રેલવે પોલીસમાં પુરુષ કર્મી મહિલા કર્મીને નહીં બનાવી શકે ફ્રેન્ડ

માત્ર ઓફિશિયલ કામ માટે જ મોબાઈલ પર ફોન કરી શકશે.

divyabhaskar.com | Updated - Feb 28, 2018, 09:40 AM
રેલવે પોલીસમાં પુરુષ કર્મી મહિલા કર્મીને સોશિયલ સાઈટ પર નહીં મોકલી શકે ફ્રેન્ડ રિક્વેસ્ટ (ફાઈલ ફોટો)
રેલવે પોલીસમાં પુરુષ કર્મી મહિલા કર્મીને સોશિયલ સાઈટ પર નહીં મોકલી શકે ફ્રેન્ડ રિક્વેસ્ટ (ફાઈલ ફોટો)

સમગ્ર દેશમાં આરપીએફ પોલીસ સ્ટેશન, ચોકી અને અન્ય જગ્યાઓ પર કાર્યરત મહિલા કર્મચારીઓને તેમના સાથી પુરુષ કર્મચારીઓ સોશિયલ સાઈટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકશે નહીં. તેઓ તેમને વોટ્સએપ પર કોન્ટેક્ટ પણ કરી શકશે નહીં.

ફરીદાબાદ: સમગ્ર દેશમાં આરપીએફ પોલીસ સ્ટેશન, ચોકી અને અન્ય જગ્યાઓ પર કાર્યરત મહિલા કર્મચારીઓને તેમના સાથી પુરુષ કર્મચારીઓ સોશિયલ સાઈટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકશે નહીં. તેઓ તેમને વોટ્સએપ પર કોન્ટેક્ટ પણ કરી શકશે નહીં. તેઓ ઓફિશિયલ કામ સિવાય મહિલા કર્મચારીઓને ફોન પણ કરી શકશે નહીં. આરપીએફના ડિરેક્ટર જનરલ ધર્મેન્દ્ર કુમારે દરેક ચીફ સિક્યુરિટી કમિશ્નરને લેટર મોકલીને આ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. મહિલા કર્મચારીઓને સુરક્ષીત માહોલ આપવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન


- ડીજીનું કહેવું છે કે, પોલીસ સ્ટેશન અને ચોકીમાં કાર્યરત મહિલાઓ સાથે સારું વર્તન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. મહિલા કર્મચારીઓએ પણ આ બદલાવ માટે ખુશી વ્યક્ત કરી છે અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપનારું પગલું ગણાવ્યું છે.

રાત્રે મહિલા કર્મચારીઓને ડ્યૂટી ન આપવી


- ગાઈડલાઈનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાત્રે મહિલા સ્ટાફને કોઈ પણ પ્રકારની ડ્યૂટી આપવામાં આવશે નહીં. જ્યાં સુધી શક્ય હોય મહિલાકર્મચારીઓ માટે રેસ્ટ રૂમ અને ડ્રેસ ચેન્જિંગ રૂમની પણ વ્યવસ્થા કરવી. સુપર વિઝન ઓફિસર કોઈ પણ એકલી મહિલા કર્મચારીને ચર્ચા કે બ્રિફિંગ માટે તેમની ચેમ્બરમાં નહીં બોલાવી શકે. પુરુષ કર્મચારીઓએ તેમની સાથે સારું વર્ત કરવું પડશે. મહિલા કર્મચારીઓ સામે ગાળા-ગાળી કરવી પણ ગેરવર્તણૂક માનવામાં આવશે.

મહિલા કર્મચારીઓએ કરી હતી ફરિયાદ


- આરપીએફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વ રેલવેમાં કાર્યરત મહિલા કર્મચાપીઓએ તેમના સાથી પુરુષ કર્મચારીઓ સામે ફરિયાદ કરી હોવાથી ડીજીએ આ પ્રમાણેની ગાઈડલાઈન રજૂ કરી છે. તે સિવાય અન્ય રેલવે ઝોન તરફથી પણ ફરિયાદ મળી રહી હતી કે તેમના સહકર્મીઓનો વહેવાર સારો નથી. જોકે આ વિશે કોઈ આરપીએફ અધિકારી નિવેદન આપવા તૈયાર નથી.

Employee will be able to call mobile only for official work
X
રેલવે પોલીસમાં પુરુષ કર્મી મહિલા કર્મીને સોશિયલ સાઈટ પર નહીં મોકલી શકે ફ્રેન્ડ રિક્વેસ્ટ (ફાઈલ ફોટો)રેલવે પોલીસમાં પુરુષ કર્મી મહિલા કર્મીને સોશિયલ સાઈટ પર નહીં મોકલી શકે ફ્રેન્ડ રિક્વેસ્ટ (ફાઈલ ફોટો)
Employee will be able to call mobile only for official work
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App