તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘રેલવે આપ કી સંપત્તિ’ છતાં બે લાખ રૂપિયાના ટુવાલ ચોરાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ:‘રેલવે આપ કી સંપત્તિ હૈ’ ... સ્ટેશનો પર થનારી આ જાહેરાતને કેટલાક યાત્રીઓએ અલગ અર્થમાં લીધી છે. એ જ કારણ છે કે ગત વર્ષમાં યાત્રીઓએ ટ્રેનોમાંથી 1.95 લાખ ટુવાલ ચોરી લીધા. એટલું જ નહીં 81,736 ચાદર, 55,573 ઓશિકાનાં કવર, 5038 ઓશિકાં અને 7043 ધાબળા પણ ચોરી લીધાં. છેલ્લાં ત્રણ વર્ષમાં રેલવેને આ ચોરીઓને લીધે 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

 

બાથરૂમના સામાનની ભરપાઇ રેલવે કરે છે

 

પશ્ચિમ રેલવે મુજબ 200 ટોઇલેટ મગ, 1000 નળની ટેપ અને 300થી વધુ ફ્લશ પાઇપની પણ દર વર્ષે ચોરી થાય છે. મધ્ય રેલવેના મુખ્ય પીઆરઓ સુનિલ ઉદાસીએ કહ્યું કે મહિનામાં 79,350 ટુવાલ, 27,545 ચાદર, 21,050 ઓશિકા કવર, 2,150 ઓશિકાં અને 2,065 ધાબળાની ચોરી થઇ, જેની કિંમત 62 લાખ રૂપિયા છે. ચાદર અને બીજી અન્ય એવી વસ્તુઓનું નુકસાન કોચ એટેન્ડેન્ટને ભરવું પડે છે. જ્યારે બાથરૂમના સામાનની ભરપાઇ રેલવે કરે છે. આ જોવાની જવાબદારી કોચ એટેન્ડેન્ટની હોય છે કે દરેક યાત્રીએ રેલવે તરફથી અપાયેલો સામાન પરત કરી દીધો છે કે નહીંω  પરંતુ તે યાત્રીને ચેક કરી શકતો નથી. તેને એ અધિકાર નથી. સોમવારે જ બાન્દ્રાથી રતલામ જઇ રહેલા શબ્બીર રોટીવાલા નામના યાત્રીની આરપીએફની ટીમે 3 ધાબળા, 6 ચાદર અને 3 ઓશિકાં ચોરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

 

 

ટ્રાયલ તરીકે કેટલીક ટ્રેનોમાં ડિસ્પોઝલ ટુવાલ, પિલો કવર અાપવામાં આવે છે

 

 

રેલવેને બેડશીટની કિંમત 132, ટુવાલની 22 અને ઓશિકાની 25 રૂપિયા પડે છે. રેલવે આ સેવાઓને સસ્તા વિકલ્પથી બદલવાની યોજના પર કામ કરી રહી છે. પશ્ચિમ રેલવેના પીઆરઓ રવીન્દ્ર ભાકરનું કહેવું છે કે કેટલીક ટ્રેનોમાં ટ્રાયલ બેઝિઝ પર ડિસ્પોઝલ ટુવાલ અને ઓશિકાનાં કવર આપવામાં આવી રહ્યાં છે. ફાયદો થશે તો તમામ ટ્રેનોમાં તેને લાગુ કરાશે. ઘણી ટ્રેનોમાં સેન્સર-ટેપ અને સીસીટીવી જેવી સુવિધાઓ છે પરંતુ તે એક ટ્રીપ સુધી પણ ટકતી નથી.

અન્ય સમાચારો પણ છે...