BJP/ Exit Polls સાચા પડે તો પાર્ટી કોના માથે ફોડશે હારનું ઠીકરું?

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સીટ બીજેપી ગુમાવે તેવી શક્યતા

divyabhaskar.com | Updated - Dec 08, 2018, 12:41 PM
madhya pradesh rajasthan chhattisgarh assembly election bjp defeat responsibility congress

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 11 ડિસેમ્બરે આવવાના છે. આ પહેલાં શુક્રવારે જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાં બીજેપી માટે સારા સંકેતો મળ્યા નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપી સત્તા ગુમાવે તેવી શક્યતા છે. આ ત્રણ રાજ્ય પર કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે સત્તા પર પરત ફરે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ છે કે, જો પરિણામો એક્ઝિટ પોલ જેવા જ આવે તો બીજેપી આ રાજ્યોમાં હારનું ઠીકરું કોના માથે ફોડશે?

વસુંધરા બનશે ટાર્ગેટ


ઈન્ડિયા ટૂડે- એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં બીજેપીને કારમી હાર મળવાની શક્યતા છે. અહીં 200 સીટમાંથી 119થી 141 સીટો કોંગ્રેસને મળી શકે છે. મુખ્યમંત્રી રાજેના નેતૃત્વમાં બીજેપીને 55થી 72 સીટો મળવાના સંકેતકે છે. બીજાએક્ઝિટ પોલમાં પણ બીજેપીને હાર મળી રહી છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 163 સીટ મળી હતી. હવે સવાલ એ છે કે, પરિણામો એક્ઝિટ પોલ જેવા જ આવશે તો રાજસ્થાનમાં બીજેપીની હારનું ઠીકરું કોના માથે ફૂટશે? મુખ્યમંત્રી વસુંધરા રાજે જવાબદારી લેશે કે પાર્ટીના અગ્રણી નેતાઓ. જોકે રાજ્યમાં 'મોદી સે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં' જેવા નારા લાગ્યા હતા.

અહીં વસુંધરાને જીત મળી શકે તે માટે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં 13 રેલી કરી હતી. અમિત શાહે દરેક જિલ્લાની મુલાકાત લઇ નાના-મોટા 38 કાર્યક્રમો કર્યા હતા. વસુંધરા રાજેએ પણ 75 રેલી કરી હતી. પાર્ટીના અન્ય નેતાઓએ કુલ 222 રેલી અને 15 રોડ શો કર્યા હતા.

આમ છતા એક્ઝિટ પોલમાં બીજેપીની હાર જોવા મળી રહી છે. આ સંજોગોમાં જો બીજેપીને જીત મળતી તો તેનો શ્રેય પીએમ મોદી અને પાર્ટીના અગ્રણી નેતાઓને મળતો પરંતુ હારની જવાબદારી પાર્ટી વસુંધરા રાજે ઉપર જ ઢોળે તેવી શક્યતા છે.

છત્તીસગઢમાં ચાવલ બાબાની વિદાય

ઈન્ડિયા ટૂડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં છત્તીસગઢની સત્તા પર 15 વર્ષથી કબજો કરીને બેઠેલી બીજેપીનેહાર મળવાની શક્યતા છે. 90 વિધાનસભા સીટમાં કોંગ્રેસને 55-65 સીટ અને બીજેપીને 21થી 31 સીટ મળવાનો અંદાજ છે. જ્યારે અન્યને 4થી 8 સીટ મળવાની શક્યતા છે. પોલ પ્રમાણે મુખ્યમંત્રી રમણ સિંહની સત્તા પરથી વિદાય થવાનું નક્કી છે.

મુખ્યમંત્રી રમણ સિંહ સામે તો રાજસ્થાન જેવી સત્તાવિરોધી લહેર અથવા પાર્ટીમાં કોઈ દગાખોરીની વાત નહતી. તેમ છતાં એક્ઝિટ પોલમાં હાર જોવા મળી રહી છે. તો પછી આ સંજોગોમાં હારની જવાબદારી કોણ લેશે. જ્યારે અહીં પણ પીએમ મોદી અને અમિત શાહ સહિત પાર્ટીના ઘણાં નેતાઓએ રેલી કરી હતી.

મધ્યપ્રદેશમાં શિવરાજની મુશ્કેલીઓ વધશે


મધ્યપ્રદેશની સત્તા પર 15 વર્ષથી કબજો કરનાર બીજેપીની મુશ્કેલી વધવાની શક્યતા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ પ્રમાણે પ્રદેશમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે કાંટાની ટકકર જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસને સામાન્ય વધારો જોવા મળ્યો છે.

પોલ પ્રમાણે 230 સભ્યોની વિધાનસભામાં બીજેપીને 102થી 120 સીટ અને કોંગ્રેસને 104થી 122 સીટ મળવાની શક્યતા છે. બસપાને 3 અને અન્યને 3-8 સીટો મળવાનો અંદાજ છે. , 2013ની ચૂંટણીમાં બીજેપીને 165 અને કોંગ્રેસને 58 સીટ મળી હતી.

મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા 13 વર્ષથી મુખ્યમંત્રી છે. શિવરાજ વિરુદ્ધ કોઈ સત્તાવિરોધી લહેર નથી અને પાર્ટી સામે કોઈ પડકારો પણ નથી. મોદીએ પણ તેમની ચૂંટણી રેલીમાં શિવરાજ સરકારના કામકાજના ઘણાં વખાણ કર્યા છે. તેમ છતાં એક્ઝિટ પોલમાં એમપીમાં કોંગ્રે બીજેપી કરતા આગળ દેખાઈ રહી છે. જો પરિણામ આવા જ રહેશે તો હારની જવાબદારી મુખ્યમંત્રી પર ઢોળવામાં આવે તેવી શક્યતા છે.

2019 પહેલાં હારની જવાબદારી પર સવાલ


હકીકતમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને 2019ની સેમીફાઈનલ માનવામાં આવે છે. આ સંજોગોમાં બીજેપીના હાથમાંથી ત્રણ રાજ્યો જાય તેવી શક્યતા છે. આ પરિણામની અસર લોકસભા ચૂંટણી પર થઈ શકે છે. આ સંજોગોમાં બીજેપીના અગ્રણી નેતા ક્યારેય નહીં ઈચ્છે કે, હારની જવાબદારી રાષ્ટ્રીય નેતૃત્વ અથવા નરેન્દ્ર મોદીના માથે ફૂટે. ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીઓઓ હારની જવાબદારી તેમના માથે લેવી પડશે.

X
madhya pradesh rajasthan chhattisgarh assembly election bjp defeat responsibility congress
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App