું.

   આગ્રા: મેટ્રિમોનિયલ વેબસાઇટ પર નકલી આઇએએસની પ્રોફાઇલ બનાવીને યુવતી સાથે સગાઇ કરવા આવેલા નકલી વ્યક્તિની પોલીસે રવિવારે ધરપકડ કરી લીધી. આરોપી સાથે તેના પિતા, કાકા અને ડ્રાઇવર પણ પકડાઇ ગયા છે. યુવકે લગ્ન કરવા માટે યુવતીના પિતા પાસેથી 4 કરોડ રૂપિયા દહેજ પણ માંગ્યું હતું.

   રાખી હતી શરત, 4 કરોડના લગ્ન કરવા પડશે

   - ન્યુ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશનગરના નિવાસી દીપેન્દ્ર સિંહ (નામ બદલેલ છે)એ દીકરી માટે ઓનલાઇન મેટ્રિમોનિયલ વેબસાઇટ પર સંબંધ શોધ્યો હતો. તેમણે ઘણી પ્રોફાઇલ ચેક કર્યા બાદ ગાઝીપુર રહેતા શિવગોવિંદના દીકરા મંજીત રાજનો સંબંધ ફાઇનલ કર્યો હતો.

   - યુવક સાથે વાત કરવા પર તેણે કહ્યું હતું કે તે આઇએએસ છે અને દિલ્હીમાં OSD તરીકે પોસ્ટેડ છે. મુલાકાતના સમયે પણ મંજીત નેમપ્લેટ લગાવેલી ઇનોવા ક્રિસ્ટા કાર લઇને આવ્યો હતો.
   - મંજીતે યુવતીના પિતાને 4 કરોડના લગ્ન કરવા માટે કહ્યું હતું, જેના પર આરોપીના પિતાએ હસતા-હસતા થોડું વધતું-ઓછું થઇ શકે એમ કહ્યું હતું.

   4 લાખ રોકડા અને જ્વેલરી લીધા હતા

   - યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું, "અમે સતત વરપક્ષના સંપર્કમાં હતા. તેમની વાતોથી શંકા થવા લાગી હતી કે યુવક ખોટું બોલી રહ્.યો છે, તે કોઇ આઇએએસ નથી. પરંતુ બદનામીના ડરથી અમે છેલ્લે સુધી ચૂપ રહ્યા."

   - "આ દરમિયાન યુવકે અમારી પાસેથી 4 લાખ રૂપિયા રોકડા અને તમામ જ્વેલરી સગાઇ પહેલા જ લઇ લીધી હતી. રવિવારે આરોપી દીકરી સાથે સગાઇ કરવા ઘરે આવ્યો તો અમે પોલીસને આ વાતની જાણ કરી દીધી."
   - "રવિવારે પોલીસે સ્થળ પરથી આરોપીની તેના પિતા શિવગોવિંદ, કાકા રામશંકર અને ડ્રાઇવર ધર્મેન્દ્ર સાથે ઇનોવા કાર, નેમપ્લેટ, દોઢ લાખના ઘરેણા અને અઢી લાખ રૂપિયાની કેશ સાથે ધરપકડ કરી લીધી."

   જેના માટે વેચી દીધી જમીન, તે છેડતીના મામલે જઇ ચૂક્યો છે જેલ

   - એસપી અભિષેક કુમારે જણાવ્યું, "આરોપી દિલ્હીમાં એએલએસ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટથી સિવિલ સર્વિસીઝનું કોચિંગ કરી રહ્યો હતો. ગાઝીપુરમાં છેડતીના મામલામાં 10 દિવસ જેલમાં પણ રહી ચૂક્યો છે. તેણે એફબી પર પોતાને આઇએએસ જણાવ્યો છે અને તેના આધારે રાજનેતાઓ અને ઓફિસરો સાથે દોસ્તી કરતો હતો. કન્યાપક્ષના લોકોને પણ વિશ્વાસ બેસી જાય એટલા માટે એફબી પ્રોફાઇલ બતાવી હતી. અમે આ કેસની વિસ્તારપૂર્વકની તપાસ કરી રહ્યા છીએ."

   - યુવતીના પિતાએ પોતાની તમામ સંપત્તિ વેચીને આશરે એક કરોડના દહેજની તૈયારી કરી હતી.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Fake IAS demanded 4 crores worth dowry and other gifts from brides father at Agra
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `