Home » National News » Latest News » National » Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit

દેશભરમાં આજે ઊજવાઇ રહી છે ઈદ, PMએ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 12:50 PM

ઈદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે

  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    દેશભરમાં આજે ઇદની ઊજવણી.

    નેશનલ ડેસ્ક: દેશભરમાં આજે ઈદની ઊજવણી કરવામાં આવી રહી છે. ઈદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. 'નયા ચાંદ' શુક્રવારે સાંજે લગભગ 7.35 વાગે જોવા મળ્યો હતો.

    PM મોદીએ કરી ટ્વિટ

    - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટ્વિટમાં લખ્યું, "આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઇને આવે."

    - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઈદ-અલ-ફિતુરની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં ભાઈચારો અને પરસ્પર સમજદારી વધે તેવી શુભકામના કરી.
    - ઈદના આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ઈશ્વર તમામને શાંતિ, ખુશીઓ, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે.

    CM ચંદ્રબાબુ નાયડુએ પણ નમાજ પઢી

    - ઈદના તહેવાર પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગાંધીનગર સ્ટેડિયમમાં જઇને નમાજ અદા કરી.

    - એકતા અને શાંતિના આ તહેવાર પર રાજકીય મતભેદોને ભૂલીને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને કોંગ્રેસ નેતા કમલનાથ ભોપાલમાં એકસાથે જોવા મળ્યા.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ દેશભરમાં થઇ રહેલી ઈદની ઊજવણીની તસવીરો

  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ પણ નમાજ અદા કરી.
  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    મધ્યપ્રદેશ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ નેતા કમલનાથ ઇદના તહેવાર પર સાથે જોવા મળ્યા.
  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વડાપ્રધાને ટ્વિટ કરીને આપ્યા અભિનંદન.
  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રાહુલ ગાંધીએ આપ્યા અભિનંદન
  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દિલ્હીની જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ પર નમાજ અદા કરી.
  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આંધ્રપ્રદેશમાં ઇદની ઊજવણી.
  • Eid is being celebrated in India PM Modi Rahul Gandhi Wished through Twit
    જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઇદની ઊજવણી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ