72 વર્ષની મહિલાએ હાથમાં સુસાઈડ નોટ લઈને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, લખ્યું- હવે કોઈ પીડા નહીં થાય

સુસાઈડ નોટમાં પોલીસ મહોદયને લખી એક અરજી, દીકરાઓને ગણાવ્યા નિર્દોષ

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:53 AM
Elderly Woman jumped third floor in house in Bhopal, MP

સાકેત નગરમાં આવેલા યસોદા અપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક 72 વર્ષની મહિલાએ કુદીને જીવ આપી દીધો છે. તેમના હાથમાંથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. તેમાં લખ્યું હતું કે, આદરણીય પોલીસ મહોદય, સૌથી પહેલાં તમારે મારી આંખો અને કિડનીનું દાન કરવાનું છે.

ભોપાલ: સાકેત નગરમાં આવેલા યસોદા અપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એક 72 વર્ષની મહિલાએ કુદીને જીવ આપી દીધો છે. તેમના હાથમાંથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. તેમાં લખ્યું હતું કે, આદરણીય પોલીસ મહોદય, સૌથી પહેલાં તમારે મારી આંખો અને કિડનીનું દાન કરવાનું છે. મેં આ પગલું એટલા માટે લીધુ છે કારણ કે હું મારા પેટના દર્દથી ખૂબ કંટાળી ગઈ છું. બહુ સારવાર કરાવી પરંતુ આરામ નહતો મળતો. એટલે વિચાર્યું કે, શરીર જ નહીં રહે તો પીડા શું થશે? મારા બંને દીકરાઓ અને વહુઓ મારું ખૂબ ધ્યાન રાખે છે તેથી તે કોઈને પરેશાન ન કરતાં.

પડોશીઓએ જોયું તો જમીન પર લોહીથી લથબથ પડી હતી મહિલા


- 2-સી સાકેત નગરના 333-યશોદા અપાર્ટમેન્ટમાં 80 વર્ષના એસએસ પાઠક BHELમાંથી નિવૃત અધિકારી તેમની 72 વર્ષની પત્ની શૈલજા સાથે રહેતા હતા. તેમના દીકરાઓ તેમના પરિવાર સાથે અલગ રહેતા હતા.
- કોન્સ્ટેબલ ગોપાલ સિંહના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે સવારે આઠ વાગે એસએસ પાઠક ચા પીતા પીતા પેપર વાંચતા હતા. તે જ સમયે શૈલજા દેવી મંદિરથી પરત આવ્યા હતા. થોડી વાર સુધી ઘરમાં તેમની કોઈ હલન ચલન ન દેખાઈ.
- એટલામાં પડોશી મમતા રાઠોડે કંઈક પડવાનો અવાજ સાંભળ્યો. તેણે બહાર નીકળીને જોયું તો જમીન પર લોહીથી લથબથ શૈલજાની લાશ પડી હતી.
- 108 એમ્બ્યુલન્સમાં શૈલજા દેવીને કસ્તુરબા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બપોરે 12 વાગે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.
- હોસ્પિટલે જાણ કરી હોવાથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હચી. અહીં પોલીસને જાણવા મળ્યું કે સુસાઈડ વખતે તમના હાથમાં એક સુસાઈડ નોટ હતી. સુસાઈડ નોટમાં શૈલજા દેવીએ પેટના દુખાવાની વાત લખી હતી.

X
Elderly Woman jumped third floor in house in Bhopal, MP
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App