ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Driver of Uber Cab misbehaved with a lady passenger in Mumbai

  ઉબર કેબમાં બેઠી હતી મહિલા, તેની સામે જ ડ્રાઇવર કરવા લાગ્યો અશ્લીલ હરકત

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 08:00 AM IST

  ઉબરે મુંબઈમાં પોતાના એક ડ્રાઇવરને મહિલા પેસેન્જરની સામે હસ્તમૈથુન કરવાના આરોપોના કારણે નોકરીમાંથી કાઢી મૂક્યો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈ: કેબ સંચાલક કંપની ઉબરે મુંબઈમાં પોતાના એક ડ્રાઇવરને મહિલા પેસેન્જરની સામે હસ્તમૈથુન કરવાના આરોપોના કારણે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. મહિલા પેસેન્જર દ્વારા નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટના ગયા શુક્રવારની છે. ઉબરે ઘટના સામે આવ્યા પછી તાત્કાલિક આરોપી ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી.

   શું છે મામલો?

   - મહિલા ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, આ ઘટના ગયા શુક્રવારે અંધેરી ઇસ્ટના વ્યસ્ત વિસ્તારમાં ઘટી. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કેબ જ્યારે એક ટ્રાફિક સિગ્નલ પર અટકી તો અચાનક ડ્રાઇવરે ખુલ્લેઆમ મહિલાને બતાવીને હસ્તમૈથુન કરવાનું શરૂ કરી દીધું.

   - મહિલાએ ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરીને લખ્યું, "ડ્રાઇવરની તે હરકત પછી હું તાત્કાલિક તે કારમાંથી બહાર નીકળી ગઇ અને ડ્રાઇવરને મીટર બંધ કરવા માટે કહ્યું. તેના પર ડ્રાઇવર પણ અપશબ્દ બોલતો કારમાંથી બહાર નીકળ્યો અને પૂછવા લાગ્યો તે શું થયું. તેના પર મેં કહ્યું કે તને નથી ખબર કે શું થયું? તું ઇચ્છે છે કે હું ચીસાચીસ કરીને લોકોને જણાવું કે તેં શું કર્યું છે?"
   - મહિલાએ જણાવ્યું કે તેણે છુટ્ટા રૂપિયા પાછા લીધા વગર ભાડા કરતા વધુ રકમ ડ્રાઇવરના હાથમાં પકડાવી અને તાત્કાલિક ત્યાંથી નીકળી ગઇ, કારણકે તેને ડ્રાઇવરથી ખતરો મહેસૂસ થયો. કેબમાંથી ઉતર્યા પછી મહિલા ડાયરેક્ટ અંધેરીમાં એમઆઇડીસી પોલીસ સ્ટેશન ગઇ અને ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

   અમે તાત્કાલિક ડ્રાઇવરને કાઢી મૂક્યો- ઉબર પ્રવક્તા

   - ઉબરના એક પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ ડ્રાઇવરને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો. તેમણે કહ્યું, "જે કંઇપણ થયું તેની અમારે ત્યાં કોઇ જગ્યા નથી. અમારી કોમ્યુનિટી ગાઇડલાઇનમાં પણ સ્પષ્ટપણે આ પ્રકારના વ્યવહારને રદિયો આપવામાં આવ્યો છે. ઘટનાની જાણ થયા પછી અમે તાત્કાલિક તે ડ્રાઇવરની અમારી એપમાંથી એક્સેસ બંધ કરી દીધી છે."
   - ઉલ્લેખનીય છે કે આવો જ એક મામલો રાજધાની દિલ્હીમાં લગભગ બે અઠવાડિયા પહેલા સામે આવ્યો હતો. 15 એપ્રિલના રોજ એક મહિલાએ ઓફિસ જવા માટે ઉબર કેબ બુક કરાવી હતી.
   - કારમાં બેઠા પછી ડ્રાઇવરે તેની સાથે છેડતી શરૂ કરી દીધી. મહિલાએ જ્યારે તેનો વિરોધ કર્યો તો ડ્રાઇવરે ગાડીની સ્પીડ વધારી દીધી અને કારની અંદર જ હસ્તમૈથુન કરવા લાગ્યા. મહિલાએ તે જ સમયે પેનિક બટન દબાવી દીધું.
   - આ ઘટનાની સૂચના મળતાં જ સ્થળ પર પોલીસ પહોંચી ગઇ. પોલીસે મહિલાની ફરિયાદના આધારે કેબ ડ્રાઇવરની ધરપકડ કરી લીધી. આરોપી વિરુદ્ધ આઇપીસીની સંબંધિત કલમોમાં કેસ નોંધાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. પોલીસ તપાસમાં એ પણ જાણ થઇ છે કે કેબ ડ્રાઇવરનું લાઇસન્સ ફેક હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Driver of Uber Cab misbehaved with a lady passenger in Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top