તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો: કિન્નરે યુવતીના વાળ પકડીને સ્ટેશનની અંદરથી રસ્તા પર 30 ફૂટ સુધી ઢસડી, જબરદસ્ત મારી અને છેલ્લે કહ્યું- સાહેબ! આ કારણે રિપોર્ટ નથી લખાવવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉજ્જૈન: રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસની નજીક રાતે કિન્નરે એક યુવતીને જબરદસ્ત માર માર્યો. તેને સ્ટેશનની અંદર માર્યા પછી ચોટલી પકડીને ઢસડીને બહાર લઈ આવી. રસ્તા પર પણ તેની સાથે મારપીટ કરી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ જીઆરપી અને આરપીએફની ટીમ કિન્નર અને યુવતીની શોધમાં લાગી ગઈ. 

 

યુવતી કિન્નરની માનેલી બહેન છે, આ કારણે થયો વિવાદ

 

- બુધવારે સાંજે જીઆરપી અને આરપીએફના જવાન બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈને આવ્યા. યુવતીએ કિન્નરની માનેલી બહેન અમને પૈસાના વિવાદે મારપીટ થઈ હોવાનું જણાવીને કહ્યું- સાહેબ, કોઈ રિપોર્ટ નથી લખાવવો. પરંતુ પોલીસે રેલવે સ્ટેશન પર ડરનો માહોલ ઊભો કરવાના મામલે કેસ નોંધ્યો છે. 

- ઘટના સોમવાર રાતની જણાવવામાં આવી રહી છે. ગદાપુલિયા વિસ્તારમાં રહેતા કિન્નર ચાહતે ઇંદોરગેટ માર્ગ સ્થિત પાર્સલ ઓફિસની પાસે રાતે 11 વાગે યુવતી સાથે મારપીટ કરી હતી. તેને મારીને તેની ચોટલી પકડીને તેને 30 ફૂટ સુધી ઘસડવામાં પણ આવી હતી. 
- લોકોએ મોબાઈલથી ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને તેને વાયરલ પણ કરી દીધો. બુધવારે સાંજે કિન્નર ચાહત અને ભીલવાડા નિવાસી યુવતી પૂજાને પોલીસ સ્ટેશન લઈને આવ્યા. 
- પૂછપરછમાં જીઆરપી ટીઆઇ વિપિન બાથમને પૂજાએ જણાવ્યું- ચાહત તેની માનેલી બહેન છે અને તેને મળવા માટે તે ઘણીવાર આવતી હોય છે. બે દિવસ પહેલા તેણે રાતે ચાહતના પર્સમાંથી પાંચ હજાર રૂપિયા ચોરી લીધા હતા. એટલે તેણે મારપીટ કરી. 
- આરપીએફ ટીઆઇ હર્ષ ચૌહાણે જણાવ્યું કે યુવતીએ કિન્નર વિરુદ્ધ રિપોર્ટ નોંધાવવાની ના પાડી દીધી છે. બંને વિરુદ્ધ આરપીએફ પોલીસ સ્ટેશનમાં રેલવે ઍક્ટનું ઉલ્લંઘન કરવા પર કેસ નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...