Home » National News » Latest News » National » કર્ણાટકમાં PMની રેલીઓથી ભાજપને થયો ફાયદો | Karnataka result PM Modi rally effective and Sonia Rahul failed

કર્ણાટક ચૂંટણીમાં મોદીના ભાષણોની શું થઈ અસર? જાણો 5 પોઈન્ટમાં

Divyabhaskar.com | Updated - May 16, 2018, 05:35 PM

કર્ણાટકમાં PM મોદીની રેલીથી ભાજપને કેટલો ફાયદો, તો સોનિયા-રાહુલની અનેક જનસભાઓથી કોંગ્રેસે શું ગુમાવ્યું?

  • કર્ણાટકમાં PMની રેલીઓથી ભાજપને થયો ફાયદો | Karnataka result PM Modi rally effective and Sonia Rahul failed
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કર્ણાટક ચૂંટણીને ધ્યનામાં રાખીને વડાપ્રધાન મોદીએ અનેક રેલીઓ સંબોધી હતી (ફાઈલ)

    નવી દિલ્હીઃ કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ત્યારે એક તરફ ભાજપ સરકાર બનાવવાના દાવા કરે છે, તો બીજી તરફ JDS કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાના દાવાઓ કરી રહ્યાં છે. જો કે આ ચૂંટણીમાં જોઈએ તો PM મોદીની મહેનત રંગ લાવી છે. કર્ણાટકમાં મતદાનના થોડાં દિવસ પહેલાંથી વડાપ્રધાન મોદીએ તાબડતોડ અનેક રેલીઓને સંબોધીત કરી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં, જેના પરિણામે કોંગ્રેસની ફરી સત્તા પર આવવાની આશા ધરાશાયી થઈ ગઈ છે. અને કોંગ્રેસ ભાજપને સત્તાથી દૂર રાખવા એક સમર્થક પાર્ટી બનીને રહી ગઈ છે.

    જનસભા દરમિયાન PMની વાત પર બેઠો હતો વિશ્વાસ


    - કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદીએ અનેક જનસભા સંબોધી હતી. આ રેલીઓમાં વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર સીધા હુમલાઓ કર્યા હતા.
    - PM મોદીની રેલીઓના પરિણામના સ્વરૂપમાં જોવામાં આવે તો કહી શકાય કે લોકોને PMની વાતમાં વિશ્વાસ બેઠો હોય શકે છે. અને કોંગ્રેસ અધ્યક્ષ તેમજ પૂર્વ અધ્યક્ષના પ્રયાસોને જાકારો આપ્યો છે.

    PM મોદીના ભાષણની કેવી રહી અસર?

    રાહુલને 15 મિનિટ બોલવાનો પડકાર


    - કર્ણાટકના ઉડુપીની એક રેલી વડાપ્રધાને કોંગ્રેસ અધ્યક્ષને વાંચ્યા વગર 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો હતો.
    - ઉડુપી જિલ્લાનું પરિણામ જોઈએ તો આ જિલ્લાની તમામ પાંચ બેઠક ભાજપને મળી છે.

    સોનિયા પર સાધ્યું હતું નિશાન


    - બેલગામ જિલ્લાના જમખંડીની રેલીમાં મોદીએ સોનિયા ગાંધી પર શાબ્દિક પ્રહારો કરી તેઓને દલિત વિરોધી ગણાવ્યા હતા.
    - વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી દેશના રાષ્ટ્રપતિ કે જેઓ દલિત છે તેમને મળ્યા પણ નથી.
    - પરિણામ પર નજર કરીએ તો અહીં ભાજપે કોંગ્રેસની 4 સીટ આંચકી લીધી છે.

    ભાષણની અસરથી કોંગ્રેસને 3 બેઠકનું નુકસાન


    - ચિત્રદુર્ગમાં પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે જે પાર્ટી લોકોનું વેલફેર નથી તેને ફેરવેલ આપી દ્યો. આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કોંગ્રેસ સુલતાનોની જયંતિ મનાવે છે.
    - મોદીના ભાષણની અસર અહીં પણ જોવા મળી અને 6માંથી પાંચ સીટ પર ભાજપે કબજો મેળવ્યો, જ્યારે કોંગ્રેસને 3 સીટનું નુકસાન થયું છે.

    રાહુલ-સોનિયાના ભાષણની કેવી રહી અસર?


    - કલકીમાં સોનિયા ગાંધીએ રેડ્ડી બ્રધર્સના મુદ્દે વડાપ્રધાન પર નિશાન સાધતાં કહ્યું હતું કે PM ઈચ્છે છે કે રેડ્ડી બ્રધર્સ કર્ણાટકના પૈસા લૂંટે.
    - જો કે અહીંની જનતાએ સોનિયા ગાંધીની વાત માની નહીં અને જિલ્લાની 9 બેઠકમાંથી 4 સીટ ભાજપે જીતી અને 5 પર કોંગ્રેસ જીતી છે. ભાજપે કોંગ્રેસ પાસેથી બે સીટ આંચકી લીધી છે.

    મોદી પર નિશાન છતાં મતદાતાઓને ન રીઝવી શક્યા


    - બીજાપુરની એક રેલીમાં સોનિયા ગાંધીએ PM મોદી પર સીધું જ નિશાન તાક્યું હતું.
    - સોનિયાએ કહ્યું હતું કે મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું જુનૂન સવાર છે.
    - 2013માં કોંગ્રેસે આ જિલ્લાની 7માંથી 6 બેઠક પર જીત મેળવી હતી પરંતુ આ વખતે માત્ર 3 સીટ જ મેળવી છે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કર્ણાટકમાં PMની રેલીઓથી ભાજપને થયો ફાયદો | Karnataka result PM Modi rally effective and Sonia Rahul failed
    સોનિયા-રાહુલે કરેલી જનસભાની ઊંધી અસર જોવા મળી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending