નિમણૂક / દેશના પહેલાં લોકપાલ બનશે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ પીસી ઘોષ, આજે ઓફિશિયલ જાહેરાત

divyabhaskar.com | Updated - Mar 18, 2019, 01:24 AM
Ex SC judge Justice P.C. Ghose to may be India's 1st Lokpal News and Updates

  • વડાપ્રધાન મોદી, ચીફ જસ્ટિસ, લોકસભા અધ્યક્ષ અને પૂર્વ અટૉર્ની જનરલ રોહતગીની સમિતિએ નક્કી કર્યું જસ્ટિસ ઘોષનું નામ
  • મલ્લિકાર્જુન ખડગે પણ આ સમિતિમાં છે પરંતુ તેઓ મિટિંગમાં સામેલ નહતા થયા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ પીસી ઘોષ દેશના પહેલાં લોકપાલ બનશે. તેમનું નામ રવિવારે આ પદ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પૂર્વ અટૉર્ની જનરલ મુકુલ રોહતગીની નિમણૂક સમિતિએ તેમના નામની ભલામણ કરી છે. લોકસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકમાં ભાગ લીધો નહતો. તેઓ પણ આ સમિતિના સભ્ય છે. માનવામાં આવે છે કે, જસ્ટિટ પી સી ઘોષની લોકપાલના નામ તરીકે આજે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે.

બીસીસીઆઈમાં થઈ હતી લોકપાલની નિમણૂક: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ રિટાયર્ડ જજ ડીકે જૈનને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પહેલાં લોકપાલની નિમણૂક કરવામાં આવ્યા છે. સીઓએ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં 10મી સ્ટેટ્સ રિપોર્ટમાં લોકપાલની માંગણી કરી હતી. સીઓએએ કહ્યું હતું કે, બીસીસીઆઈને એક લોકપાલ અને એર એથિક્સ ઓફિસરની જરૂર છે.

જયાના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો: તમિલનાડુના માજી CM જયલલિતાના ભ્રષ્ટાચારના કેસમાં કર્ણાટક હાઈકોર્ટ દ્વારા મુક્ત કરવાના ચુકાદાને પડકારતી કર્ણાટક સરકારની અરજી પર જસ્ટિસ ઘોષની બેન્ચે જ નોટિસ આપી હતી.

લોકપાલ PMની પણ તપાસ કરાવી શકે છે: લોકપાલ ભ્રષ્ટાચારના કેસમાં તપાસ કરાવી શકે છે. આ માટે તેમને કોઈની મંજૂરીની જરૂર હોતી નથી. સરકારી કર્મચારીઓ સામે થયેલી ફરિયાદની પણ તપાસ થઈ શકે છે. તેઓ વડાપ્રધાન સહિતના પદ પર રહેલાં લોકો સામે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે સીબીઆઈને પણ આદેશ આપી શકે છે.

X
Ex SC judge Justice P.C. Ghose to may be India's 1st Lokpal News and Updates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App