ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» EC will continue the use of Facebook as media partner in Karnataka election

  અમે ફેસબૂક પેજનો ઉપયોગ બંધ નહિ કરીએઃ ભારતીય ચૂંટણી પંચ

  Dainik Bhaskar | Last Modified - Mar 27, 2018, 08:26 PM IST

  ચૂંટણી પંચે મંગળવારે કહ્યું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ફક્ત તેની કેટલીક ખામીઓ અને ગરબડોને જોઇને જ બંધ ન કરી શકાય.
  • મૂખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૂખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. ફાઇલ ફોટો

   નવી દિલ્હીઃ 2016માં અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં 5 કરોડ યુઝર્સના ડેટા લીક થયા પછી ફેસબૂકની વિશ્વસનીયતા પર સવાલ પેદા થયા છે. તેવા સંજોગો વચ્ચે ચૂંટણી પંચે મંગળવારે કહ્યું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ફક્ત તેની કેટલીક ખામીઓ અને ગરબડોને જોઇને જ બંધ ન કરી શકાય. તેમણે કહ્યું કે કર્ણાટકની આગામી ચૂંટણીમાં પણ ફેસબૂક ચૂંટણી પંચનું સોશ્યલ મીડિયા પાર્ટનર બની રહેશે.

   નેતાઓ અને રાજકીય પક્ષોના એપની થશે તપાસ

   - મૂખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું કે મીડિયા સેલ રાજકીય પક્ષો અને નેતાઓના મોબાઇલ એપ્સની તપાસ કરશે. તાજેતરમાં જ કેટલાક રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે નેતાઓ અને પાર્ટીઓના એપ્સ યુઝર્સની મરજી વિના તેમના ડેટા વિદેશ મોકલે છે.
   - તેમણે કહ્યું કે મીડિયા સેલ આ બાબતે ચૂંટણી પંચને પણ જાણકારી આપશે અને તેના આધાર પર આગળ નિર્ણય લેવાશે.

   ખામીઓને જોઇને બંધ નહિ કરાય ટેકનિકનો ઉપયોગ

   - ઓપી રાવતે જણાવ્યું કે, `સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની કેટલીક ગરબડોના કારણે મોડર્ન ટેકનિકનો ઉપયોગ નહિ રોકાય. અત્યાર સુધીમાં બેન્ક ફ્રોડની ઘટનાઓ પણ બની ચૂકી છે પરંતુ તેમ છતાં લોકોએ બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ બંધ નથી કર્યો.'
   - ફેસબૂક વિશે પૂછાયેલા સવાલ પર સીઇસીએ કહ્યું કે, `અમારું ફેસબૂક પર એક પેજ છે અને તે બંધ નહિ થાય. સોશ્યલ મીડિયા એક વાસ્તવિકતા બની ચૂક્યું છે અને ચૂંટણી પંચ એવી દરેક રીત અપનાવશે જેનાથી ભારતીય ચૂંટણીને પ્રભાવિત ન કરી શકાય.'
   - ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની 224 સીટ પર 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના રોજ પરિણામ જાહેર થશે.

   સિક્યોરિટી ફીચર્સમાં વધારો કરશે ફેસબૂક

   - ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે 22 માર્ચે કહ્યું હતું કે, `ચૂંટણીની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે ફેસબૂકના સિક્યોરિટી ફીચર્સમાં વધારો કરાશે. તે માટે અમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ.'

  • કર્ણાટકની ચૂંટણીમાં ફેસબૂક સોશ્યલ મીડિયા પાર્ટનર તરીકે ચાલુ રહેશે. ફાઇલ ફોટો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકની ચૂંટણીમાં ફેસબૂક સોશ્યલ મીડિયા પાર્ટનર તરીકે ચાલુ રહેશે. ફાઇલ ફોટો.

   નવી દિલ્હીઃ 2016માં અમેરિકન પ્રેસિડન્ટની ચૂંટણીમાં 5 કરોડ યુઝર્સના ડેટા લીક થયા પછી ફેસબૂકની વિશ્વસનીયતા પર સવાલ પેદા થયા છે. તેવા સંજોગો વચ્ચે ચૂંટણી પંચે મંગળવારે કહ્યું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ફક્ત તેની કેટલીક ખામીઓ અને ગરબડોને જોઇને જ બંધ ન કરી શકાય. તેમણે કહ્યું કે કર્ણાટકની આગામી ચૂંટણીમાં પણ ફેસબૂક ચૂંટણી પંચનું સોશ્યલ મીડિયા પાર્ટનર બની રહેશે.

   નેતાઓ અને રાજકીય પક્ષોના એપની થશે તપાસ

   - મૂખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું કે મીડિયા સેલ રાજકીય પક્ષો અને નેતાઓના મોબાઇલ એપ્સની તપાસ કરશે. તાજેતરમાં જ કેટલાક રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે નેતાઓ અને પાર્ટીઓના એપ્સ યુઝર્સની મરજી વિના તેમના ડેટા વિદેશ મોકલે છે.
   - તેમણે કહ્યું કે મીડિયા સેલ આ બાબતે ચૂંટણી પંચને પણ જાણકારી આપશે અને તેના આધાર પર આગળ નિર્ણય લેવાશે.

   ખામીઓને જોઇને બંધ નહિ કરાય ટેકનિકનો ઉપયોગ

   - ઓપી રાવતે જણાવ્યું કે, `સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની કેટલીક ગરબડોના કારણે મોડર્ન ટેકનિકનો ઉપયોગ નહિ રોકાય. અત્યાર સુધીમાં બેન્ક ફ્રોડની ઘટનાઓ પણ બની ચૂકી છે પરંતુ તેમ છતાં લોકોએ બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ બંધ નથી કર્યો.'
   - ફેસબૂક વિશે પૂછાયેલા સવાલ પર સીઇસીએ કહ્યું કે, `અમારું ફેસબૂક પર એક પેજ છે અને તે બંધ નહિ થાય. સોશ્યલ મીડિયા એક વાસ્તવિકતા બની ચૂક્યું છે અને ચૂંટણી પંચ એવી દરેક રીત અપનાવશે જેનાથી ભારતીય ચૂંટણીને પ્રભાવિત ન કરી શકાય.'
   - ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની 224 સીટ પર 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના રોજ પરિણામ જાહેર થશે.

   સિક્યોરિટી ફીચર્સમાં વધારો કરશે ફેસબૂક

   - ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે 22 માર્ચે કહ્યું હતું કે, `ચૂંટણીની વિશ્વસનીયતાને જાળવી રાખવા માટે ફેસબૂકના સિક્યોરિટી ફીચર્સમાં વધારો કરાશે. તે માટે અમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ.'

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: EC will continue the use of Facebook as media partner in Karnataka election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top