Home » National News » Latest News » National » Election strategist Prashant Kishor may be join JDU

મોદી-નીતિશના ચૂંટણી રણનીતિકાર રહેલાં પ્રશાંત કિશોરની રાજકીય ઈનિંગ શરૂ, JDUમાં થયા સામેલ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:08 PM

પ્રશાંત કિશોરે 2014માં ભાજપ, 2015માં મહાગઠબંધન અને 2017માં UP અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કર્યું હતું

 • Election strategist Prashant Kishor may be join JDU
  બિહારના CM નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરી શકે છે (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે રવિવારે તમામ અટકળોનો અંત લાવતા પ્રશાંત કિશોરે જનતા દળ યુનાઈટેડ (JDU)નો હાથ પક્ડયો છે. આજે થનારી કાર્યકારિણીની બેઠક બિહારના CM નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. આ પહેલાં પ્રશાંત કિશોરે ટ્વીટ કરી રાજકીય પાર્ટીમાં જોડાવવાના સંકેત આપ્યાં હતા. ત્યારે JDUના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. પ્રશાંતે આ માટે ઈચ્છા વ્યક્ત કરી છે, જો તેઓ પાર્ટીમાં આવે છે તો તેમનું સ્વાગત છે.

  પ્રશાંત કિશોરમાં JDUમાં સામેલ થઈ શકે છે

  - આગામી લોકસભા ચૂંટણીની રણનીતિક તૈયારીઓને લઈને પટના જેડીયૂ કાર્યકારિણીની બેઠક મળી હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર JDUમાં સામેલ થયા છે.

  - થોડાં દિવસો પહેલાં જ પ્રશાંત કિશોરે રાજકારણમાં આવવાની શક્યતાને ફગાવતાં કહ્યું હતું કે હાલ તો તેનો આવો કોઈ જ ઈરાદો નથી. જો કે તેઓએ એમ પણ કહ્યું હતું કે, 2019માં કોઈપણ પાર્ટી માટે તેવી રીતે જ પ્રચાર કરતાં નજરે પડશે જેવી રીતે તેઓ છેલ્લાં 4-5 વર્ષથી કરી રહ્યાં છે.

  2014 બાદથી પ્રશાંત કિશોર ચર્ચામાં


  - પ્રશાંત કિશોર તે સમયે ચર્ચામાં આવ્યાં હતા જ્યારે 2014ની ચૂંટણી પ્રચારમાં ભાજપના પ્રચારને તેઓએ મોદી લહેરમાં બદલાવી દીધો હતો.
  - પ્રશાંત કિશોરે 2014માં ભાજપ, 2015માં બિહારમાં મહાગઠબંધન અને 2017માં ઉત્તર પ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કરી ચુક્યાં છે.
  - ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રશાંત કિશોરના મતભેદના સમાચાર આવ્યાં હતા જે બાદ તેઓએ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન (RJD+JDU+કોંગ્રેસ)ના પ્રચારની કમાન સંભાળી હતી. જેમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.
  - જે બાદ તેઓએ ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનું કમાન સંભાળ્યું હતું.
  - માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરની રણનીતિ કોઈપણ પાર્ટીની ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ