1

Divya Bhaskar

Home » National News » Desh » Ekisha suicide case: she did dipressive FB post before one year no one cares

આત્મહત્યા કર્યાના એક વર્ષ પહેલા કરી'તી FB પોસ્ટ- હું મરી ગઇ તો મારા માટે કોણ રડશે

Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 02:59 PM IST

સુસાઇડ કરનાર 9મા ધોરણની વિદ્યાર્થિની ઇકિશાએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર એક વર્ષ પહેલા શેર કરી હતી

 • Ekisha suicide case: she did dipressive FB post before one year no one cares
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  20 માર્ચની સાંજે ઇકિશાએ ઘરની ગ્રિલમાં લટકી જઇને સુસાઇડ કર્યું હતું.

  નોઇડા: જો આજે હું મરી ગઇ તો મારા માટે કોણ રડશે? સુસાઇડ કરનાર 9મા ધોરણની વિદ્યાર્થિની ઇકિશાએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર એક વર્ષ પહેલા શેર કરી હતી. તે સમયે તેની બહેનપણીઓએ આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે આ 'ઘણી ડિપ્રેશનવાળી પોસ્ટ છે. જિંદગી તો બહુ સુંદર હોય છે, એટલે તેની સાથે ચાલ. હંમેશાં પોઝિટિવ રહે અને પોઝિટિવ વિચાર.' ઇકિશાએ 16 ડિસેમ્બર, 2016ની રાતે ફેસબુક પર આ પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેણે ઘણીવાર માનસિક રીતે પરેશાન હોય તેવું દર્શાવતી પોસ્ટ્સ કરી. જેના પર તેના દોસ્તોએ કહ્યું કે હંમેશાં ખુશ રહેનારી, નટખટ ઇકિશાને આખરે શું થઇ ગયું છે? ઉલ્લેખનીય છે કે 20 માર્ચની સાંજે ઘરની ગ્રિલ પર લટકીને ઇકિશાએ આત્મહત્યા કરી લીધી હતી.

  હિડન ફિલિંગ, 'નો વન કેર' ગ્રુપ સાથે જોડાયેલી હતી ઇકિશા

  - ઇકિશાના સોશિયલ મીડિયા પરથી જાણ થઇ છે કે શરૂઆતમાં તેણે પોતાની પરેશાનીઓ જણાવી પરંતુ તેને ગંભીરતાથી નહીં લેવાને કારણે તે આ વાતોને સોશિયલ મીડિયા પર શેર કરવા લાગી હતી.

  - 8 જૂન, 2017ના રોજ તે No One Care ગ્રુપ સાથે જોડાયેલી હતી. 18 જૂલાઇ, 2017ના રોજ હિડન ફિલિંગ ગ્રુપ સાથે જોડાઇ ગઇ.
  - આ ગ્રુપ દ્વારા તેણે પહેલી પોસ્ટ કરી હતી I am Alone. તેના પર ઘણા દોસ્તો તેને પહેલા જેવી ખુશમિજાજ રહેવાની કોમેન્ટ પણ કરતા હતા.
  - હિડન ફિલિંગ ગ્રુપ પોતાના વિશે ફેસબુક પર જણાવે છે કે તેઓ એ લોકોને સપોર્ટ કરે છે જે પોતાની ફિલિંગ કોઇને જણાવી નથી શકતા.

  આગળની સ્લાઇડમાં વાંચો, કિશોરાવસ્થામાં પ્રવેશેલા બાળકોના માતા-પિતાએ ન અવગણવી જોઇએ કેટલીક વાતો

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Ekisha suicide case: she did dipressive FB post before one year no one cares
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇકિશાએ એક વર્ષ પહેલા કરેલી એફબી પોસ્ટ.

  જો તમે કોઇ કિશોર કે કિશોરીના મા-બાપ છો, તો આ વાતોને અવગણશો નહીં

   

  કોમ્યુનિકેશન

   

  - કિશોર અવસ્થામાં બાળકો હોર્મોનમાં થતા ફેરફારને કારણે ઘણીવાર પરેશાન હોય છે અને માતા-પિતા સાથે આ વિશે વાત કરે છે. આ સ્થિતિમાં માતા-પિતાએ તેમની દરેક વાત સારી રીતે સમજવી જોઇએ. તેમની વાતને ક્યારેય અવગણવી ન જોઇએ. આ માટે તેમની સાથે કોમ્યુનિકેશન કરવું જરૂરી છે, જેથી તેઓ દરેક વાતો જણાવે. 

   

  લક્ષણો

   

  - જો તમારું બાળક ગુમસુમ રહેવા લાગ્યું છે, ઓછી ઊંઘ લે છે, ચિડિયું બની ગયું છે, દોસ્તો સાથે ઓછી વાતો કરે છે, મોટાભાગનો સમય ગીતો સાંભળે છે અથવા જાતને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રાખે છે તો આ બાબતે ગંભીર થવું જરૂરી છે. તેની સોશિયલ મીડિયા એક્ટિવિટી પર પણ નજર રાખો. ઘણીવાર બાળકો ફેસબુક અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મનની વાતો શેર કરી દે છે. 

   

  ઉપચાર

   

  - બાળકોમાં આવા લક્ષણો દેખાય તો તેમને માનસિક રીતે મજબૂત બનાવવા માટે હિંમત જરૂર આપો સાથે ઉત્સાહિત પણ કરો. તેને એકવાર ડોક્ટર પાસે પણ ચોક્કસપણે લઇ જાઓ. દવા લેવા અને થેરપી સાથે ડોક્ટરો અન્ય બીજા સૂચનો પણ આપી શકે છે. તેનાથી પરિવારની સાથે બહાર ફરવા અથવા અન્ય એક્ટિવિટીથી બાળકનું મન હળવું થઇ જશે. 

  આ રીતે બદલાયું વર્તન- 2016 પછી સોશિયલ મીડિયા પર ઓછી કરી હતી એક્ટિવિટી

  - ઇકિશા ડિસેમ્બર 2016 પહેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. નવા વર્ષથી લઇને કોઇપણ ખુશી શેર કરતી હતી. કમેન્ટ પણ કરતી હતી. દરેક નાની-મોટી ખુશીને પોસ્ટ કરતી હતી. ઘણીવાર સ્કૂલ આવવા-જવા અંગે પોતાની વાતો શેર કરતી હતી. 
  - પરંતુ ડિસેમ્બર 2016 પછી ધીમે-ધીમે ફેસબુક પર ઓછી એક્ટિવ થઇ ગઇ. ત્યારબાદ ઘણીવાર ફેસબુક પર આવે તોપણ હિડન ફિલિંગ અથવા નો વન કેર ગ્રુપ દ્વારા જ પોતાની વાતો શેર કરતી હતી.

   

  આગળની સ્લાઇડમાં વાંચો, સીબીઆઇ તપાસ માટે આજે સુપ્રીમ કોર્ટ જશે પેરેન્ટ્સ

 • Ekisha suicide case: she did dipressive FB post before one year no one cares
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સોશિયલ મીડિયાથી જાણ થઇ કે શરૂઆતમાં તેણે પરેશાની જણાવી પણ કોઇએ ગંભીરતાથી ન લેતા તે આ વાતો સોશયિલ મીડિયામાં શેર કરવા લાગી.

  સીબીઆઇ તપાસ માટે આજે સુપ્રીમ કોર્ટ જશે પેરેન્ટ્સ

   

  - એલ્કોન સ્કૂલની સ્ટુડન્ટની આત્મહત્યાના મામલે મંગળવારે પરિવારજનો સીબીઆઇ તપાસની માંગને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. પરિવારજનોએ સોમવારે મીડિયાને કહ્યું કે મંગળવારે સવારે 11 વાગે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સીબીઆઇ તપાસની માંગ કરશે. સાથે જ કહ્યું કે જ્યાં સુધી સીબીઆઇ તપાસ શરૂ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. 

  - પરિવારના લોકોએ કહ્યું કે ટુંક સમયમાં ન્યાયની માંગને લઇને ઇન્ડિયા ગેટ અને પીએમઓ પર વિરોધ-પ્રદર્શન કરશે. વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું કે આ ઘટનામાં જીવ આપનાર છોકરી ફક્ત તેમની દીકરી જ નહીં પરંતુ તેમની શિષ્યા પણ હતી. તેને કથક સાથે ઘણો લગાવ હતો. 
  - પ્રાઇવેટ સ્કૂલોની સ્થિતિ ઘણી ખરાબ છે. અન્ય માતા-પિતાઓએ પણ બાળકોની ફરિયાદને ગંભીરતાથી લેવી જોઇએ. 

 • Ekisha suicide case: she did dipressive FB post before one year no one cares
  સ્કૂલ પ્રોગ્રામ દરમિયાન ઇકિશા.

More From National News

Trending