Home » National News » Desh » આ વ્યક્તિએ 70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો| Dr Abhinit Gupta Took Garbage From The Car Of 70 Lakhs

70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો, વેલેન્ટાઈન-ડેએ પિતાએ કરી હતી ગિફ્ટ

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 01:51 PM

આ વ્યક્તિનું નામ અભિનીત ગુપ્તા છે અને તે વ્યવસાયે ડોક્ટર છે

  • આ વ્યક્તિએ 70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો| Dr Abhinit Gupta Took Garbage From The Car Of 70 Lakhs
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ભોપાલ: વડાપ્રધાનના સ્વચ્છ ભારત અને નગર નિગમ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ ભોપાલ સાથે જોડાતા શહેરના એક વ્યક્તિએ તેની રૂ. 70 લાખની કારથી કચરો ઉપાડીને આ કેમ્પેઈનમાં યોગદાન આપ્યું હતું. આ વ્યક્તિનું નામ અભિનીત ગુપ્તા છે. તે ડોક્ટર છે અને સ્કીનનું ક્લિનિક ચલાવે છે. તેણે આ લક્ઝુરિયસ ગાડી વેલેન્ટાઈન-ડેમાં તેના પિતાને ગિફ્ટ કરી હતી.

    સ્વચ્છતા વિશે અવેરનેસ ઊભી કરવા માગે છે


    - અભિનીતે ભાસ્કર.કોમ સાથે વાત કરતા કહ્યું છે કે, આ મોંઘી કારથી કચરો ફેંકવાનો ઉદ્દેશ માત્ર લોકોમાં સ્વચ્છા પ્રત્યે જાગૃૃતતા લાવવાનો છે.
    - તેમના જણાવ્યા પ્રમાણે તેમને જ્યાં પણ મોકો મળે છે ત્યાં તેઓ સફાઈ કરે છે અને તેમનો પરિવાર પણ તેમને આ કામમાં સપોર્ટ કરે છે. આ કેમ્પેનમાં તેમના પિતાએ પણ તેમને પ્રોત્સાહન આપ્યું હતું.
    - તેમણે તેમની કારની પાછળ એક ટ્રોલી અટેચ કરીને શહેરના ચૂનાભટ્ટ વિસ્તારથી શરૂ કરીને ન્યૂ મોર્કેટ, એમપી નગર, દસ નંબર, બિટ્ટન માર્કેટ જેવી જગ્યાઓ પર કચરો સાફ કર્યો હતો. તેમણે કહ્યું કે, આવું કરીને તે લોકોમાં સ્વચ્છતા વિશે અવેરનેસ લાવવા માગે છે.

    આ કારણથી પિતાને ગિફ્ટ કરી હતી કાર


    ડૉ. અભિનીતે તેમના પિતાના રિટાયરમેન્ટ સમયે એક મર્સિડીઝ કાર ગિફ્ટ કરી હતી. તે તેમના પિતાને રોલ મોડલ માને છે. તેથી વેલેન્ટાઈનના ખાસ દિવસે તેમણે પિતાને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી હતી.

    પિતાને છે યુનિક વસ્તુઓનો શોખ


    - તેમણે જણાવ્યું કે, પિતાને યૂનિક ચીજવસ્તુઓ રાખવાનો ખૂબ શોખ છે. તેથી તે તેમના પિતાને એવી કાર આપવા માગતા હતા જે લોકો પાછા ફરી ફરીને જોવે. ડો. અભિનીત પિતા પાસે ઘણી એન્ટિક વસ્તુઓનું કલેક્શન પણ છે. જે આજકાલ ભાગ્યે જ જોવા મળતી હોય. તેમના પિતા પાસે કોલેજ સમયના ગ્રામોફોન, ત્રણ પૈડાવાળી કાર, જૂની બાઈક્સ અને એવી અન્ય ઘણી વસ્તુઓ છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • આ વ્યક્તિએ 70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો| Dr Abhinit Gupta Took Garbage From The Car Of 70 Lakhs
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ વ્યક્તિએ 70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો| Dr Abhinit Gupta Took Garbage From The Car Of 70 Lakhs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ વ્યક્તિએ 70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો| Dr Abhinit Gupta Took Garbage From The Car Of 70 Lakhs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • આ વ્યક્તિએ 70 લાખની કારથી ઉઠાવ્યો શહેરનો કચરો| Dr Abhinit Gupta Took Garbage From The Car Of 70 Lakhs
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ