Divya Bhaskar

Home » National News » Latest News » National » Electricity reached every village of the country, the historic day-PM

દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી, ઐતિહાસિક દિવસ : PM

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 02:57 AM

મણિપુરનું લેઈસાંગ પાવર ગ્રીડ સાથે જોડાનાર દેશનું અંતિમ ગામ, શનિવારે સાંજે 5:30 વાગ્યે વીજળી પહોંચી

  • Electricity reached every village of the country, the historic day-PM
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બધા ગામ સુધી વીજળી પહોંચતા દેશ કેવો ઝળહળી ઊઠ્ય

    ઈમ્ફાલ- નવી દિલ્હી: પીએમ મોદીએ દેશના તમામ ગામડા સુધી વીજળી પહોંચી જવાનો દાવો કર્યો છે. તેમણે રવિવારે ટ્વિટ કરીને જણાવ્યું કે મણિપુરના લેઈસાંગ ગ્રીડ સાથે જોડાનાર દેશનું અંતિમ ગામ છે. 28 એપ્રિલે દેશ માટે ઐતિહાસિક દિવસ ગણાવતાં મોદીએ કહ્યું કે લેઈસાંગ સહિત દેશના એવા તમામ ગામડામાં વીજળી પહોંચી ગઈ છે જ્યાં આજ સુધી વીજળી પહોંચી ન હતી. સરકારી આંકડા અનુસાર દેશના બધા 5,97,464 ગામડા સુધી વીજળી પહોંચી ગઈ છે.

    મોદી સરકારના સત્તા સંભાળ્યાના સમયે 18,452 ગામડા સુધી વીજળી પહોંચી ન હતી. જોકે રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન અનુસાર હાલ દેશના સાત કરોડ 5 લાખ ઘરો સુધી વીજળી પહોંચવાની બાકી છે. રવિવારે જારી પ્રેસ રિલીઝમાં આરઈસીના ચીફ પ્રોગ્રામ મેનેજર વિજય કુમાર મોહંતીએ કહ્યું કે વીજળી કનેક્શન લેવાની પ્રક્રિયા ઘણી સરળ કરી દેવાઈ છે. તેમણે લોકોને ઘરોમાં વીજળી કનેક્શન લગાવવા અપીલ કરી છે.

    2015માં 1000 દિવસનો લક્ષ્ય નક્કી કર્યો હતો

    પીએમ મોદીએ 15 ઓગસ્ટ 2015ના રોજ લાલકિલ્લા પરથી 1000 દિવસમાં દેશના અંધારામાં ડૂબેલા 18000થી વધુ ગામ સુધી વીજળી પહોંચાડવાની જાહેરાત કરી હતી. તે માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરી હતી. આ યોજના 987 દિવસમાં પૂરી થઈ ગઈ.

    આગળ વાંચો: લેઈસાંગ ગામમાં 65 લોકો જ રહે છે

  • Electricity reached every village of the country, the historic day-PM
    કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલે આ બે ફોટા શેર કર્યા

    લેઈસાંગ ગામમાં 65 લોકો જ રહે છે

     

    પાવર ગ્રિડ સાથે જોડાનાર દેશના અંતિમ ગામ લેઈસાંગમાં 19 પરિવારના કુલ 65 લોકો રહે છે. તેમાં 31 પુરુષ અને 34 મહિલાઓ છે. તેના જેવા અનેક દુર્ગમ ગામડા સુધી વીજળી પહોંચાડવામાં વીજળી વિભાગના લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ગામડા સુધી તો માથા અને ખભા પર વીજળીના ઉપકરણો ઊંચકીને પહોંચાડાયા. પીએમ મોદીએ કહ્યું કે તે સૌને સલામ કરે છે જેમણે થાક્યા વિના કામ કરીને આ સપનું સાકાર કરી બતાવ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending