નવી દિલ્હી: એર ઇન્ડિયાના વિમાનમાં શુક્રવારે એક વ્યક્તિએ મહિલા યાત્રીની સીટ પર પેશાબ કરી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ દારૂના નશામાં હતો. પીડિત મહિલાની દીકરી ઇંદ્રાણી ઘોષે આ વિશે એર ઇન્ડિયાને ટ્વિટ કરી. ત્યારબાદ કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ એરલાઇનને તપાસ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું છે. આ વિમાન ન્યુયોર્કથી દિલ્હી આવી રહ્યું હતું.
Disgraceful @airindiain yesterday on your flight AI102 from JFK to Delhi a drunk passenger removed his pants and peed on the seat my mother was sitting!!! She was traveling alone and is completely traumatized! Reply ASAP #AirIndia #Shameful
— Indrani Ghosh (@indranidreams) August 31, 2018
ઇંદ્રાણીના ટ્વિટ પર ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ એર ઇન્ડિયાને ટેગ કરીને ટ્વિટ કર્યું. તેમાં તેમણે લખ્યું, "મહેરબાની કરીને આ મામલે તાત્કાલિક ફોલોઅપ લો અને મિનિસ્ટ્રી ઓફ એવિયેશન અને ડિરેક્ટોરેટને રિપોર્ટ સોંપો. આ અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે કે તમારી માતાને આવા અતિશય આપત્તિજનક અને ખતરનાક અનુભવમાંથી પસાર થવું પડ્યું."
@airindiain please follow up immediately and report back to MoCA / DGCA. Very unfortunate that your mother had to go through this harrowing experience. https://t.co/TcUxEiZ4lR
— Jayant Sinha (@jayantsinha) September 1, 2018