ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મોમોઝ માટે જિદ કરતા દીકરાને પિતાએ નહેરમાં નાખી દીધો| Drunk Father Allegedly Throws His Son Into Canal Crying For Momos

  મોમોઝ માટે જિદ કરતો હતો દીકરો, દારૂડિયા પિતાએ કરી નિર્દયી હરકત

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 12:37 PM IST

  એક માણસે તેના 6 વર્ષના દીકરાને એટલા માટે નહેરમાં નાખી દીધો કારણકે તે મોમોઝ માટે જિદ કરતો હતો
  • મોમોઝ માટે જિદ કરતો હતો દીકરો, દારૂડિયા પિતાએ કરી નિર્દયી હરકત
   મોમોઝ માટે જિદ કરતો હતો દીકરો, દારૂડિયા પિતાએ કરી નિર્દયી હરકત

   નવી દિલ્હી: દિલ્હીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં દારૂના નશામાં એક વ્યક્તિએ તેના 6 વર્ષના દીકરાને એટલા માટે નહેરમાં ફેંકી દીધો કારણકે તે મોમોઝ માટે જિદ કરતો હતો. પોલીસે આરોપી પિતાને દીકરાની હત્યાના આરોપમાં અરેસ્ટ કરી લીધો છે. પોલીસે નહેરમાંથી બાળકની લાશ મેળવી લીધી છે.

   - ઘટના શનિવારે રાતે સાઉથ-ઈસ્ટ દિલ્હીના મદનપુર ખાદર ગામની છે. પોલીસે જણાવ્યું કે, બાળકે અહીં પુલ પર દુકાન જોઈને મોમોઝ ખાવાની જિદ કરી હતી. તેના કારણે તેના પિતાને ખૂબ ગુસ્સો આવી ગયો અને તેણે તેના દીકરાને નહેરમાં ફેંકી દીધો હતો.
   - આ જોઈને આજુ-બાજુા લોકો પણ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પહેલાં તો આજુબાજુના લોકોએ આરોપી પિતાને પકડીને તેને ખૂબ માર માર્યો હતો. ત્યારપછી પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.
   - પોલીસે બાલકનો જીવ બચાવવા માટે લોકલ ડાઈવર્સ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુટીમને ઘટના સ્થળે બોલાવી હતી. પરંતુ મોડી રાત થઈ જવાના કારણે બાળકને શોધવામાં ખૂબ મુશ્કેલી થઈ અને તેના કારણે તેઓ બાળકને બચાવી શક્યા નહીં.
   - રવિવારે બપોરે બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારપછી આરોપી પિતા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.

   રિક્શા ચલાવતો હતો આરોપી


   - પોલીસે આરોપીની ઓળખ સંજય અલ્વી તરીકે આપી છે. તે બાળકને લઈને તેની દાદીના ઘરે રહેતો હતો અને રિક્શા ચલાવીને પરિવાર ચલાવતો હતો. સંજયના લગ્ન 2004માં આશ્મા નામની મહિલા સાથે થયા હતા. આ લગ્નથી તેને 3 બાળકો હતા. તેની પત્ની 2013થી તેના પેરેન્ટ્સના ઘરે સોનીપતમાં રહેતી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોમોઝ માટે જિદ કરતા દીકરાને પિતાએ નહેરમાં નાખી દીધો| Drunk Father Allegedly Throws His Son Into Canal Crying For Momos
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `