તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Doctors Said Your Daughter Is Dead But Parents Wasnt Convinced And Tried Tantra Mantra

ડોક્ટરોએ કહ્યું- મરી ચૂકી છે તમારી દીકરી, માતા-પિતાએ કહ્યું- દીકરીનું હૃદય ધબકી રહ્યું છે, અમને પણ એક કોશિશ કરી લેવા દો અને બોડી લઇને જતા રહ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશા હતી કે મેડિકલ સાયન્સ જ્યાં નિષ્ફળ થઈ ગયું, ત્યાં તંત્રમંત્રથી થઈ શકે છે ચમત્કાર - Divya Bhaskar
આશા હતી કે મેડિકલ સાયન્સ જ્યાં નિષ્ફળ થઈ ગયું, ત્યાં તંત્રમંત્રથી થઈ શકે છે ચમત્કાર

ગુના (એમપી): દીકરીના હૃદયના ધબકારા બંધ થઈ ચૂક્યા હતા, પરંતુ માતા-પિતાનું મન આ વાતને માનવા તૈયાર ન હતું. આશા હતી કે જ્યાં મેડિકલ સાયન્સ નિષ્ફળ થઈ ગયું, ત્યાં તંત્ર-મંત્રથી કંઇક ચમત્કાર થઈ જશે. બીજી બાજુ પોલીસ ઇચ્છતી હતી કે શબનું પોસ્ટમોર્ટમ થાય. હોસ્પિટલમાં ગુરૂવારે બપોરે 12 વાગ્યા આસપાસ આ દ્રષ્ય જોવા મળ્યું. 

 

બાળકીને સાપે ડંખ માર્યો હતો

 

- ગુના જિલ્લાના પરવાહ ગામમાં રહેતા મુકેશ જોગીની 15 વર્ષીય દીકરી બુલબુલને સવારે 11 વાગે હોસ્પિટલ લાવવામાં આવી હતી. 

- પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, તેને સવારે 9 વાગ્યા આસપાસ સાપે ડંખ માર્યો હતો. તેઓ સવારે 11 વાગ્યા પછી હોસ્પિટલ પહોંચ્યા. હકીકતમાં તેમણે 1 કલાક કરતા વધુ સમય નહોતો લેવાનો. 
- જણાવવામાં આવે છે કે ગામથી ગુના આવવા દરમિયાન તેઓ બાળકીને બોરખેડા ગામમાં એક તાંત્રિકને ત્યાં લઈ ગયા હતા. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેની હાલત ખુબ નાજુક થઈ ચૂકી હતી. 
- હોસ્પિટલ પહોંચ્યા પછી ચેકિંગ બાદ ડોક્ટરોએ કહ્યું- તમારી દીકરી તો મરી ચૂકી છે.
- પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારે સવારે તે સિલાઈ મશીન પર કપડા સીવી રહી હતી. સાપ તેમાં જ બેઠો હતો અને તેણે દીકરીના હાથ પર ડંખ માર્યો. 

 

માતા-પિતાનું કહેવું હતું કે દીકરીના ધબકારા ચાલી રહ્યા છે

 

- ડોક્ટરે જવાબ આપી દીધો હોવા છતાંપણ માતા-પિતા માનવા તૈયાર ન હતા. તેમને આશા હતી કે દીકરીના ધબકારા હજુપણ ચાલી રહ્યા છે. એટલે તેઓ તેનું શબ લઈ જવા  લાગ્યા. આ દરમિયાન ત્યાં પોલીસ પહોંચી ગઈ અને તેમને અટકાવ્યા. 

- તેમનું કહેવું હતું કે પહેલા શબનું પોસ્ટમોર્ટમ થશે. પરંતુ માતા-પિતા આ માટે તૈયાર ન હતા. તેમણે કહ્યું કે તેમને આશા છે કે દીકરી બચી જશે. એક વાર તેમને વધુ એક પ્રયત્ન કરવા દેવામાં આવે. તેઓ તેને ક્યાંક બીજે લઈ જઈને તંત્ર-મંત્ર કરાવવા માંગતા હતા. 
- વિવાદ વધતો જોઇને પોલીસે તેમને જવા દીધા, સાથે કહ્યું કે જો તેમની દીકરી બચી ન શકે તો તેનું શબ પાછું લઈ આવજો. મોડી સાંજ સુધી પરિવારના લોકો પાછા ફર્યા ન હતા.