Home » National News » Desh » 4 ડાકુઓએ વૃદ્ધાના ઘરે 15 તોલા સોના અને 2 લાખની કરી લૂંટ| Elderly Woman Making Hostage And Loot 15 Tola Gold, 2 Lakh Cash

ડાકુઓએ વૃદ્ધાને ફ્રૂટી કરી ઓફર- 15 તોલા સોનું અને 2 લાખ કેશ લૂંટી ગયા

Divyabhaskar.com | Updated - May 17, 2018, 09:58 AM

પોલીસને શંકા છે કે, ઘટનામાં કોઈ નજીકનું વ્યક્તિ જ સંકળાયેલું છે

 • 4 ડાકુઓએ વૃદ્ધાના ઘરે 15 તોલા સોના અને 2 લાખની કરી લૂંટ| Elderly Woman Making Hostage And Loot 15 Tola Gold, 2 Lakh Cash

  ગ્વાલિયર: શહેરનો પોશ વિસ્તાર લક્ષ્મીબાઈ કોલોની. જ્યાં શહેરનું મોટુ કોચિંગ, વાહનોના શોરૂમ, એક મોટી હોસ્પિટલ અને ઘણી સંસ્થાઓની ઓફિસો આવેલી છે. ત્યા સવારથી લઈને રાત સુધી ઘણી ચહલ પહલ રહે છે. તે જ કોલોનીના મકાન નંબર-81માં રહેતી વૃદ્ધા વિનીતાને તેના જ ઘરમાં બંધક બનાવીને 4 બદમાશોએ લૂંટ કરી હતી. લૂંટારા 15 તોલા સોનાના દાગીના અને રૂ. 2 લાખની રોકડ લઈ ગયા હતા. વૃદ્ધા ઘરમાં એકલી હતી અને તે બદમાશોને ખબર હતી. રવિવારની રાતે લૂંટારાઓ 2થી 3.30 વાગ્યા સુધી દોઢ કલાક તેમના ઘરમાં રોકાયા હતા પરંતુ કોઈને ભનક પણ નહતી થઈ.

  જો તેમને દાગીના ન મળતાં તો તેઓ મને મારી નાખતા


  - વિનીતા ઉપાધ્યાયે ભાસ્કરને જણાવ્યું કે, હું સુતી હતી. અચાનક કોઈકે મારું મોઢુ દબાવી દીધુ અને મારા હાથ-પગ જકડી લીધા. તેથી હું ઉઠી ગઈ. ત્યારે મારી સામે ચાર બદમાશો હતો. તેમાંથી એકે કહ્યું કે અમે અહીં લૂંટ કરવા આવ્યા છીએ. મે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો તેમણે મારુ ગળુ દબાવ્યું. ચારેયના મોઢામાંથી દારૂની વાસ મારતી હતી. મારા બંને ફોન પણ તેમણે લઈને બંધ કરી દીધા. મે મારી જાતને છોડાવવા માટેનો પ્રયત્ન કર્યો તો તેમણે મારુ ગળુ સજડ રીતે પકડીને કહ્યું કે, અવાજ કરીશ તો ગળુ દબાવી દઈશું.
  - મને લાગ્યું કે, હવે તો નહીં બચુ. હાથ જોડીને મે ના પાડી ત્યારે તેમણે મને છોડી. પહેલાં એક લૂંટારો આખા ઘરમાં ફર્યો. પછી મારા પલંગની સામેના કબાટનું લોક તોડીને તેમાંથી બધા દાગીના અને પૈસા કાઢી લીધા.
  - મંદિરમાંથી ભગવાનના ચાંદીના વાસણ પણ કાઢી લીધા. મે ત્રણ-ચાર વરા ચીસો પાડવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે મારુ મોઢું દબાવી દીધું હતું. જેના કારણે મારા મોઢામાં લોહી પણ આવવા લાગ્યું હતું. ત્યારે એક બદમાશે મને ફ્રિજમાંથી ઠંડુ પાણી પણ કાઢીને આપ્યું હતું. ફ્રૂટી પણ આપવા લાગ્યા હતા. તેમણે મને કહ્યું કે, સ્કૂટરની ચાવી આપો ભીંડ જવું છે. પછી હાથ ખોલીને કહ્યું- અમે સાત વાગ્યા સુધી બહાર બેઠા છીએ. બહાર નીકળીશ તો મારી દઈશું.
  - અત્યારે હાલ પણ આ દ્રશ્ય આંખોની સામે છવાયેલું છે. હવે હું એકલી નહી રહી શકુ. આ દાગીના મારા પતિની નિશાની હતી જે તેઓ લૂંટીને લઈ ગયા.
  - મારા પતિની પૂણ્ય તિથી પણ આવતી હોવાથી મે દાન માટે રૂ. બે લાખ ઘરમાં રાખ્યા હતા તે પણ લૂંટારા લઈ ગયા.

  4 વર્ષ પહેલાં થયું પતિનું નિધન, દીકરો ભોપાલમાં બેન્ક ઓફિસર


  - વૃદ્ધાના પતિનું 4 વર્ષ પહેલાં નિધન થયું હતું. તેઓ પીએનબીમાં રીજનલ મેનેજર હતા. તેમનો દીકરો ભોપાલ એક્સિસ બેન્કમાં મેનેજર હતો.
  - તેની પત્ની અને બાળકો ભોપાલમાં રહેતા હતા. દીકરો તેમને ભોપાલ લઈ જવા માગતો હતો પરંતુ તેમણે તેમના જીવનના 35 વર્ષ અહીં પસાર કર્યા હોવાથી તેઓ અહીં પતિની યાદોના સહારે જીવવા માગતા હતા અને ઘર છોડીને જવા નહતા માગતા.
  - જ્યારથી આ ઘટના બની છે ત્યારથી તેઓ ખૂબ ડરી ગયા છે. એક સમયે જ્યારે તેઓ આ ઘર છોડીને દીકરા સાથે જવા તૈયાર નહતા હવે એ ઘરમાં જતા તેમને ડર લાગી રહ્યો છે.

  ઘરમાં માત્ર કામવાળી બાઈ અને માળી આવે છે


  - વૃદ્ધાના ઘરમાં રોજ કામ કરવાવાળી બાઈ આવતી જતી રહે છે. બાઈ 4 દિવસની રજા પર હતી. એક માળી સપ્તાહમાં એક વાર ગાર્ડનના કામ માટે આવે છે.
  - વૃદ્ધાના ઘરની બાજુના જ ઘરમાં કોલેજના છોકરાઓ ભાડેથી રહે છે. ઘટના પછી પોલીસ ઈન્સપેક્ટર ટીઆઈ સંતોષ સિંહ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને સ્નિફર ડોગ સાથે અહીં પહોંચ્યા હતા. પોલીસે મહિલાએ કરેલા વર્ણન પ્રમાણે તેમને અમુક લોકોની તસવીર પણ બતાવવામાં આવી છે પરંચુ હજુ સુધી આરોપીની ઓળખ કરવામાં આવી નથી.

  પોલીસને કોઈ નજીકનું હોવાની શંકા


  - પોલીસને શંકા છે કે, બદમાશ જાણતા હતા કે, વૃદ્ધા પાસે કેશ રહે છે. 2 દિવસ પહેલાં જ તેમનો દીકરો તેમને રૂ. 2 લાખ આપીને ગયો હતો. તેથી આ ઘટનામાં કોઈ નજીકનું વ્યક્તિ સામેલ હોવાની શંકા છે. બદમાશોએ ઘમાં ઘુસવા માટે તેજ રૂમની બારી તોડી જે સામાન્ય રીતે હંમેશા ખુલી રહેતી હોય છે. તેઓ ઘરના મેઈન ગેટની સામે નહતા આવ્યા કારણકે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
  - બદમાશો આવ્યા ત્યારે તેમનું મોઢા ખુલ્લા હતા પરંતુ ગયા ત્યારે તેમણે મોઢા ઢાંકી લીધા હતા. તેમની પાસે કોઈ હથિયાર નહતા માત્ર લોખંડની એક એંગલ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ