પતિ સાથે ઝઘડો થયો તો ટાઇમપાસ કરવા FB પર કરી બેઠી યુવક સાથે દોસ્તી, પછી તે એવો પડ્યો પાછળ તે જીવવું થયું હરામ

મહિલાએ પર્સનલ લાઈફની વાતો પણ FB ફ્રેન્ડને શેર કરી હતી

divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:50 PM
યુવક ક્યારેક મહિલાના ઘરે તેના જન્મદિવસ પર ફૂલોનો ગુલદસ્તો મોકલાવે છે તો ક્યારેક તેના બાળકના બર્થડે પર કેક મોકલી દે છે.
યુવક ક્યારેક મહિલાના ઘરે તેના જન્મદિવસ પર ફૂલોનો ગુલદસ્તો મોકલાવે છે તો ક્યારેક તેના બાળકના બર્થડે પર કેક મોકલી દે છે.

નોઇડા (નવી દિલ્હી): પતિ સાથે ઝઘડો થવાથી નારાજ એક મહિલાને ટાઈમ પાસ માટે ફેસબુક પર બીજા યુવક સાથે દોસ્તી કરવી મોંઘી પડી ગઈ. યુવક સાથે મહિલા ચેટિંગ કરવા લાગી અને પછી બંનેમાં ઘણી સારી દોસ્તી થઈ ગઈ. ત્યારપછી મહિલાએ તેને પોતાની પર્સનલ લાઈફ વિશે પણ ઘણી જાણકારી આપી દીધી. આ દરમિયાન, પતિ સાથે મહિલાને જે અણબનાવ હતો તે દૂર થઈ ગયો, એટલે તેણે ફેસબુક ફ્રેન્ડ સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેનાથી તે યુવક નારાજ થઈ ગયો અને તેને હેરાન કરવા લાગ્યો.

બર્થડે પર મોકલતો હતો ફૂલોનો ગુલદસ્તો, બનાવવા માંગતો હતો રિલેશન

જયપુરનો રહેવાસી યુવક ક્યારેક મહિલાના ઘરે તેના જન્મદિવસ પર ફૂલોનો ગુલદસ્તો મોકલાવે છે તો ક્યારેક તેના બાળકના બર્થડે પર કેક મોકલી દે છે. એટલું જ નહીં, પરંતુ મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે જબરદસ્તી રિલેશન બનાવવા માટે દબાણ પણ કરી રહ્યો છે. તેનાથી પરેશાન મહિલાએ સેક્ટર-24 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિશે એસએચઓ પંકજ પંતે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે સાયબર સેલની મદદથી જયપુરમાં રહેતા આરોપી વિશે જાણકારી મેળવીને ટુંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

2 વર્ષ પહેલા મહિલાએ બનાવ્યો હતો ફેસબુક ફ્રેન્ડ

પીડિત મહિલા નોઇડાના સેક્ટર-12માં રહે છે. બે વર્ષ પહેલા પતિ સાથે તેને અણબનાવ થઈ ગયો હતો. ત્યારબાદ તે ઘણી ઉદાસ અને પરેશાન રહેવા લાગી હતી. આ દરમિયાન મહિલાએ ફેસબુક પર જયપુરમાં રહેતા આદિત્ય જયસ્વાલ સાથે દોસ્તી કરી લીધી. તે પછી બંને ચેટિંગ પણ કરવા લાગ્યા હતા. થોડા મહિના પહેલા જ્યારે મહિલાનો તેના પતિ સાથે અણબનાવ ખતમ થઈ ગયો તો તેણે ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટિંગ બંધ કરી દીધું. તેનાથી ગુસ્સે થયેલો આદિત્ય મહિલાને ફોન કરવા લાગ્યો. ફોન પર પણ મહિલાએ વાત ન કરી ત્યારે તે ધમકીભર્યા મેસેજ મોકલવા લાગ્યો.

મહિલાએ પતિને જણાવી આપવીતી, નોંધાવી એફઆઇઆર

પરેશાન મહિલાએ આખી વાત તેના પતિને જણાવી દીધી. બે વર્ષ પહેલા થયેલા અણબનાવથી લઇને ફેસબુક ફ્રેન્ડના તમામ પ્રકારના મેસેજીસને જાણકારી તેણે પતિને આપી. ત્યારબાદ પતિએ પહેલા આરોપી આદિત્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે મહિલાના પતિને પણ ધમકાવવાનું શરૂ કરી દીધું. ત્યારે પતિએ મહિલાને લઇને સેક્ટર-24ના પોલીસ સ્ટેશનમાં આદિત્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સેક્ટર-24ના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પંકજ પંતે જણાવ્યું કે મામલો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: યુવકે FB લાઇવ થઇને કરી આત્મહત્યા, દોસ્તોને વારંવાર કહેતો રહ્યો- આ વીડિયો વધુમાં વધુ શેર કરો, 2 હજાર લોકોએ જોયું લાઇવ સુસાઇડ

X
યુવક ક્યારેક મહિલાના ઘરે તેના જન્મદિવસ પર ફૂલોનો ગુલદસ્તો મોકલાવે છે તો ક્યારેક તેના બાળકના બર્થડે પર કેક મોકલી દે છે.યુવક ક્યારેક મહિલાના ઘરે તેના જન્મદિવસ પર ફૂલોનો ગુલદસ્તો મોકલાવે છે તો ક્યારેક તેના બાળકના બર્થડે પર કેક મોકલી દે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App