ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» મહિલાના પેટમાંથી નીકળ્યો અડધા મીટરનો ટૉવેલ| Doctor Stomach Left In Towel in Patna Bihar

  2 વર્ષ પીડા સહન કર્યા પછી ખબર પડી, મહિલાના પેટમાં હતો અડધા મીટરનો રૂમાલ

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 02:53 PM IST

  ડૉક્ટરની બેદરકારીના કારણે એક મહિલાને બે વર્ષ સુધી મુશ્કેલી સહન કરવી પડી હતી
  • 2 વર્ષ પીડા સહન કર્યા પછી ખબર પડી, મહિલાના પેટમાં હતો અડધા મીટરનો રૂમાલ
   2 વર્ષ પીડા સહન કર્યા પછી ખબર પડી, મહિલાના પેટમાં હતો અડધા મીટરનો રૂમાલ

   આરા: ડૉક્ટરની બેદરકારીના કારણે એક મહિલાને બે વર્ષ સુધી પરેશાન થવુ પડ્યું હતું. તે દરમિયાન તેને ખૂબ પીડામાંથી પસાર થવું પડ્યું. જિલ્લાના બ્રહ્મપુરમાં 2 વર્ષ પહેલાં મહિલાના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 2 વર્ષ સુધી ઘણી હોસ્પિટલ અને ડોક્ટર્સને મળ્યા પછી પીડિત મહિલા તેના પતિ સાથે આરા પહોંચી હતી. અહીં તેણે એક ખાનગી હોસ્પિટલમાં ફરી ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે તેના પેટમાંથી અડધા મીટરનો રૂમાલ કાઢવામાં આવ્યો હતો. આ ઓપરેશન કરનારા સર્જન ડૉક્ટર એસપી શ્રીવાસ્તવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહિલાને હવે પેટમાં દુખાવાની ફરિયાદ નથી રહી. પરિવારજનો પહેલાં જ્યાં બ્રહ્મપુરમાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું તે ડૉક્ટર વિરુદ્ધ કેસ કરવાનું વિચારી રહ્યા છે.

   ડૉક્ટર એસપી શ્રીવાસ્તવે કર્યો ખુલાસો


   - ડૉક્ટર એસપી શ્રીવાસ્તવે કહ્યું કે, મહિલા ઉર્મીલા દેવીના પેટમાંથી અડધા મીટર જેટલો લોહીવાળો રૂમાલ કાઢવામાં આવ્યો છે.
   - અગાઉના ઓપરેશનમાં મહિલાના પેટમાં આ રૂમાલ રહી જવાના કારણે તેમને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. હાલ મહિલાની હાલત સ્થિર છે. મને નથી ખબર પહેલાં તેમનું ઓપરેશન કોણે કર્યું હતું, પરંતુ જેણે પણ કર્યું હોય તેણે સાવધાની રાખવી જોઈએ.

   આ પણ વાંચો: 10 કલાકની સર્જરી પછી ખેડૂતના પેટમાંથી બહાર આવી 17 કિલોની બીમારી

   અલ્ટ્રાસાઉન્ટ પછી પણ પેટમાં રૂમાલ હોવાની નહોતી પડી ખબર


   - ઉર્મીલા દેવીને બે વર્ષ પહેલાં પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. ત્યારપછી પરિવારજનો તેને બ્રહ્મપુરમાં એક ક્લીનિકમાં લઈ ગયા હતા. ત્યાં તેનું એક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
   - ત્યારપછી પણ તેના પેટમાં સતત દુખાવાની ફરિયાદ રહેતી હતી. મહિલાએ જ્યારે ઓપરેશન કરનાર ડૉક્ટરને ફરિયાદ કરી તો તેમણે દવા આપીને ઠીક થઈ જશે તેવું કહ્યું હતું.
   - દવા લીધા પછી પણ તેના પેટનો દુખાવો મટવાની જગ્યાએ વધવા લાગ્યો હતો. આ દરમિયાન તેનો પતિ તેને બક્સર અને બ્રહ્મપુત્રના અન્ય ડોક્ટર પાસે પણ લઈ ગયો હતો.
   - તેમ છતા મહિલાની પીડા ઓછી જ નહોતી થતી. ત્યારપછી પરિવાર અને ગામના લોકોને લાગવા લાગ્યું હતું કે ઘરનું કામ ન કરવું પડે તે માટે તે આવા બહાના બનાવે છે.
   - ત્યારપછી આ સપ્તાહે ઉર્મીલાનો પતિ તેને લઈને આરામાં સર્જન એસપી શ્રીવાસ્તવ પાસે લઈને આવ્યો હતો. અહીં ડૉક્ટર પહેલાં તેની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ કરી હતી. પરંતુ તેમાં કોઈ સ્પષ્ટ ખુલાસો થયો નહતો. ત્યારપછી તેમણે ઓપરેશનનો નિર્ણય લીધો હતો. જ્યારે ડૉ. શ્રીવાસ્તવે તેનું ઓપરેશન કર્યું ત્યારે તેમાંથી અડધા મીટરનો રૂમાલ કાઢ્યો હતો જે લોહીવાળો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહિલાના પેટમાંથી નીકળ્યો અડધા મીટરનો ટૉવેલ| Doctor Stomach Left In Towel in Patna Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `