Home » National News » Desh » Due to gay relations burn AAP party leader in lucknow

સમલૈંગિક સંબંધોનો ખુલાસો થવાના ડરથી AAPના નેતાને પહેલાં હલવો ખવડાવ્યો, પછી હાઈ-વે પર કાર લઈ જઈ જીવતો સળગાવ્યો

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 03:34 PM

આરોપીએ ઘટનાને અંજામ આપતાં પહેલાં તેના ખાતામાં રૂ. સાત લાખ ટ્રાન્સફર કરાવી દીધાં

  • Due to gay relations burn AAP party leader in lucknow

    હિબાબાદ (ઉત્તરપ્રદેશ). શહેરના ટીલા રોડ પર આમ આદમી પાર્ટીના નેતાનો કારમાં બળી ગયેલો મૃતદેહ મળવાના મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે. AAPના નેતાની હત્યા સમલેંગિક સંબંધોના કારણે થઈ. સંબંધોનો ખુલાસો થઈ જવાના ડરથી આરોપીને AAP નેતાને જીવતા સળગાવી દીધા.

    આરોપી સૈયદે જણાવ્યું કે તે અઢી વર્ષ પહેલા નવીનને એક ગે પાર્ટીમાં મળ્યો હતો. ત્યારબાદથી બંને દિલ્હીની 5 સ્ટાર હોટલમાં ગે પાર્ટી આયોજીત કરતા રહેતા હતા. નવીન છેલ્લા કેટલાક મહિનાઓથી લિવ ઇનમાં રહેવાનું દબાણ કરી રહ્યો હતો. જેના માટે તેણે બંનેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો, અને વારંવાર વાઇરલ કરવાની ધમકી પણ આપતો હતો. સંબંધોના ખુલાસાના ડરથી સૈયદે પોતાના બે સાથીઓ સાથે મળી હત્યાને અંજામ આપ્યો.

    આરોપીએ હત્યાની યોજના બનાવીને 4 ઓક્ટોબરની સાંજે ફોન લગાવીને બોલાવ્યો, અને હલવામાં નશીલો પદાર્થ ભેળવી ખવડાવી દીધો. બેભાન અવસ્થામાં સૈયદે નવીનનો ફોન લીધો અને નેટ બેન્કિંગનો પાસવર્ડ પૂછી પોતાના ખાતામાં 7.85 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. આરોપીએ મોબાઇલની સાથે અન્ય સામાન પણ લઈ લીધો. મોડી રાત્રે આરોપી પોતાના બે અન્ય સાથીઓની સાથે ટીલા રોડ પહોંચ્યો અને કારમાં નવીનને બેભાન સ્થિતિમાં બેસાડી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી, અને ત્રણેય આરોપી સ્કૂટી પર બેસી ત્યાંથી જતા રહ્યા.

    પોલીસે આરોપીની પાસેથી નવીનનો મોબાઇલ, 4 લાખ રૂપિયા અને હત્યાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલી સ્કૂટી જપ્ત કરી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાને અંજામ આપવા માટે આરોપીએ અનેક કલાકો નવીનનું ફેસબુક યૂઝ કર્યું. જેનાથી પોલીસને લોકેશન બદલાયેલું મળ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending