ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Business » Market» રેલવમાં બંધ થઇ શકે છે ડાયનેમિક ફેર સિસ્ટમ, 2 રેલ PSUનું થશે લિસ્ટિંગ- ગોયેલ | Dynamic Fare System is under review, 3 rail PSU units will be listed said Goel

  રેલવેમાં બંધ થઇ શકે છે ડાયનેમિક ફેર સિસ્ટમ, 3 રેલ PSUનું થશે લિસ્ટિંગ- ગોયેલ

  moneybhaskar.com | Last Modified - Jun 11, 2018, 09:29 PM IST

  રેલવે પ્રધાને કહ્યુ કે, સરકાર ડાયનેમિક ફેરની વ્યવસ્થા પર ફેરવિચારણા કરી રહી છે અને સમિતિની ભલામણો પર નિર્ણય લેવાશે.
  • રેલવેમાં બંધ થઇ શકે છે ડાયનેમિક ફેર સિસ્ટમ, 3 રેલ PSUનું થશે લિસ્ટિંગ- ગોયેલ
   રેલવેમાં બંધ થઇ શકે છે ડાયનેમિક ફેર સિસ્ટમ, 3 રેલ PSUનું થશે લિસ્ટિંગ- ગોયેલ

   નવી દિલ્હીઃ રેલવે પ્રધાન પીયૂષ ગોયેલે સોમવારે જણાવ્યું કે સરકાર કેટલીક ટ્રેનોમાં ટિકિટો માટે શરૂ કરવામાં આવેલી ડાયનેમિક ફેરની વ્યવસ્થા પર ફેરવિચાણા કરી રહી છે. એક કમિટીની ભલામણોના આધાર પર આ અંગે નિર્ણય લેવાશે. તેના પર હાલમાં વિચાર ચાલી રહ્યો છે.

   ભારતીય રેલવે દ્વારા 2016માં શરૂ કરવામાં આવેલી ડાયનેમિક ફેર અથવા ફ્લેકસી ફેરની વ્યવસ્થા હેઠળ ડિમાન્ડના આધારે ટિકિટોના બેઝ ફેર નક્કી થાય છે. ફ્લેક્સી ફેરની વ્યવસ્થા અત્યારે રાજધાની, દુરંતો અને શતાબ્ધી એક્સપ્રેસમાં લાગુ છે.

   ત્રણ પીએસયુના લિસ્ટિંગના પ્રોસેસ પર કામ ચાલુ


   રેલવેના પબ્લિક સેક્ટર એકમોના લિસ્ટિંગ અંગે ગોયેલે જણાવ્યું કે રાઇટ્સ લિમિટેડ, ઇરકોન ઇન્ટરનેશનલ લિ. અને રેલ વિકાસ નિગમના લિસ્ટિંગની પ્રોસેસ પર કામ ચાલી રહ્યું છે. રાઇટ્સ અને રેલ વિકાસ નિગમ કંપનીઓમાંથી સરકારના અનુક્રમે 10 ટકા અને 12 ટકા હિસ્સો વેચવા માટે સેબીની મંજૂરી મળી ગઇ છે. ઇરકોન ઇન્ટરનેશનલ લિ.ને સરકારના 99.1 લાખ શેર અથવા 10.53 ટકા સુધી હિસ્સો વેચવા માટે રેગ્યુલેટરના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સોંપી દેવાયા છે.

   આઇઆરસીટીસીને પણ કરાવાશે લિસ્ટ


   ગોયેલે જણાવ્યું કે વેલ્યુએશન અને ટેક્સેશન જેવા મુદ્દાઓના સમાધાન પછી બે અન્ય પીએસયુ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (આઇઆરટીસી) તથા ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પને પણ લિસ્ટ કરાશે. એક સવાલના જવાબમાં ગોયેલે કહ્યું કે રેલવેના પ્રાઇવેટાઇઝેશનની કોઇ યોજના નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Business Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રેલવમાં બંધ થઇ શકે છે ડાયનેમિક ફેર સિસ્ટમ, 2 રેલ PSUનું થશે લિસ્ટિંગ- ગોયેલ | Dynamic Fare System is under review, 3 rail PSU units will be listed said Goel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Business

  Trending

  Top
  `