ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» DSP became truck driver to catch the racket of ransome on roads identify gang at Bihar

    ટ્રક ડ્રાઇવર બનીને DSPએ પકડ્યો વસૂલીનો ગોરખધંધો, પોલીસવાળા બન્યા ખલાસી

    divyabhaskar.com | Last Modified - May 30, 2018, 04:36 PM IST

    માટીથી લદાયેલી ઓવરલોડ ટ્રકોને વિવિધ વિભાગોથી મેનેજ કરતી ગેંગમાં ઘણા લોકોનો ખુલાસો થયો છે
    • ટ્રક ડ્રાઇવર બનીને DSPએ પકડ્યો વસૂલીનો ગોરખધંધો, પોલીસવાળા બન્યા ખલાસી
      ટ્રક ડ્રાઇવર બનીને DSPએ પકડ્યો વસૂલીનો ગોરખધંધો, પોલીસવાળા બન્યા ખલાસી

      ભાગલપુર (બિહાર): માટીથી લદાયેલી ઓવરલોડ ટ્રકોને વિવિધ વિભાગોથી મેનેજ કરતી ગેંગમાં ઘણા લોકોનો ખુલાસો થયો છે. એસએસપી આશિષ ભારતીએ સ્વીકાર કર્યો છે કે ભાગલપુર જિલ્લાના પોલીસ સ્ટેશનની પોલીસ, ડીટીઓ, એમવીઆઇ અને ખાણવિભાગના અધિકારીઓ-કર્મીઓ સાથેની સાંઠગાંઠથી આ ગોરખધંધો ચાલી રહ્યો હતો. જિલ્લાની મિર્ઝાચોકીથી ઝીરોમાઇલ વિસ્તારની વચ્ચે ફક્ત કહલગાંવ પોલીસ સ્ટેશનને છોડીને બાકી તમામ પોલીસ સ્ટેશનની પોલીસ ઓવરલોડ ટ્રકોને ક્રોસ કરવાના બદલામાં પૈસા લે છે.

      વસૂલીનો ખેલ સમજવા ડીએસપી બન્યા ટ્રક ડ્રાઇવર

      - જિલ્લાના કહલગાંવના ડીએસપી દિલનવાઝ અહમગે 2 દિવસ પહેલા ટ્રપ ડ્રાઇવર બનીને પહેલા આ ગોરખધંધા વિશે તપાસ કરી. મિર્ઝાચોકીથી ઓવરલોડ માટી-પથ્થરના ટુકડાથી લદાયેલા ટ્રકને ચલાવીને ભાગલપુર માટે નીકળ્યા તો ડીએસપીને ઘણી જગ્યાઓએ વસૂલી માટે રોકવામાં આવ્યા.

      - ડીએસપીએ તે તમામ પોઇન્ટ પર પોલીસકર્મી, દલાલ અને વિભાગોના વચેટિયાઓને પૈસા આપ્યા. આ કાર્યવાહી દરમિયાન ગેંગના મુખિયા લાલુ મંડલની ધરપકડ કરવામાં આવી. તેના ઘરેથી 12 લાખ રૂપિયા કેશ, રજિસ્ટર, મોબાઇલ, ઘણી ચેકબુક, પાસબુક અને એટીએમ કાર્ડ મળી આવ્યા.
      - આ ગેંગ બિહાર-ઝારખંડની સરહદ પર મિર્ઝાચોકીમાં ઓફિસ બનાવીને ધંધો ચલાવતા હતા. લાલુએ સ્વીકાર કર્યો છે કે આ ગેંગમાં તે એકલો જ નથી પરંતુ તેની સાથે ઘણા લોકો છે. દરેક ગાડીને પાર કરાવવાના બદલામાં લાલુ ટ્રક માલિકો પાસેથી કમિશન લે છે. તેનો હિસ્સો પોલીસ સ્ટેશનની પોલીસ, ટ્રાન્સપોર્ટેશન અને ખાણ વિભાગને પહોંચાડે છે.

      ડીએસપીએ કર્યો ગેંગનો પર્દાફાશ

      - ટ્રક ડ્રાઇવર બનેલા ડીએસપી અને ખલાસી બનેલા પોલીસકર્મીઓની ટીમ સીધી મિર્ઝાચોકી પહોંચી. ઓવરલોડ ટ્રક લઇને ચાલી નીકળ્યા. સૌથી પહેલા મિર્ઝાચોકી ચેકપોસ્ટ પર વસૂલી માટે અટકાવવામાં આવ્યા. પછી પીરપૈંતી, શિવનારાયણપુર, ઘોઘા, સબૌર અને ઝીરોમાઇલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેક જગ્યાએ પૈસા લઇને ટ્રકને પાર કરાવવામાં આવી.


      આવી રીતે ચાલતો હતો વસૂલીનો ખેલ

      - એસએસપીએ જણાવ્યું કે મિર્ઝાચોકીથી ઓવરલોડ ટ્રક લઇને ભાગલપુર આવ્યા. ટ્રક માલિક અથવા ડ્રાઇવર સીધો લાલુના મોબાઇલ પર સંપર્ક કરે છે. ત્યારબાદ સબૌર પેટ્રોલ પંપ પર લાલુનો માણસ ઊભો રહે છે અને ટ્રકો પાસેથી પૈસા વસૂલે છે.

      - ટ્રકનો નંબર આગળ ફોરવર્ડ કરે છે જેથી પોલીસવાળાઓ, ડીટીઓ, એમવીઆઇ અને ખાણ વિભાગની ચેકિંગમાં તે પકડાઇ ન જાય.
      - લાલુનો માણસ રજિસ્ટર મેઇન્ટેઇન કરે છે. તેમાં પાર કરાવવામાં આવેલી ટ્રકોનો નંબર, વસૂલી રાશિ અને કોને કેટલું પેમેન્ટ કરવામાં આવ્યું, તેની ડિટેઇલ્સ લખેલી હોય છે.
      - ભાગલપુરની બહાર બીજા જિલ્લા અને રાજ્યમાં પણ આ ગેંગ સંબંધિત વિભાગ અને પોલીસને મેનેજ કરે છે અને ચેનલ પાસેથી કમિશન મોકલાવે છે.
      - ટ્રક પકડાઇ જવા પર છોડાવવાની જવાબદારી પણ લાલુની ગેંગની જ હોય છે.

      3 વર્ષ પહેલા રિપોર્ટરે ટ્રક ડ્રાઇવર તેમજ ખલાસી બનીને કર્યો હતો વસૂલીનો ખુલાસો

      - પોલીસવાળાઓ દ્વારા રસ્તા પર ગેરકાયદે વસૂલીનો ખેલ નવો નથી. ત્રણ વર્ષ પહેલા દૈનિક ભાસ્કરે ગેરકાયદે વસૂલી વિરુદ્ધ મહાઅભિયાન ચલાવ્યું હતું.

      - આ ઉપરાંત એ જણાવ્યું કે કેવી રીતે 16 પોઇન્ટ્સ પર પોલીસવાળાઓ ટ્રક ડ્રાઇવરો પાસેથી વસૂલી કરે છે. 24 ઓગસ્ટ, 2015ની રાતે ઘંટાઘર ચોક પાસે સ્ટિંગ ઓપરેશનમાં ભાસ્કરની ટીમે રંગેહાથ જમાદાર હમેશ્વર સિંહ સહિત આદમપુર પોલીસ સ્ટેશનની આખી પેટ્રોલિંગ પાર્ટીને વસૂલી મામલે પકડ્યા હતા.
      - સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ ભાસ્કરે તત્કાલીન એસએસપી વિવેક કુમારને ઉપલબ્ધ કરાવ્યો હતો. પરંતુ, તપાસ અધિકારીએ તપાસમાં 6 મહિના લગાવી દીધા હતા.
      - જોકે છ મહિનાની તપાસ પછી એસએસપીએ વસૂલીમાં સામેલ જમાદાર હમેશ્વર સિંહ અને આખી પેટ્રોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરી દીધી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: DSP became truck driver to catch the racket of ransome on roads identify gang at Bihar
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `