ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Dog was sleeping roadside hot asphalt fell on him by PWD while construction at Agra

  PWDની બેદરકારી, રસ્તાના કિનારે સૂઇ રહેલા કૂતરાની ઉપર જ બનાવ્યો નવો રસ્તો

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 10:51 AM IST

  ઘટનાસ્થળ પર પહોંચેલી પીપલ્સ ફોર એનિમલની ટીમે જબરદસ્ત હોબાળો કર્યો
  • PWDની બેદરકારી, રસ્તાના કિનારે સૂઇ રહેલા કૂતરાની ઉપર જ બનાવ્યો નવો રસ્તો
   PWDની બેદરકારી, રસ્તાના કિનારે સૂઇ રહેલા કૂતરાની ઉપર જ બનાવ્યો નવો રસ્તો

   આગ્રા: શહેરના પીડબલ્યુડીએ રસ્તા પર સૂઇ રહેલા કૂતરાની ઉપર જ નવો રસ્તો બનાવી નાખ્યો. ગરમ-ગરમ ડામર શરીર પર પડવાથી આ મૂંગા જાનવરનું સ્થળ પર જ મોત થઇ ગયું. ઘટનાસ્થળ પર પહોંચેલી પીપલ્સ ફોર એનિમલની ટીમે જબરદસ્ત હોબાળો કર્યો. સાથે જ રસ્તો બનાવનારી કંપની આરપી ઇન્ફ્રાવેન્ચર અને PWDની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

   શું હતો મામલો

   - શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલ સૈય્યદ ચારરસ્તા પર પીડબલ્યુડી નિર્માણનું કાર્ય કરી રહી હતી. રોડની વ્યસ્તતા જોતા કન્સ્ટ્રક્શનનું કામ રાતે થઇ રહ્યું હતું.

   - પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, સોમવારે રાતે ઠેકા પર કામ કરી રહેલી આરપી ઇન્ફ્રાવેન્ચર કંપનીના કર્મચારીઓએ જ્યારે ઉકળતો ડામ નાખ્યો તો તે રસ્તાને કિનારે સૂઇ રહેલા કૂતરા પર જઇને પડ્યો.
   - ડામરનું તાપમાન એટલું વધારે હતું કે કૂતરો તેમાંથી નીકળી ન શક્યો. તેણે ત્યાં જ દમ તોડી નાખ્યો.
   - સવારે કૂતરાની લાશ અડધી રસ્તામાં ધસેલી જોઇને રાહદારીઓએ હોબાળો શરૂ કરી દીધો. સૂચના મળવા પર પીપલ્સ ફોર એનિમલ્સના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા.
   - વાત બગડતી જોઇને કંપનીના અધિકારીઓએ જેસીબી લગાવડાવીને ખાડો ખોદાવ્યો અને કૂતરાને તેમાં દફનાવ્યો.

   આ પણ વાંચો: વિદેશી કૂતરું સમજીને લાવ્યા ઘરે, નીકળ્યું આ ખતરનાક જાનવર

   'સૂઇ રહેલા જાનવરને દબાવી દીધું, આ ગંભીર ઘટના છે'

   - પીપલ્સ ફોર એનિમલના રેડિંગ ઓફિસર કુલદીપ ઠાકુરે જણાવ્યું, "અહીંયા નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઠેકેદારની બેદરકારી જોવા મળી રહી છે, જેણે એક સૂઇ રહેલા જાનવરને રસ્તાના કિનારે દબાવી દીધું. આ એક ગંભીર ઘટના છે. તેના વિરુદ્ધ અમે એફઆઇઆર નોંધાવીશું."

   - સીઓ ઉદયરાજ સિંહે જણાવ્યું, "ફૂલ સૈય્યદ ચાર રસ્તા પાસે રોડનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યાં લોકો નવો રસ્તો બનાવી રહ્યા હતા, તેમાં બાજુમાં સૂઇ રહેલા કૂતરા પર ડામર નાખી દીધો. તેમાં તપાસ કરીને જે પણ ગુનો બનતો હશે તે હેઠળ કાર્યવાહી કરવામાં આવશે."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Dog was sleeping roadside hot asphalt fell on him by PWD while construction at Agra
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `