6 કલાકમાં 7 રાજ્યોમાં 3 વખત ભૂકંપના આંચકા, સૌથી વધુ તીવ્રતા આસામમાં

ભૂકંપ સીલીગુડી સુધી અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા
ભૂકંપ સીલીગુડી સુધી અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા
ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો
ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો
કૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો
કૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા. બુધવારે સવારે જ હરિયાણાના ઝઝ્ઝરમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 5.4 નોંધવામાં આવી છે.

Divyabhaskar.com

Sep 12, 2018, 01:01 PM IST

નવી દિલ્હીઃ દેશના સાત રાજ્યોમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયાં. સૌથી પહેલાં સવારે 5:15 વાગ્યે કાશ્મીરમાં, જે બાદ 5:47 વાગ્યે હરિયાણામાં અને લગભગ 10:25 વાગ્યે આસામ, નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ભૂકંપથી ધરા ધ્રુજી હતી. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા, જ્યાં ભૂકંપની તીવ્રતા 5.5 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના જાન માલના નુકસાનની ખબર નથી. મળતી માહિતી મુજબ લગભગ 25થી 30 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.

આ ભૂકંપનું કેન્દ્ર આસામના કોકરાઝાર નોંધાયું છે. સવારે 10ઃ25 વાગ્યાની આસપાસ લગભગ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો છે. ભૂકંપ આવ્યાં બાદ વિસ્તારમાં ખળભળાટ ફેલાયો હતો, અને લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થાનો પર દોડી આવ્યાં હતા.

આ વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો


- પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને સિક્કિમ
- બિહારના પટના, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આ ઉપરાંત કૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.

હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ આવ્યો હતો ભૂકંપ

- આ પહેલાં બુધવારે જ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.
- કાશ્મીરમાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનની ખબર નથી.
- કાશ્મીરમાં સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો
- જે બાદ લગભગ પોણા છ વાગ્યે હરિયાણાના ઝઝ્ઝર જિલ્લામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

કેમ આવે છે ભૂકંપ?


- ધરતીની ઉપરની સપાટી 7 ટેક્ટોનિક પ્લેટોથી બનેલી હોય છે. જ્યાં પણ આ પ્લેટ એક બીજા સાથે ટકરાય છે ત્યાં ભૂકંપનો ખતરો ઊભો થાય છે.
- ભૂકંપ ત્યારે આવે છે જ્યારે આ પ્લેટ્સને એક બીજા ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. પ્લેટ્સ એક બીજા સાથે અથડાય છે તેના કારણે ઘણી ઉર્જા ઊભી થાય છે અને તે ઘર્ષણ કે ફ્રિક્શનથી ઉપરની ધરતી ડોલવા લાગે છે.
- આ દરમિયાન અનેક વખત ધરતી ફાટી પણ જાય છે. અનેક વખત તો કેટલાંક સપ્તાહો સુધી તો ક્યારેક મહિનાઓ સુધી આ ઉર્જા રહીરહીને બહાર નીકળે છે અને ભૂકંપ આવતાં રહે છે, જેને આફ્ટરશક કહેવાય છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
ભૂકંપ સીલીગુડી સુધી અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાભૂકંપ સીલીગુડી સુધી અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા
ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયોભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો
કૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતોકૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી