ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ડોક્ટર પતિએ કરી દીધી એન્જિનિયર પત્નીની હત્યા| Doctor Who Killed His Wife After Ten Months Of Marriage

  મા મને બચાવી લો, એ લોકો મારો જીવ લઈ લેશે... પછી ગંગા નદીમાં મળી આ એન્જિનિયરની લાશ

  divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 12:28 PM IST

  ડોક્ટર પતિએ કરી દીધી એન્જિનિયર પત્નીની હત્યા, 1000 કિમી ડ્રાઈવ કરી ગંગામાં નાખી દીધી ડેડબોડિ
  • મા મને બચાવી લો, એ લોકો મારો જીવ લઈ લેશે... પછી ગંગા નદીમાં મળી આ એન્જિનિયરની લાશ
   મા મને બચાવી લો, એ લોકો મારો જીવ લઈ લેશે... પછી ગંગા નદીમાં મળી આ એન્જિનિયરની લાશ

   નવી દિલ્હી: માતા-પિતાએ બહુ શોખથી તેમની દીકરીને હાયર સ્ટડીઝ કરાવ્યું હતું જેથી તેને સારો જીવન સાથી મળી શકે. ત્યારપછી તેના લાયક છોકરો પણ શોધ્યો. પરંતુ ઝારખંડમાં રહેતા સરકારી ઓફિસર દેવેન્દ્ર પ્રસાદને તેમની એન્જિનિયર દીકરના લગ્ન ડોક્ટર સાથે કરવા મોંઘા પડ્યા હતા. અમારી સીરિઝ 'રિશ્તો કા મર્ડર' અંતર્ગત ભાસ્કર.કોમ આ મર્ડર વિશે તેમના વાચકોને જણાવી રહ્યા છે.

   સંબંધીએ કરી હતી મેરેજની પ્રપોઝ


   - ઝારખંડના દુમકાનમાં રહેતા દેવેન્દ્ર પ્રસાદ પીડબ્લ્યૂડીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ ઉપર તહેનાત હતા. તેમની દીરી સુપ્રિયાએ હૈદરાબાદથી એન્જિનિયરિંગ કર્યું હતું અને ત્યારપછી રાજસ્થનના સીકરથી એમબીએ કર્યું હતું.
   - વર્ષ 2010માં તેના માટે એક સંબંધીએ દિલ્હીની પ્રતિષ્ઠિત ડીડીયૂ હોસ્પિટલમાં સીનિટર રેસિડન્સ સર્જનની પોસ્ટ સંભાળી રહેલા ડૉ. ચંદ્રવિભાસ સાહુ સાથે લગ્નની વાત કરી હચી. છોકરાએ આસામ મેડિકલ કોલેજમાંથી સર્જરીમાં માસ્ટર્સ કર્યું હતું.
   - પહેલાં સુપ્રિયાના પરિવારે ના પાડી હતી, પરંતુ પછી તેઓ પણ સંબંધ માટે રાજી થઈ ગયા હતા.
   - 23 નવેમ્બર 2010ના રોજ તેમના લગ્ન થયા હતા.

   બે મહિનામાં બગડવા લાગ્યા સંબંધો


   - સુપ્રિયાની મા નિસભા પ્રસાદના જણાવ્યા પ્રમાણે બે મહિનામાં જ સાહુને સુપ્રિયા ખરાબ લાગવા લાગી હતી. પરંતુ તે પરિવારથી તેના પતિના ખરાબ વર્તનની વાત છુપાવ્યા કરતી હતી.
   - ડૉ. સાહુ તેમની વાઈફ સાથે ભાડાના ઘરમાં રહેતા હતા. તેમના ઘરના માલિક એ.કે. શર્માએ પણ પોલીસને નિવેદન આપ્યું હતું કે, બંને વચ્ચેના સંબંધો નોર્મલ નહતા.
   - શર્માના જણાવ્યા પ્રમાણે ડોક્ટરને સુપ્રિયા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો નહતો ગમતો. તેઓ કદી સાથે જમતા પણ નહતા. તે કદી હોસ્પિટલમાંથી રજા પણ નહતો લેતો, જેથી તે સુપ્રિયાને અવોઈડ કરી શકે. તે ખાલી તેની નોઈડામાં રહેતી બહેન ઘરે આવતી ત્યારે જ રજા લેતો હતો.
   - મકાન માલિકના જણાવ્યા પ્રમાણે ડૉ. સાહુ તેની પત્નીને ઘર ખર્ચના પૈસા પણ નહતો આપતો. સુપ્રિયાને લગ્ન પછી જ વાર્ષિક રૂ. 12 લાખનું પેકેડ ઓફર થયું હતું, પરંતુ તેના પતિએ તેને નોકરી પણ ન કરવા દીધી.

   મુકી આવ્યો હતો પાગલખાનામાં


   - પોલીસના જણાવ્યા પ્રમાણે ડૉ. સાહુ તેની પત્નીને પસંદ નહતો કરતો. તેની પાસેથી પીછો છોડાવવા માટે સાહુએ તેને માનસિક અસ્થિર ગણાવીને તેને પાગલખાને છોડી આવ્યો હતો. સાહુએ તેને શહાદરાના મેન્ટલ હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી રાખી હતી.

   મર્ડર વાળા દિવસે ખાવા માટે ભીખ માગી રહી હતી સુપ્રિયા


   - 23 સપ્ટેમ્બર 2011ના દિવસે ડૉ. સાહુનુ વર્તન રોજ કરતા અલગ હતું. મકાન માલિક એકે શર્માએ સુપ્રિયાને તેના પતિ પાસે ખાવાનાની ભીખ માગતા જોઈ હતી.
   - તે દિવસે સાંજે સુપ્રિયા અને સાહુ વચ્ચે ઝઘડો પણ થયો હતો. ઝઘડા પછી સુપ્રિયાએ તેની માને ફોન કરીને કહ્યું હતું કે, મા મને બચાવી લો. ચંદ્ર મને મારી નાખશે, મારા જીવને જોખમ છે. બીજા દિવસ સવારથી સુપ્રિયાનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો.
   - જ્યાકે ગભરાયેલા પેરેન્ટ્સે સાહુને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે, તે મથુરા છે.

   પહેલાં કર્યું મર્ડર, પછી ગંગામાં વહાવવા 1000 કિમી ડ્રાઈવ કરીને લઈ ગયો બોડિ


   - 23 સપ્ટેમ્બર 2011ની સાંજે ઝઘડા પછી સાહુએ ગળુ દબાવીને સુપ્રિયાની હત્યા કરી દીધી હતી.
   - ત્યારપછી દહેજમાં મળેલી આઈ10 કારને લગભગ 1000 કિમી ડ્રાઈવ કરીને તેની લાશ અલાહાબાદ લઈ ગયા હતો.
   - પહેલાં તેનો પ્લાન બિહાર જવાનો હતો. પરંતુ તેને લાગ્યું કે સાસુ-સસરા તેનો ફોન ટ્રેસ કરી રહ્યા છે. તેથી તે યુપી બાજુ જતો રહ્યો.
   - ડો. સાહુએ તેની પત્નીની ડેડબોડિ જે સુટકેસમાં ભરી તેને ગંગા નદીમાં નાખી દીધી હતી. તેને એવુ લાગ્યું હતું કે કોઈને મર્ડરની ખબર નહીં પડે. પરંતુ અફસોસ કે જ્યાં તેણે ડેડબોડિ ફેંકી હતી ત્યાં પાણી ઓછું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડોક્ટર પતિએ કરી દીધી એન્જિનિયર પત્નીની હત્યા| Doctor Who Killed His Wife After Ten Months Of Marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `