નિવેદન/ સર્જિકલ સ્ટ્રાઈક જરૂરી હતી પરંતુ વાતને વધારીને રજૂ કરાઈ: નિવૃત.લે. જનરલ હુડ્ડા

divyabhaskar.com

Dec 08, 2018, 02:25 PM IST
retired General DS Hooda's remark, I think there was too much hype over surgical strike

- સર્જિકલ સ્ટ્રાઇક વખતે ડી.એસ.હુડ્ડા નોર્ધર્ન કમાન્ડર હતા

ચંદીગઢ: નિવૃત્ત લેફ્ટિનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકની વાતને વધારીને રજૂ કરવામાં આવી છે. આવું કરવાની કોઈ જરૂર ન હતી. ભારતે 28-29 સપ્ટેમ્બર 2016ની રાતે સીમા પાર કરીને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઘુસીને આતંકીઓના લોન્ચપેડ તોડી પાડ્યાં હતા.

મિલેટ્રી ઓપરેશન જરૂરી હતું


1. હુડ્ડાએ કહ્યું કે, મને લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઈકને થોડુ વધારે જ મહત્વ આપવામાં આવ્યું છે. મિલેટ્રી ઓપરેશન જરૂરી હતું અને તેથી જ અમે તે કર્યું હતું. પરંતુ તેનો કેટલો રાજકીય ઉપયોગ થવો જોઈએ અને તે સાચુ છે કે ખોટું તે રાજનેતાઓને પૂછવું જોઈએ.

2. હુડ્ડાના જણાવ્યા પ્રમાણે- જે પ્રમાણેની એલઓસી પાસે કાર્યવાહી થઈ રહી છે તેને જોઈને કહી શકાય કે, જ્યાં સુધી પાકિસ્તાન તણાવ ઓછો ન કરે અને ઘુસણખોરી ન અટકાવે ત્યારે આપણે અપ્રત્યક્ષ રીતે જવાબ આપવો જરૂરી છે.

3. પૂર્વ આર્મી ચીફ દલબીર સિંહ સુહાગે આ વર્ષે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, 2016ની સર્જિકલ સ્ટ્રાઈક માટે ભારતીય સેના 2015થી તૈયારી કરી રહી હતી. સેનાને કહેવામાં આવ્યું હતું, કે આમાં નિષ્ફળ થવાનો વિકલ્પ જ નથી.

4. સુહાગે એવો પણ દાવો કર્યો હતો કે, જરૂર પડશે તો બીજી વખત પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. અમે અમારી ક્ષમતાઓ જાણીએ છીએ. સેના સંપૂર્ણ રીતે ઉત્સાહમાં છે અને તેમને વિશ્વાસ છે કે, તેઓ બીજી વખત આ પ્રમાણેનું ઓપરેશન કરી શકે છે.

અમે હુડ્ડાનું સન્માન કરીએ છીએ

નિવૃત્ત લે. જનરલ હુડ્ડાના નિવેદન વિશે આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું કે, તેમણે જે પણ કહ્યું તે તેમનો પોતાનો વિચાર હોઈ શકે છે. હું આ વિશે કોઈ ટીપ્પણી કરવા નથી માગતો. આવા ઘણાં ઓપરેશન્સમાં તેઓ મહત્વની ભૂમિકા નીભાવી ચૂક્યા છે. હું તેમના દરેક શબ્દોનું સન્માન કરું છું.

X
retired General DS Hooda's remark, I think there was too much hype over surgical strike
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી