વિજય માલ્યાની કરોડોની સંપત્તિ આજથી થશે જપ્ત, ઈડી કરશે કાર્યવાહી

લિકર વેપારી વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન બાકી છે

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 09:56 AM
માલ્યાની કરોડોની સંપત્તિ આજથી થશે જપ્ત
માલ્યાની કરોડોની સંપત્તિ આજથી થશે જપ્ત

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મંગળવારથી લિકર વેપારી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનું કામ શરૂ કરશે. નોંધનીય છે કે, વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન ન ચૂકવવાનો આરોપ છે.

નવી દિલ્હી: એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મંગળવારથી લિકર વેપારી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનું કામ શરૂ કરશે. નોંધનીય છે કે, વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન ન ચૂકવવાનો આરોપ છે. ઈડી આ કાર્યવાહી ક્રિમિનલ પ્રોસિજર કોડ સેક્શન-83 અંતર્ગત કરશે. આ કલમ અંતર્ગત ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવે છે. 2 માર્ચ 2016થી માલ્યા લંડન ભાગી ગયા છે.

કયા કેસમાં થઈ રહી છે કાર્યવાહી?


- દિલ્હીને એક કોર્ટે માલ્યા સામે સમન્સ જાહેર કર્યું હતું. વિજય માલ્યા તે સમયે હાજર ન થતા કોર્ટે તેને આરોપી જાહેર કરી દીધો હતો.
- ઈડી દ્વારા દાખલ કરવામા આવેલા કેસ પ્રમાણે માલ્યાએ 1996, 1997 અને 1998માં લંડનમાં થયેલી ફોર્મ્યુલા વન રેસિંગમા બ્રિટિશ કંપનીને અંદાજે 1 કરોડ 29 લાક રૂપિયા આપ્યા હતા. માલ્યાએ આ રૂપિયા ફોર્મ્યુલા વન રેસિંગમાં કિંગફિશરનો લોકો યુરોપમાં ઘણાં દેશોમાં બતાવવા માટે આપ્યા હતા.
- ઈડીનો આરોપ છે કે, માલ્યાએ આ ચુકવણી ભારતીય રિઝર્લ બેન્કની મંજૂરી લીધા વગર એફઈઆરએ નિયમો તોડીને આપ્યા હતા.

યુરોપમાં ચાલી રહ્યો છે પ્રત્યાર્પણ કેસ


- ભારતીય બેન્કોની લોન પરત ન કરવાથી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સાથે જોડાયેલી મુંબઈની સ્પેશિયલ કોર્ટે માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે.
- ફેબ્રુઆરીમાં 2017માં ભારતે યુકે સરકાર પાસેથી માલ્યને પરત કરવાની રિક્વેસ્ટ પણ કરી હતી. માર્ચમાં બ્રીટિશ પીએમ થેરેસાએ લંડનમાં અરુણ જેટલી સાથે પ્રોટોકોલ તોડીને પણ મુલાકાત કરી હતી.
- યુકે સરકારે આગળની કાર્યવાહી માટે કેસને ડિસ્ટ્રિક્ટ જજ પાસે મોકલ્યો હતો.
- ત્યારપછી માલ્યાને એક્સ્ટ્રાડિશન વોરંટ પર એપ્રિલમાં અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. વોરંટ જાહેર થયા પછી વિજય માલ્યા જાતે સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જૂન સુધીમાં પુરી થઈ શકે છે કાર્યવાહી


- હાલ માલ્યા બેલ પર છે. તેના વિરુદ્ધ પ્રત્યપર્ણ મામલે સુનાવણી ચાલી રહી છે. જૂનના અંત સુધીમાં વિજય માલ્યા પર કોઈ નિર્ણય આવી જાય તેવી શક્યતા છે. વિજ્ય માલ્યા મામલે ભારતનો પક્ષ મુકી રહેલી સીબીઆઈને આશા છે કે, વિજય માલ્યાને ભારત પરત મોકલી દેવામાં આવશે.

માલ્યા પર કેટલુ દેવું?


- 31 જાન્યુઆરી 2014 સુધી કિંગફિશર એરલાઈન્સ પર 17 બેન્કોનું 6,963 કરોડનું દેવુ છે. આ ધિરાણ પર વ્યાજપછી માલ્યાનું કુલ દેવુ રૂ. 9,432 કરોડ થઈ ગયું છે.
- સીબીઆઈએ 1,000 કરતા પણ વધારે પેજનીચાર્જશીટમાં કહ્યું છે કે, કિંગફિશર એરલાઈન્સને IDBI તરફથી મળેલા રૂ. 900 કરોડની લોનમાંથી રૂ. 254 કરોડનો ખાનગી ઉપયોગ કર્યો હતો.
- કિંગફિશર એરલાઈન્સ ઓક્ટોબર 2012માં બંધ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2014માં તેમની ફ્લાઈંગ પરમિટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે.

લિકર વેપારી વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન બાકી છે
લિકર વેપારી વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન બાકી છે
X
માલ્યાની કરોડોની સંપત્તિ આજથી થશે જપ્તમાલ્યાની કરોડોની સંપત્તિ આજથી થશે જપ્ત
લિકર વેપારી વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન બાકી છેલિકર વેપારી વિજય માલ્યા પર ભારતીય બેન્કોની રૂ. 9,000 કરોડની લોન બાકી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App