Home » National News » Latest News » National » Raid on Robert Vadras premises for 16 hours, ED team return at 3 pm

EDની રેડ/ વાડ્રા પછી કોંગ્રેસી નેતા જગદીશ શર્માના ઘરે દરોડા, કોંગ્રેસે મોદીને કહ્યાં- તુઘલક

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 04:18 PM

રોબટ વાડ્રાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટીની ઓફિસમાં લાંચ લેવાના કેસ અંગે દરોડા

  • Raid on Robert Vadras premises for 16 hours, ED team return at 3 pm
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વાડ્રાના ખાસ ગણાતા કોંગ્રેસ નેતા જગદીશ શર્માના ઘરે ઈડીના દરોડા

    નવી દિલ્હી: ઈડીએ ગઈ રાતે ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રાની દિલ્હીમાં આવેલી ઓફિસ પર દરોડા પાડ્યા પછી શનિવારે કોંગ્રેસના એક નેતા જગદીશ શર્માના ઘરે પણ દરોડા પાડ્યા છે. જગદીશ શર્માને રોબર્ટ વાડ્રાના ખાસ માનવામાં આવે છે. તેથી જ જગદીશ શર્માના ઘરે થયેલા દરોડાને પણ વાડ્રા કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે. શુક્રવારે અને શનિવારે દિલ્હી અને બેંગલુરુમાં રોબર્ટ વાડ્રાના અન્ય ઘણાં સંબંધીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા.

    જગદીશ શર્માના ઘરે દરોડા દરમિયાન અમુક દસ્તાવેજ અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારપછી ઈડીના ઓફિસર જગદીશ શર્માને પૂછપરછ માટે તેમની સાથે લઈ ગઈ હતી. આ વિશે ખુદ જગદીશ શર્માએ જ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ઈડી મને પૂછપરછ માટે તેમની ઓફિસ લઈ જઈ રહી છે.

    વાડ્રાની ઓફિસ 16 કલાક ચાલી કાર્યવાહી

    ઈડીએ શુક્રવારે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાની અમુક ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા. ઈડીની આ કાર્યવાહી 16 કલાક ચાલી હતી. આ દરોડા રક્ષા સોદામાં અમુક લોકો પાસેથી કથિત રીતે લાંચ લેવાના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા.

    મોદી 'તુઘલક' અને યોગી 'ઔરંગઝેબ'- કોંગ્રેસ

    કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકારના દિવસો હવે પૂરા થઈ ગયા છે. વડાપ્રધાન મોદી તધલક અને યોગી આદિત્યનાથ ઔરંગઝેબ જેવો વ્યવહાર કરે છે. નિરંકુશ બાદશાહ પર બાદશાહી એવી ચઢી છે કે તેઓ નિયમ-કાયદો-બંધારણ બધુ પગ નીચે કચડી રહ્યા છે. તેઓ તેમની નક્કી થયેલી હારથી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. તેથી તેઓ આ મંત્ર પર ચાલી રહ્યા છે કે, રેડ કરાવો અને હારથી ધ્યાન ડાયવર્ટ કરો.

    જ્યારે આ દરોડા વિશે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હાર નક્કી જોઈને મોદી સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી છે. જેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી શકાય.

    વાડ્રાના વકીલે ઈડી પર લગાવ્યા આરોપ

    સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી કંપનીના એડવોકેટ તબરેજનો આરોપ છે કે, ઈડી દિલ્હીના સુખદેવ વિહારમાં આવેલી વાડ્રાની ઓફિસના દરવાજા તોડીને અંદર ઘુસ્યા અને કર્મચારીઓને 13-14 કલાક સુધી અંદર બંધ રાખ્યા હતા. તેમનું કહેવું છે કે, ઈડીએ ગેટમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યાં હતા અને ઓફિસમાં બધુ વેર-વિખેર કરી દીધું છે. તેમણે ઓફિસમાં દરેક કેબીનના તાળા પણ તોડી નાખ્યા છે.

    તબરેજે આરોપ લગાવ્યો કે ઈડીની ટીમ જ્યારે ઓફિસમાં દાખલ થઈ ત્યારે તેમણે તેમની ઓળખ નહોતી દર્શાવી. અમને તે વિશે સાંજે માહિતી મળી. જ્યારે ઈડીએ શુક્રવારે સવારે 11 વાગ્યાથી દરોડાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ દિલ્હીમાં રોબર્ટ વાડ્રાના અંગત સંબંધીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે.

    દરોડા દરમિયાનની તસવીરો જોવા આગળની સ્લાઈડ ક્લિક કરો

  • Raid on Robert Vadras premises for 16 hours, ED team return at 3 pm
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈડીએ વાડ્રાની ઓફિસમાંથી અમુક દસ્તાવેજો જપ્ત કર્યા
  • Raid on Robert Vadras premises for 16 hours, ED team return at 3 pm
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈડીએ વાડ્રાની ઓફિસમાંથી અમુક દસ્તાવેજો જપ્ત કર્યા
  • Raid on Robert Vadras premises for 16 hours, ED team return at 3 pm
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ