Home » National News » Latest News » National » Battele for Banaras Documentary certified by Censor Board

મોદી અને કેજરીવાલ પર બનેલી ડોક્યુમેન્ટરી સેન્સરમાં અંતે પાસ

Divyabhaskar.com | Updated - Apr 15, 2018, 10:03 AM

ફિલ્મમાં વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવલ અંગે અનેક આપત્તિજનક ટીપ્પણીઓ કરવામાં આવી છે.

 • Battele for Banaras Documentary certified by Censor Board
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ફિલ્મ માટે મોદી અને કેજરીવાલના વર્ષ 2014ની ચૂંટણી સમયના બનારસમાં આપેલાં ભાષણોને રેકોર્ડ કરવામાં આવ્યા હતા (ફાઈલ)

  નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2014માં બનારસ સીટ પર થયેલાં ચૂંટણી મહાસમર પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ 'બેટલ ફોર બનારસ' અંતે હાઈકોર્ટના ફેંસલા બાદ ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલમાં પાસ થઈ ગઈ છે. ફિલ્મમાં વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવલ અંગે કરવામાં આવેલી અપમાનજનક ટીપ્પણીઓને ટ્રિબ્યૂનલે એમ કહેતાં પાસ કરી દીધાં કે તેને દર્શકોના અનુભવ અને વિવેક પર પૂરો વિશ્વાસ છે. બંને નેતાઓએ બનારસ સીટ પરથી ચૂંટણી લડી હતી. તેના પ્રચારના સમયે ફિલ્મ માટે 44 દિવસ સુધી ભાષણને રેકોર્ડ કરવામાં આવ્યાં. જે બાદ 'બેટલ ફોર બનારસ'ને રજૂ કરવા ઘણી લાંબી લડાઈ જોવા મળી. સેન્સર બોર્ડે ઓક્ટોબર, 2015માં આ ફિલ્મને પાસ કરી ન હતી.

  સેન્સર બોર્ડના ફેંસલા પર હાઈકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યાં હતા


  - સેન્સહર બોર્ડની દલીલ હતી કે ઉમેદવાર ચૂંટણી દરમિયાન એવી એવી વાતો કરતાં હોય છે જે ઘણી જ આપત્તિજનક હોય છે. સેન્સર બોર્ડના ફેંસલાને ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યૂનલે પણ યોગ્ય ગણાવ્યો હતો. પરંતુ જાન્યુઆરી, 2018માં દિલ્હી હાઈકોર્ટે બોર્ડના તર્કોને માન્યો નહીં અને અપીલી ટ્રિબ્યૂનલથી ફિલ્મ પર નવી રીતે તપાસના નિર્દેશ આપ્યાં. હવે ટ્રિબ્યૂનલની સામે ડોક્યુમેન્ટ્રીને ફગાવવાના કોઈજ રસ્તા ન હતા. તેથી અંતે તે ફિલ્મને U/A સર્ટિફિકેટથી પાસ કરવામાં આવી છે.

  કઈ કોમેન્ટને લઈને હતી આપત્તિ


  1) સેન્સર બોર્ડને ફિલ્મમાં નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ પર કરવામાં આવેલી કેટલીક કોમેન્ટને લઈને આપત્તિ હતી. જે અંગે જસ્ટિસ મનમોહન સરીનની અધ્યક્ષાતામાં ટ્રિબ્યૂનલે સ્પષ્ટતા માંગી હતી. ડોક્યુમેન્ટ્રીના એક દ્રશ્યમાં એક કિન્નર મોદી અંગે કહી રહ્યો છે- "મોદી જહાજથી આવ્યો, શું કરીને ચાલ્યો ગયો? ભીડ ભેગી કરી, શું કર્યું? કંઈ જ નથી કર્યું... "

  ડાયરેકટરની દલીલઃ ફિલ્મના ડાયરકેટર અપીલકર્તા કમલ સ્વરૂપના વકીલે ટ્રિબ્યૂનલને કહ્યું કે કિન્નરની વાતને ડોક્યુમેન્ટ્રીમાં જેવી રીતે હતી તેવી જ રીતે રજૂ કરાઈ છે. કોઈપણ પ્રકારની સલાહ આપ્યાં વગર રીપ્રોડ્યુસ કરાઈ છે. પોતાની તરફથી કંઈપણ નથી જોડવામાં આવ્યું.

  2) ટ્રિબ્યૂનલે કેજરીવાલ અંગે કરેલી કોમેન્ટ્સ અંગે પણ પૂછ્યું. ફિલ્લમાં કિન્નર એક રિપોર્ટર સાથેની વાતચીતમાં કહે છે કે- "અરવિંદ કેજરીવાલ છે, તેઓ આમ આદમીની ટોપી લગાવીને ફરે છે. શું તે આમ આદમી છે? બે મહિનાની અંદર સરકારની કેટલી સારી ખુરસી દિલ્હીથી મળી હતી, વેંચીને ભાગી ગયો. તો બનારસથી જીતીને ક્યાં જશે?" સેન્સર બોર્ડે "ખુરસી વેંચીને ભાગી ગયો" વાક્ય અપમાનજનક ગણાવ્યું હતું.

  ડાયરેકટરની દલીલઃ આ અંગે અપીલકર્તાએ દલીલ કરી હતી કે આ પ્રકારની વાત ખરેખર કરવામાં આવી હતી અને વાસ્તવિક નિવેદન પર આધારિત છે. ટ્રિબ્યૂનલની ફિલ્મને પાસ કરતાં તેમાં એક ઈન્ટ્રોડક્શન અને એક ડિસ્ક્લેમર જોડવાની સલાહ અપાઈ છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Battele for Banaras Documentary certified by Censor Board
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ફિલ્મની શરૂઆત એપ્રિલ 2014માં થઈ હતી અને ઓગ્સ્ટ 2015માં બનીને તૈયાર થઈ ગઈ હતી (ફાઈલ)
 • Battele for Banaras Documentary certified by Censor Board
  2014 લોકસભા ચૂંટણીમાં મોદી અને કેજરીવાલ બંને બનારસથી ચૂંટણી મેદાનમાં જંપલાવ્યું હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ