બંગલામાં મે મારા પૈસાનો સામાન લગાવ્યો હતો, તે કાઢી લીધો- અખિલેશ યાદવ

લોકો પ્રેમમાં આંધળા થાય છે પરંતુ ગુસ્સામાં કેટલા આંધળા થવાય તે હવે ખબર પડી

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 03:25 PM
અખિલેશે મીડિયા સાથે કરી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું- હું આ નળ પાછો આપવા આવ્યો છું
અખિલેશે મીડિયા સાથે કરી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું- હું આ નળ પાછો આપવા આવ્યો છું

લખનઉ: સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સરકારી બંગલામાં કરેલી તોડફોડ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મારા ઉપર લગાવવામાં આવેલા દરેક આરોપો ખોટા છે. બંગલાની જે તસવીરો બતાવવામાં આવી રહી છે તેમાં સત્ય છુપાવવામાં આવ્યું છે. મેં બંગલામાંથી તે જ સામાન લીધો છે જે મેં મારા પૈસા લગાવ્યો છે. અખિલેશ યાદવે બીજેપી પર આરોપ લગાવ્યો છે કે, રાજ્યની ચૂંટણીમાં થયેલી હારના કારણે તે લોકો પરેશાન છે અને તેથી તે મારા પર આવા આરોપ લગાવી રહ્યા છે. નોંધનીય છે કે, અખિલેશ યાદવે 2 જૂનના રોજ સરકારી બંગલો ખાલી કર્યો હતો.

અખિલેશ યાદવે મીડિયાને પાઈપ બતાવીને કહ્યું- આ પરત કરવા આવ્યો છું


- અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે હું તે પાઈપ લઈને આવ્યો છું જે ગાયબ થઈ ગઈ હતી. તે જ પાછી આપવા આવ્યો છું. સીએમ હાઉસમાં મારો પણ ઘણો સામાન છે. સીએમ તે બધો સામાન પરત કરે. લોકો પ્રેમમાં આંધળા હોય છે પરંતુ ગુસ્સામાં કેટલા આંધળા થાય છે તે આજે ખબર પડી.
- છેલ્લા સવા વર્ષમાં મારા ઘરે એક હજારથી વધારે બાળકો આવ્યા હશે. તેમને પૂછો કે ક્યાં છે સ્વિમિંગ પુલ? જે સ્વિમિંગ પુલ છે જ નહીં તેના પર માટી કેવી રીતે નાખી હશે.

મે મારા પૈસા મારી જરૂરિયાત પુરી કરી છે


- અખિલેશે કહ્યું કે, જ્યારે કોઈ ઘરમાં માણસ રહેવા લાગે છે ત્યારે સમય જતા તે ઘર સાથે એક લાગણી થઈ જાય છે. પછી તે ઘરને પોતાની જરૂરિયાત પ્રમાણે બનાવે છે. મેં મારા પૈસાથી મારી જરૂરિયાત પુરી કરી છે. તે સમયે તેની વ્યવસ્થા હતી કે પૂર્વ સીએમને સરકારી બંગલો મળે તો તેમાં તે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે છે.
- પ્રમુખ સચિવ પર લાંચના આરોપ વિશે અખિલેશ યાદવે કહ્યું કે, પોલીસે એક જ દિવસમાં આરોપીને માનસિક બીમાર ગણાવી દીધા. તેમણે સરકારને નાનુ દિલ અને માનસિકતા વાળા ગણાવીને કહ્યું કે, એક્સપ્રેસ વે અને મેટ્રો અમે આપી તેમ છતાં સરકારે કદી ક્યાંય અમારો ઉલ્લેખ નથી કર્યો. બીજેપી સરકારે ગોરખપુર અને ફૂલપુરમાં સીટ ગુમાવી દીધી હોવાથી તેઓ આવું વર્તન કરી રહી છે.

શું છે ઘટના?

- નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજ્યસંપત્તિ માટે આપેલા 15 દિવસના સમયમાં અખિલેશ યાદવે બે જૂને સરકારી બંગલો ખાલી કર્યો છે. બંગલામાં તોડફોડની ઘટના સામે આવ્યા પછી રાજ્ય સંપત્તિ વિભાગે આ બંગલોમાં સામાનની એક યાદી બનાવી છે. તેને રેકોર્ડ સાથે મેચ પણ કરવામાં આવી છે.
- જો ક્યાંય કોઈ ગરબડી જોવા મળશે તો તે મંત્રીને નોટિસ પણ આપવામાં આવશે. તેમાં મુલાયમ સિંહ યાદવ, કલ્યાણ સિંહ, રાજનાથ સિંહ અને માયાવતીના બંગલો છે.
- આ દરેક લોકોએ બંગલો ખાલી કર્યા પછી ચાવી રાજ્ય સંપત્તિ વિભાગને આપી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીનું સરકારી મકાન પણ ખાલી કરાવ્યું છે.

X
અખિલેશે મીડિયા સાથે કરી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું- હું આ નળ પાછો આપવા આવ્યો છુંઅખિલેશે મીડિયા સાથે કરી પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું- હું આ નળ પાછો આપવા આવ્યો છું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App