જીવતા કરવાની જિદમાં પુજારીએ કાઢ્યું હાડપિંજર, 6 કલાક સુધી કરતા રહ્યા તંત્ર-મંત્ર

અંધવિશ્વાસની હદ: એક તાંત્રિક પિતા દીકરાને જીવતો કરવાની જિદમાં કરતા રહ્યા તંત્ર-મંત્ર

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 12:08 AM
છ કલાક તંત્ર-મંત્રની પૂજા કરી પુજારીએ
છ કલાક તંત્ર-મંત્રની પૂજા કરી પુજારીએ

રાજસ્થાનના ધોલપુર શહેરથી અમુક અંતરે અંધવિશ્વાસની હદ જોવા મળી હતી. અહીં બહવલપુર ગામની એક વ્યક્તિ તેના દીકરાને જીવતો કરવાની જિદમાં તંત્ર-મંત્ર કરતો રહ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કબરમાંથી કાઢેલા અવશેષો પાછા કબરમાં મુકી દેવામાં આવ્યા.

જયપુર: રાજસ્થાનના ધોલપુર શહેરથી અમુક અંતરે અંધવિશ્વાસની હદ જોવા મળી હતી. અહીં બહવલપુર ગામની એક વ્યક્તિ તેના દીકરાને જીવતો કરવાની જિદમાં તંત્ર-મંત્ર કરતો રહ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કબરમાંથી કાઢેલા અવશેષો પાછા કબરમાં મુકી દેવામાં આવ્યા. પોલીસે પુજારી રામદયાલની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

શું છે સમગ્ર ઘટના?

- ઘૌલપુરમાં રહેતા રામદયાલ કુશવાહે 9 મહિના પહેલાં બીમારીથી મૃત્યુ પામેલા તેના દીકરાને જીવતા કરવાની જિદમાં જમીનમાં તેની કબર ખોદીને તેના અવશેષો બહાર કાઢ્યા હતા. મંદિરમાં તાંત્રીક પિતાએ અંદાજિત 6 કલાક સુધી તંત્ર-મંત્ર સાથે ક્રિયા કરી હતી. રામદયાલ 3 છોકરીઓનો બાપ છે અને હાલ તેની પત્ની પ્રેગ્નેન્ટ છે.
- રામદયાલે 11 મહિનાના દીકરાને મોત પછી દફનાવી દીધો હતો. સોમવારે સવારે આજુ બાજુના ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે પુજારી રામદયાલ તેના મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરીને ચમત્કાર બતાવશે.
- સવારે અંદાજે 10.25 વાગે રામદયાલ ખેતરમાં ગયો અને તેણે માટી ખોદીને તેના દીકરાના અવશેષો બહાર કાઢ્યા અને કાલા કપડાંમાં બાંધીને લઈ આવ્યો. તે ભેરવજીના મંદિરમાં આ અવશેષો લાવીને તંત્ર-મંત્ર કરવા લાગ્યો હતો. પહેલાં તેણે દાવો કર્યો હતો કે, તે સાત દિવસમાં તેના દીકરાને જીવતો કરી દેશે અને તેનું આખું શરીર નવું બની જશે.

દરેક ઘરમાંથી એક વ્યક્તિ પૂજામાં નહીં આવે તો ગામમાં ફેલાશે બીમારી


- પુજારી રામદયાલે રવિવારે આજુબાજુના 3-4 ગામમાં જઈને ચમત્કાર જોવા આવવા માટે લોકોને આમંત્રણ આપ્યું હતું.
- તેણે કહ્યું હતું કે, ભેરવ દાદાએ તેને અને દીકરીને સપનામાં આવીને તેના મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરવાની વાત કહી છે. તે માટે 26 માર્ચ સવારે 10.25 વાગે પૂજા પાઠ કરવામાં આવશે.
- તેથી દરેક ઘરમાંથી એક વ્યક્તિએ આવવું જરૂરી છે. જો કોઈ નહીં આવે તો એ ગામમાં બીમારી ફેલાઈ જશે.

ગામના લોકોએ ના પાડી પણ ના માન્યો પૂજારી


- ગામના લોકોએ જણાવ્યું કે, રામદયાલે તેમને પોતાના સપનાની વાત કરી હતી. તે માટે તેણે સમય અને તારીખ પણ જણાવી હતી. ગામના લોકોએ કહ્યું હતું કે, મૃત વ્યક્તિ કદી જીવતો ન થઈ શકે. પરંતુ તે અમારી વાત ન માન્યો.

મોબાઈલથી ફોટો ન પાડવા દીધો


- અમુક લોકોએ મોબાઈલથી ફોટો અને વીડિયો લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પુજારી રામદયાલે દરેકને એવુ કહીને ડરાવી દીધા કે કોઈએ પણ મોબાઈલથી ફોટો કે વીડિયો લીધો તો દેવતા વારાજ થઈ જશે. તેથી ત્યાં ઊભેલા યુવાનોએ ડરીને મોબાઈલ બંધ કરી દીધો હતો.

આ પહેલાં ગુજર્રા કલામાં પણ થઈ હતી આવી ઘટના


- સપ્ટેમ્બર - 2017માં કંચનપુરના ગુજર્રા કલામાં પણ તાંત્રિકે સાંપના કરડવાથી મૃત્યુ થયેલા 9 વર્ષના છોકરાને જીવતો કરવાનો દાવો કર્યો હતો.
- તાંત્રિકના કહેવાથી પરિવારે કબર ખોદીને બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને 18 કલાક સુધી તંત્ર-મંત્રની ક્રિયા ચાલ્યા પછી 33 કલાક બાદ બાળકને ફરી દફનાવામાં આવ્યો હતો.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

પુજારીએ જમીનમાંથી કાઢ્યા અવશેષો
પુજારીએ જમીનમાંથી કાઢ્યા અવશેષો
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
છ કલાક તંત્ર-મંત્રની પૂજા કરી પુજારીએછ કલાક તંત્ર-મંત્રની પૂજા કરી પુજારીએ
પુજારીએ જમીનમાંથી કાઢ્યા અવશેષોપુજારીએ જમીનમાંથી કાઢ્યા અવશેષો
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App