Jio ફોન-2 પર ફેસબુક-વોટ્સએપ વોઈસ કમાન્ડથી ચાલશે

આકાશ અને ઈશા અંબાણીએ જિયો ફોન 2 લોન્ચ કર્યો.
આકાશ અને ઈશા અંબાણીએ જિયો ફોન 2 લોન્ચ કર્યો.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) પૂરી થઈ ગઈ છે. આ એજીએમમાં આકાશ અને ઈશા અંબાણી દ્વારા જિયો ફોન-2 લોન્ચ કરવામાં આવ્યો છે.

divyabhaskar.com

Jul 05, 2018, 12:42 PM IST

મુંબઈ: દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) પૂરી થઈ ગઈ છે. આ એજીએમમાં આકાશ અને ઈશા અંબાણી દ્વારા જિયો ફોન-2 લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં સ્માર્ટ ફોનના ઘણાં ફિચર્સની સાથે એક ખાસ ફિચર એવું પણ છે કે, તેમાં ફેસબુક અને વોટ્સએપ વોઈસ કમાન્ડથી ચાલી શકશે. આ એજીએમમાં મુકેશ અંબાણી દ્વારા પણ અન્ય ઘણી નવી જાહેરાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે જિયોની લોન્ચિંગ પછી જેટલી પણ એન્યુઅલ જનરલ મીટિંગ કરવામાં આવી છે તેમાં ઘણી મહત્વની યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. મીટિંગના અંતમાં મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, જિયો અને રિટેલે 10 લાખથી વધારે લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે રોજગાર આપવામાં આવ્યો છે.

15 ઓગસ્ટથી માર્કેટમાં મળશે Jio Phone 2


- Jio Phone 2નું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. મુકેશ અંબાણીએ જાહેર કરેલી લોન્ચ ઓફર અંતર્ગત Jio Phone 2ની કિંમત રૂ. 2,999 રાખવામાં આવી છે.

Jio Phone 2ના ફિચર્સ

- Jio Phone 2માં હોરિઝોન્ટલ સ્ક્રીન વ્યૂઈંગનું ખાસ ફિચર્સ રાખવામા આવ્યું છે. તે ફૂલ ક્વેર્ટી કિપેડ સાથે આવે છે. નવો Jio Phone 2 ડ્યૂઅલ સિમને સપોર્ટ કરે છે. તેમાં એક લાઉડ મોનો સ્પીકર પણ છે.
- તેમાં 2.4 ઈંચ QVGA ડિસ્પલે છે. ફોનને પાવર આપવા માટે 2,000એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 512 એમબી રેમ અને 4 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે.
- સ્ટોરેજને એસડીકાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.
- ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર અને ફ્રન્ટમાં VGA કેમેરા પણ સામેલ છે.
- જિયોના આ ફોનમાં વીઓએલટીઈ અને વીઓવાઈ-ફાઈ એટલે કે વોઈસ ઓવર વાઈ-ફાઈની મજા પણ લઈ શકાશે. આ સિવાય ફોનમાં એફએમ, વાઈ-ફાઈ, જીપીએસ અને એનએફસી જેવા ફિચર્સ પણ સામેલ છે.

નવા જિયો ફોનમાં વોટ્સએપ, ફેસબુક અને યૂ-ટ્યુબ સહિત ગૂગલ એપ્સ પણ કામ કરશે. જોકે જૂના જિયો ફોનમાં પણ વોટ્સએપ, યૂ-ટ્યુબ અને ફેસબુકનો સપોર્ટ મળશે.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

X
આકાશ અને ઈશા અંબાણીએ જિયો ફોન 2 લોન્ચ કર્યો.આકાશ અને ઈશા અંબાણીએ જિયો ફોન 2 લોન્ચ કર્યો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી