US પ્રતિબંધ છતાં ભારતે રિફાઇનર્સને આપી ઈરાન પાસે તેલ મંગાવવાની મંજૂરી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનની જેમ ભારત પણ ઈરાનથી તેલની આયાત જાળવી રાખવાની કોશિશ કરી રહ્યું છે

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 02:02 PM
ભારતે રિફાઇનર્સને ઈરાનથી તેલ
ભારતે રિફાઇનર્સને ઈરાનથી તેલ

નવી દિલ્હી: ભારતે અમેરિકાના દબાણને અવગણીને રિફાઇનર્સને ઈરાનથી તેલ આયાત કરવાની પરવાનગી આપી દીધી. સાથે જ, અમેરિકન પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને શિપિંગ કોર્પ ઑફ ઇન્ડિયા (એસસીઆઈ) સહિત અન્ય મોટા તેલ આયાતકોના નુકસાનની ભરપાઈ કરવાનું વચન પણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીનની જેમ ભારત પણ ઈરાન પાસેથી તેલની આયાત જાળવી રાખવાની કોશિશ કરી રહ્યું છે.

નવેમ્બરથી ઈરાન પર લાગુ થશે અમેરિકાનો પ્રતિબંધ

ભારત અને ચીનના આ પગલાંથી સ્પષ્ટ થઇ ગયું છે કે નવેમ્બર સુધી આ ઇસ્લામિક રાષ્ટ્ર વૈશ્વિક તેલ માર્કેટથી અલગ નહીં રહે. ત્યારબાદ ઈરાનના પેટ્રોલિયમ સેક્ટર પર અમેરિકાનો પ્રતિબંધ લાગુ થઈ જશે. 2015ની પરમાણુ ડીલ રદ થયા પછી અમેરિકાએ જુલાઈ 2018માં ઈરાન પર વ્યાપારિક પ્રતિબંધ લગાવી દીધા, જે નવેમ્બરથી લાગુ થશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ત્યારબાદ દુનિયાનો કોઇપણ દેશ ઈરાન પાસેથી તેલ નહીં ખરીદે.

સરકારના વચનોથી દૂર થશે કંપનીઓની ચિંતા

- એસસીઆઈનું કહેવું હતું કે અમે પશ્ચિમી દેશોના શિપર્સ જેવી જ સ્થિતિમાં છીએ. અમારી પાસે બચાવનો કોઈ રસ્તો નથી, એટલે અમે તેલ માટે ઈરાન તરફ વળી શકીએ એમ નથી. પરિણામે ભારતે નેશનલ ઈરાનિયન ટેંકર કંપની (એનઆઇટીસી) પાસે મદદ માંગી અને નુકસાનની ભરપાઈનું વચન આપીને ઈરાનથી તેલ આયાત સેવા ફરીથી શરૂ કરવા માટે કહ્યું.

X
ભારતે રિફાઇનર્સને ઈરાનથી તેલ ભારતે રિફાઇનર્સને ઈરાનથી તેલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App